SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સંયમજીવનને દીપાવનાશ મુનિભગવંતો પ્રસ્તુતકર્તા : ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શન વિ. મ. સા. (નેમિપ્રેમી) તીર્થકર પરમાત્મા કેવળજ્ઞાનને ઉપાર્જી સર્વપ્રથમ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરે છે, કારણ કે તે જ શ્રીસંઘમાં તેમના આત્માએ પૂર્વભવોમાં ગુણો ઉપાર્જી આરાધનાઓ કરી આત્માને શુદ્ધ બનાવતાં તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું હોય છે. જો તેઓને પણ પૂર્વભવમાં કોઈ પણ તીર્થપતિનું શાસન ન મળ્યું હોત તો સ્વયં પણ સાધક બની સાધના કેમ કરી શકત? ગુણરૂપી સંતાનના જન્મ પછીનું જતન સંસ્કારી વાતાવરણમાં થાય, અને સતત આરાધકભાવના સિંચન દ્વારા ગુણછોડ ગુણવૃક્ષ અને ગુણફળમાં પરિણમે છે. પણ તે વાતાવરણને સર્જવાનું કામ શ્રીસંધનું છે. કારણ કે ભગવાનનો સંઘ એટલે ગુણરત્નોનો મેરૂ, ગુણોની ગહનખાણ, ગુણોની ગુપ્તપેટી અથવા ગુણોની ગંગા છે. વીતરાગી જિનદેવ દર્શિતમાર્ગની આરાધના કરનારા ગુણોના પૂજારી છે, ગુણોનું વર્ધન કરે છે. માટે પણ યેનકેન પ્રકારેણ ગુણવૃદ્ધિના મૂળભૂત એવા શ્રીસંઘની એકતા, સમન્વયતા, સૌજન્યતા તથા સમૃદ્ધિ માટે કદાચ આત્મબલીદાન પણ આપવું પડે તો તીર્થકરના શાસનની ધૂરા વહન કરનાર ભાવાચાર્યોએ તેવા મરણાંત કષ્ટને પણ વધાવ્યા છે. પોતાના ભોગે શાસનના ભાગમાં લાભ જણાયો હોય તો પૂર્વાચાર્યોથી લઈ મુનિવરોએ પણ ખૂબ વેક્યું છે અને શાસનની રક્ષા કરી છે. જગતશ્રેષ્ઠ જૈનધર્મ મૂઠી ઊંચેરો, શિરમોર અને સર્વોત્તમ છે. માટે પણ ખૂબ પૂજનીય, ઉપાસનીય અને આરાધનીય જ છે. શ્રીસંઘની ઉપમા માટે નંદીસૂત્ર આગમનું અધ્યયન ખાસ ઉપયોગી ગણાય. શ્રીસંઘ એટલે સંગઠન, આત્મીયતા, સામુદાયિક ભાવનાનો પરિચય. પત્થરના ખડક હોય છે, પણ હીરા-રત્નોના નહિ. તેમ દોષોનો દાવાનળ ચારેય તરફ છતાંય કયાંય તેને ઠારવા ગુણોની ગંગા પણ વહે છે. તે પવિત્ર ગંગાને કદીય મલીન ન થવા દેવા શાસન પામેલા સૌનું કર્તવ્ય છે કે આરાધના કરી શાસનહીલના દૂર કરીએ અને પ્રભાવના દ્વારા શાસનસેવા કરીએ. જેથી ભવોભવ જિનપતિનું જયવંતુ શાસન મળે. આત્માનું અનુશાસન વધે, અને પરંપરાએ સનાતન સુખાસન મોક્ષ મળે. શ્રીસંઘ રત્નાકર, ગુણનિધિ, રત્નપેટી કે સુમેરૂ તો ખરો જ પણ તે ઉપરાંત પણ શ્રીસંઘ માટે અનેકાનેક ઉપમાઓ આગમગ્રંથો, અને સુભાષિતોમાં દિખવા મળે છે. રત્નોના રોહણાલય, પુરુષોનો શણગાર, સૂર્યસમપ્રતાપી, મહામંગલકારી, કલ્પવૃક્ષ, ગુરુનો ગુરુ, જિનેશ્વરોને પણ પૂજ્ય તે શ્રીસંઘ સદા જય પામો. આ શ્રીસંઘમાં મુખ્ય રખેવાળ આચાર્ય ભગવંતો ઉપરાંત ઉપાધ્યાય અને સાધુ મહાત્માઓના જીવનકવનનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ જિનશાસનની આરાધના અને પ્રભાવનાની તવારીખ છે. આ મહામુનિઓને તેમના વિશિષ્ટ અને પ્રશસ્ય ગુણને આધારે જાણીને તેમના આરાધકપણાને શત શત વંદના કરીએ છીએ. અનેક ચિંતનશીલ મુનિવર્યો પૈકી એક પ્રખર લેખક, વ્યાખ્યાતા અને તપસ્વી મુનિરાજશ્રી જયદર્શનવિજયજી મહારાજસાહેબના પુણ્ય પરિચય પછી અમારા અગાઉના ગ્રંથોમાં અને હાલ આ શ્રી ચતુર્વિધ સંઘ:ગ્રંથ યોજનામાં શ્રમણ વિભાગમાં જિનશાસનની આગવી પ્રતિભાના કરાવેલ સ્પષ્ટ દર્શનમાં તેમના એક એક લેખ ભવિષ્યની પેઢીના માટે ધર્મમાર્ગના ભોમિયા બનવાની ગરજ સારે એવા લખાયેલ છે. પૂજ્યશ્રીને કુદરતી રીતેજ મળેલ મધુર કંઠ દ્વારા તેમના સ્તવનો અને સજઝાય સાંભળવા તે પણ એક લ્હાવો ગણાય છે. સાહિત્યની લાંબી દીર્ઘ સફરમાં સૌજન્યતા, સરળતા અને સમજદારી પૂર્વકનો પૂજ્યશ્રીનો સહયોગ અમને મળ્યો છે તે બદલ અમે પૂજ્યશ્રીના અત્યંત ઋણી છીએ. પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજસાહેબની આ પરિચયાત્મક લેખમાળામાં વિવિધ ગુણધારક શ્રમણોના જીવનનાં ભિન્ન ભિન્ન ગુણદર્શન દ્વારા સંયમ જીવનની યશોગાથાનું આલેખન થયું છે. - સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy