SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શાલિભદ્રસૂરિનું, કે જેઓ રાજગચ્છ-વજસેનસૂરિના પટ્ટધર હતા, તેમણે વિ. સં. ૧૨૪૧ ફાગણ માસ-ઈ. સ. ૧૧૮૫માં ‘ભરતેશ્વર-બાહુબલિ રાસ' લખ્યો. તેમાં પણ ઋષભદેવના પુત્ર ભરતેશ્વર અને બાહુબલિ વચ્ચે યુદ્ધનું વિસ્તૃત અને રમ્યતાભર્યું વર્ણન ૧૫ ખંડ ‘ઠવણ’માં છે. પાટવી કુંવર ભરત ચક્રવર્તી થવા માગે છે. બાકીના ૯૮ ભાઈઓ તેનું આધિપત્ય સ્વીકારે છે. ફક્ત એક બાહુબલિ પડકાર ફેંકે છે, બંને વચ્ચે યુદ્ધ થતાં બાહુબલિ જીતે છે, મોટા ભાઈ પ્રત્યે અવિવેક આચરીને હરાવ્યાનો પશ્ચાત્તાપ થતાં દીક્ષા લે છે. બાહુબલિના પાત્રાલેખન, વીરરસની જમાવટમાં કવિને સફળતા વરી છે, રાસનો પ્રારંભ ઃ— “રિસહ જિણેસરપય પણમેવી, સરસતિ સામિણિ નિ સમ૨ેવી, નવિ નિરંતર ગુરુચરણ, ભરહ નરિંદેહ, તણઉં ચરિતો, જે જંગ વસુહીંડઈ વદીતો, બાર વરસ બિહું બંધવડું. ૧ હઉં હિવ એ મણિસુ રાસહ છંદિહિ, તેં જણમણહર મણ આણંદિ ભાવિ ભવીયણ સાંભળઉં, અંતે જંબુદીવિ ઉવઝા ઉર નયરો, ધણણ કેંચણ રણિહિં પવરો, અવર પવરકર અમરપુરો ૨ “રાયહ એ ગણિગાર વયરસેણ સૂરિ પાટધર ગુણગણહં એ તણઉ ભંડારૂ, શાલિભદ્ર સુરિ જાણીઈએ. કીધઉ એહ તીણ ચિરંતુ, ભરહ નરેસર રાસુ છંદિઇ જો પઢઈ એ વસહ વિસોહિ (વદીત), સોનરુ નિતુ નવનિહિ લહઈએ. સંવન એ બારએકતાલિ, ફાગુણ પંચમઇ એઉ કીઊ એ...'' શાલિભદ્રસૂરિનો બીજો રાસ ‘બુદ્ધિરાસ’ નાનો, કવિતાની દૃષ્ટિએ ઘણો સામાન્ય છે. પૂર્વેના જિનદત્તસૂરિની અપભ્રંશકૃતિ ‘ઉપદેશ રસાયન’ને મળતો આવે છે. ‘બુદ્ધિરાસ'માં જૈનો માટે સામાન્ય વ્યવહાર–શિખામણ, આચારબોધ વગેરે છે. ત્રીજો રાસ ‘હિતશિક્ષા પ્રબુદ્ધરાસ’ લખ્યો હોવાનું કહેવાય છે, જે મળતો નથી તેથી એવું અનુમાન થાય છે કે ઉપરનો ‘બુદ્ધિરાસ’ ને આ આ રાસ એક જ હશે! Jain Education International આસિગ/આસગઃ—અજ્ઞાત કવિ. ફક્ત ઉપદેશ અને જૈન તીર્થોના મહિમાથી ભરેલા સં. ૧૨૫૭ના ‘જીવદયારાસ’ ઉપરાંત ચંદનબાલાના જીવનના પ્રસંગોનું વર્ણન કરતા નાનકડા ૩૫ કડીના ‘ચંદનબાલારાસ'ની રચના કરી હતી. ૧૯૭ ‘જીવદયારાસ’, કવિએ પોતાના મોસાળ ઝાલોર જઈને ત્યાંના સહજિગપુરના પાર્શ્વજિનેન્દ્રના મંદિરમાં રચ્યો હતો. ધર્મ કે ધર્મસૂરિ :—તેમણે સં. ૧૨૬૬માં જંબુસ્વામી રચિત કે જંબુસામિરાસ (જંબુસામિચરિય) પાંચ ઠવિણમાં પ્રચલિત રોળા છંદ દ્વારા સાદીસીધી રીતે આપ્યું છે. જંબુસ્વામીનો પૂર્વભવ (શિવકુમાર) અને તે વખતની તપસિદ્ધિનો મહિમા ગાયો છે. ઉપરાંત બીજા ભવમાં બ્રહ્મચર્ય વ્રતધારી જંબુસ્વામી ને આઠ પત્નીઓ, માતાપિતા તથા ઘરમાં ચોરી કરવા આવેલા ૫૦૦ ચોરો પણ જંબૂસ્વામી સાથે દીક્ષા લે છે. જો કે મહેન્દ્રસિંહસૂરિ બે થઈ ગયા છે. તેમાનાં એક અંચલગચ્છમાં ધર્મઘોષસૂરિના શિષ્ય અને સિંહપ્રભસૂરિના ગુરુ થઈ ગયા છે. તેમણે સં. ૧૨૯૪માં ‘શતપદિકા’ નામનો ગ્રંથ રચ્યો હતો. જન્મ સં. ૧૨૨૮, દીક્ષા ૧૨૩૭, આચાર્યપદ ૧૨૬૩માં અને કાલધર્મ ૧૩૦૯માં.... બીજા મહેન્દ્રસૂરિ હેમાચાર્યના શિષ્ય સં. ૧૨૧૪માં થયા. તેમણે હેમચંદ્રકૃત અનેકાર્થ સંગ્રહ ઉપર કૈરવાકર કૌમુદી નામની ટીકા રચી હતી. ઈ. સ. ૧૧૮૫. ચરિતનો આરંભ ઃ-~ “જિણ જ ઉવીસઈ પય નમેવિ ગુરુ ચલણ નમેવી, જંબૂસામિહિ તણ રિય ભવિકિ નિસુણેવી...’ અંતે “મહિંદસૂરિ ગુરુસીસ ધમ્મ ભણઈહો ધામી ગ્રહ, ચિંત ઉ રાતિદિવસિ જે સિધ્ધિહિ ઊમા દિયાહી, બારહ બરસ સઐહિં કવિતુ નાપનું છાસઠઈ, સોલહ વિજ્જાએવિ દુરિય પણાસઉ સયલસંઘ” પાલ્હણ કે પાલ્હણપૂત :—રચિત ‘આબુરાસ’માં આબુ પરના નેમિનાથના સ્થાનકનો ઇતિહાસ ૫૫ કડીમાં છે. વસ્તુપાળ–તેજપાળે તેમાં ભજવેલા ભાગની માહિતી છે. વિજયસેનસૂરિ ઃ—મહામાત્ય વસ્તુપાલના ધર્માચાર્ય હતા, તેમણે આબુ પર વસ્તુપાલ-તેજપાલે કરાવેલી નેમિનાથની પ્રતિષ્ઠા સં. ૧૨૮૭ ફાગણવદી ત્રીજને રવિવારે કરી હતી. સિદ્ધરાજ જયસિંહના દંડનાયક તરીકે સોરઠમાં મુકાયેલા સજ્જન મંત્રીએ ગિરનાર પર્વત પર લાકડાના સ્થાને પથ્થરનાં મંદિરો બંધાવ્યાં તેનું આલેખન ‘રેવંતગિરિરાસ' (ઈ.સ. ૧૨૩૧)માં કરેલું છે. ગિરનાર પર વસ્તુપાલ-તેજપાલે રચેલાં જિનમંદિરોની કથાનું વર્ણન સાર્થક, આલંકારિક છે. પ્રકૃતિ, પુષ્પો અને ગિરનાર આરોહણનો મહિમા ચમત્કૃતિભર્યો છે. આ રાસને ૪ કડવાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy