SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા તે સમયે આચાર્યશ્રી સંભૂતિવિજયજી સ્થૂલિભદ્રને મળ્યા. સ્થૂલિભદ્રે તેમની પાસે વી. નિ. સં. ૧૪૬માં દીક્ષા ગ્રહણ કરી. ૩૦ વર્ષની ભરયુવાન વયે સંયમના તપ, જપ શરૂ કર્યાં. મહાજ્ઞાની આચાર્યશ્રી સંભૂતિવિજયજી પાસે તેમણે ૧૧ અંગ સુધીનો શ્રુતાભ્યાસ કર્યો. બારમું દૃષ્ટિવાદ ચૌદ પૂર્વધર અને મહાપુણ્યશાળી આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીજી પાસે ભણ્યા. ચૌદ પૂર્વોમાં ૧૦ પૂર્વ અર્થસહિત અને ૪ પૂર્વ મૂળથી શ્રી સ્થૂલિભદ્રજી વિદ્યાગુરુ શ્રી ભદ્રબાહુસ્વામી પાસે ભણ્યા. જૈનશાસનના આમ, અંતિમ ચૌદ પૂર્વધર શ્રી સ્થૂલિભદ્રજી ગણાય છે. શ્રી ભદ્રબાહુસ્વામી પાસેથી તેમણે શીખેલા પાઠના સમયે શ્રી ભદ્રબાહુસ્વામીજીએ વાચનાઓ જ આપી હોઈ, વી. નિ. સં. ૧૬૦ની આસપાસ આ સર્વે મહત્ત્વપૂર્ણ વાચનાઓ થઈ તેમ ગણી શકાય. સ્થૂલિભદ્ર કોશાને ત્યાંથી નીકળ્યા પછી કોશા વિહ્વળ બની ગઈ. ગુર્વાશાથી સ્થૂલિભદ્ર તેને ત્યાં ચાતુર્માસ રહ્યા પણ જળમાં કમળની જેમ! એ વૈરાગ્યવાસિત મુનિવરના સંગમાં કોશા પણ પ્રતિબોધ પામી, સ્થૂલિભદ્ર મુનિએ તેનો પણ ઉદ્ધાર કર્યો. આવા જ્ઞાની અને સંયમી મુનિશ્રી સ્થૂલિભદ્રજી વી. નિ. સં. ૧૬૦માં આચાર્ય બન્યા. તેમને આર્ય મહાગિરિ, આર્યસુહસ્તિ જેવા પ્રતિભાવંત શિષ્યો પણ સાંપડ્યા. જીવનના અંત સમયે વૈભારગિરિ પર તેમણે ૧૫ દિનનું અણશણ કર્યું અને વી. નિ. સં. ૨૧૫માં કાળધર્મ પામ્યા. તેમના વિલયની સાથે જ અંતિમ ચાર પૂર્વે પણ વિલય પામ્યા. પૂર્વાચાર્યોએ જેમને ‘મંગલ' સ્વરૂપ કહ્યા છે એવા જિનશાસનના મહાન પ્રભાવક આચાર્યશ્રી સ્થૂલિભદ્રજી કદીય ભુલાશે નહીં. જિનકલ્પના સાધક, દશ પૂર્વધર શ્રી આર્ય મહાગિરિજી મહારાજ આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજીના શિષ્ય આર્ય મહાગિરિજી ૧૦૦ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ધરાવનાર પરમસંયમી, પ્રખરજ્ઞાની અને નિરતિચાર ત્યાગના પાલક હતા. આચાર્યશ્રી સ્થૂલિભદ્રજીની પરંપરાને તેમણે યશસ્વી રીતે આગળ ધપાવી હતી. શ્રી સ્થૂલિભદ્રજી આચાર્ય શ્રી સંભૂતિવિજયજીના શિષ્ય હતા અને શ્રી ભદ્રબાહુસ્વામીજીના ઉત્તરાધિકારી હતા. આર્ય મહાગિરિજીએ તે મહાન વારસો પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યો હતો. Jain Education International For Private ૧૨૩ પ્રાયઃ વીર નિર્વાણ સંવત ૧૪૫માં જન્મેલા અને એલાપત્ય ગોત્રીય આર્ય મહાગિરિજી બ્રાહ્મણ હતા. તેમનું બાળપણ, પરિશિષ્ટ પર્વ આદિ ગ્રંથમાં જણાવ્યું છે તે મુજબ, • મહાન સાધ્વી, આર્યા યક્ષાની શીળી અને સંસ્કારી છાયામાં ઘડાયું હતું અને તે સાધ્વીના પુણ્ય સ્મરણમાં જ શ્રી મહાગિરિના નામ પૂર્વે ‘આર્ય’ જોડવામાં આવ્યું છે. આર્યા યક્ષાના માર્ગદર્શન હેઠળ શ્રી મહાગિરિજીની સર્વતોમુખી પ્રતિભા ખીલી ઊઠી હતી. ત્યાગી સાધ્વી તો ત્યાગનો પંથ જ શીખવેને! મહાગિરિજીએ ૩૦ વર્ષની ભરયુવાનવયે આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજી પાસે દીક્ષા ગ્રહણ કરી. વી. નિ. સં. ૧૭૫નું એ વર્ષ હતું. તેઓ ગુરુવર્યના સાંનિધ્યમાં ૪૦ વર્ષ રહીને ૧૧ અંગો અને ૧૦ પૂર્વનું વિશિષ્ટ જ્ઞાન પામ્યા. શ્રી સ્થૂલિભદ્રજીના સ્વર્ગગમન પછી તેઓ વિ. નિ. સં. ૨૧૫થી ૨૪૫ સુધી ૩૦ વર્ષ પર્યંત યુગપ્રધાનપદે રહ્યા. આચાર્યશ્રી મહાગિરિજીના લઘુગુરુબંધુ હતા—આર્ય સુહસ્તિસૂરિજી. તેઓ પણ જ્ઞાની, ત્યાગી અને સંયમી આચાર્યપ્રવર હતા. શ્રી સુહસ્તિસૂરિજી પણ સાધ્વી યક્ષાના છત્ર તળે ઘડાયા હતા. આથી તેઓ પણ આર્ય સુહસ્તિજી નામે વિખ્યાત છે. એમ કહી શકાય કે મહાન સાધ્વી યક્ષાએ જૈનશાસનને બે મહાન આચાર્યોની ભેટ ધરી હતી! આર્ય સુહસ્તિજીએ પોતાના વડીલ ગુરુબંધુ શ્રી મહાગિરિજી પાસે ૧૧ અંગો અને ૧૦ પૂર્વેનું જ્ઞાન સંપાદન કરીને વિશિષ્ટ પ્રવચન શક્તિ પ્રાપ્ત કરી હતી. બન્ને ગુરુભાઈઓના દેહ જુદા અને આત્મા એક હોય તેમ રહેતા હતા, અને જૈનશાસનની પ્રભાવના કરતા હતા. આર્ય મહાગિરિજી નગર બહાર રહેતા તો આર્ય સુહસ્તિજી નગરમાં રહીને ધર્મપ્રભાવના કરતા હતા. સંઘનાયક શ્રી મહાગિરિજીએ જોયું કે સંઘનો ભાર આર્ય સુહસ્તિજી અપૂર્વ કુશળતાથી સંભાળે છે એટલે તરત તેમણે સંકલ્પ જાહેર કર્યો કે વર્તમાનકાળમાં જિનકલ્પ આચારનો વિચ્છેદ થયો છે પરંતુ તેના જેવું જ જીવન જીવવાથી એટલે કે તપ, જપ, ધ્યાન આદિ સાધવાથી વિશિષ્ટ રીતે કર્મક્ષય કરવો સંભવ છે માટે હવે હું તેમ જીવીશ.” શ્રી મહાગિરિજી ત્યાર પછી જંગલભૂમિમાં, સ્મશાનભૂમિમાં વિશેષ રહેવા માંડ્યા. તેમણે લોકસંપર્ક, માનસમ્માન તથા સુરુચિપૂર્ણ ભોજન વગેરેનો સંપૂર્ણ ત્યાગ કર્યો. આર્ય સુહસ્તિ સૂરિ તેમને અત્યંત ભક્તિથી પૂજતા પણ તેમણે તેવી ભક્તિનો સ્વીકાર કરવાની પણ અનિચ્છા દર્શાવી. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy