SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1017
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શ્રાંવિકાઓની શાશ્વત સૌરભ અનસૂયાબહેન મનુભાઈ શેઠ ભાવનગરનિવાસી ધર્માનુરાગી અનસૂયાબેન (અનોપબહેન) મનુભાઈ શેઠ તા. ૩૦-૨-૨૦૦૨ના રોજ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં અવસાન પામ્યાં. જીવનમાં જૈન શાસનને પામી અનેક તપસ્યાઓ તેમણે કરેલી. ભારતનાં જૈન યાત્રાધામોની અવારનવાર યાત્રાઓ, નવ્વાણું યાત્રા, ત્રણ ત્રણ ચાતુર્માસ, ઉપધાન તપ, અનેક પ્રતિષ્ઠાઓ–મહોત્સવોમાં ખાસ હાજરી, લેસ્ટર (લંડન) પ્રતિષ્ઠા પ્રસંગે નિમંત્રણથી ખાસ પરદેશ ગમન સાથે અમેરિકા-કેનેડાનો પ્રવાસ, વર્ષોથી રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ વગેરે ધાર્મિક સંસ્કારોથી જીવનને ધન્ય બનાવેલ અને પરિવારમાં ધર્મસંસ્કારોનું સિંચન કરી જીવનના અંત સુધી સંપૂર્ણ સંતોષી જીવન જીવ્યાં. અનોપબહેનનાં મૃત્યુ નિમિત્તે તેમના પરિવાર તરફથી કશો જ લૌકિક વ્યવહાર નહીં પણ ફક્ત દશ મિનિટ માટે નવકારની સમૂહપ્રાર્થના તથા સ્વર્ગસ્થના માનમાં ભાવનગરની અનેક સામાજિક સંસ્થાઓમાં પ્રાર્થનાસભાઓ અને શોક ઠરાવો થયેલા. વિશેષમાં ચક્ષુદાન પણ કરવામાં આવેલ. શ્રી મનુભાઈ શેઠના અનેક સમાજસેવાનાં કાર્યોમાં અનોપબહેનનો સહયોગ મળતો રહ્યો હતો. આખુંય કુટુંબ ધર્મભાવનાથી રંગાયેલું છે. ઇલાબહેન હર્ષદભાઈ અમદાવાદનું વિવેકાનંદનગર પૂજ્ય આચાર્ય ભગવંત પ્રભાકરસૂરિ મ.ના ઉપદેશથી ધર્મથી રંગાતુ જાય છે. વિવેકાનંદનગરમાં હર્ષદભાઈના ધર્મપત્ની ઇલાબહેને જીવનમાં દશ માસક્ષમણ, ૫૧ ઉપવાસ તથા ૬૮ ઉપવાસની ભીષ્મ તપશ્ચર્યા કરીને જીવન ધન્ય બનાવ્યું છે. અઢારસો રૂપિયાના ટૂંકા પગારમાં ચાર જણનું કુટુંબ આનંદ કિલ્લોલ અને સંતોષથી રહે છે. પુત્ર અર્પણ તથા વિરલ ને પણ ધર્મના સારા સંસ્કાર આપેલ છે. ઇલાબહેને બી.એ.ની પરીક્ષા પાસ કરી છે તથા શિક્ષિકાનું કામ કરે છે અને વિવેકાનંદ નગરથી દરરોજ રતનપોળ, કાલુપુર નોકરી જાય છે. ચાલુ નોકરીમાં વર્ધમાન તપનો પાયો પૂજ્યજીની નિશ્રામાં નાખ્યો છે. અનુકૂળતાએ ૧૦૮ ઉપવાસ કરવાની ભાવના રાખે છે. ધન્ય શાસન, ધન્ય તપશ્ચર્યા અને ધન્ય તપસ્વી. Jain Education International For Private ચંચળબહેન પોપટલાલ મેપાણી ૯૯૩ ઉત્તર ગુજરાતના જૂના ડીસા મુકામે ધર્મનિષ્ઠ પરિવારમાં તા. ૨૦-૭-૧૯૧૫ના રોજ જન્મ થયો. નાનપણથી જ દેવદર્શન, સેવાપૂજા વગેરે તરફની પ્રીતિ વધારે. ગુજરાતી બે ધોરણ સુધીનો જ અભ્યાસ પણ કોઠાસૂઝ, આદરસત્કાર અને સાધર્મિકભક્તિને કારણે સૌના પ્રીતિપાત્ર બન્યાં. અઢારમે વર્ષે લગ્ન થયાં. લગ્ન પછી શાસનસેવાના બધા જ કાર્યોમાં સક્રિય રહ્યાં. પોતાના છ પુત્રો અને એક પુત્રીને સારા સંસ્કારો આપી સૌને પ્રગતિ કરાવી. સુરતમાં ગોપીપુરામાં માતુશ્રી ચંચળબહેન પોપટલાલ મેપાણીના નામનો સાધ્વીજી મહારાજો માટેનો મોટો ઉપાશ્રય બનાવરાવી સારું એવું ફંડ કરાવી આપી પરિવારે ભારે મોટું પુણ્યનું ભાથું બાંધ્યું છે. ઘણા જ ભલાભોળા અને ભાવનાશીલ ચંચળબહેન છેલ્લા બાર વર્ષથી પુત્ર બાબુભાઈને ત્યાં જ હતા. તેમની સેવાનો લાભ બાબુભાઈનાં ધર્મપત્ની પ્રેમીલાબહેન અને પરિવારને મળ્યો. બાબુભાઈનો એક પુત્ર અમેરિકા જઈ કમ્પ્યૂટર માસ્ટર બન્યો.ભારતમાં પરિવાર સાથે બધાં જ ધર્મક્ષેત્રોની યાત્રા કરી આવ્યાં છે. ચંચળબહેનનું અવસાન પણ નવકારવાળી ગણતાં ગણતાં થયું. ધન્ય મૃત્યુ ધન્ય જીવન. ધીરજબહેન રતિલાલ સલોતઃ સૌરાષ્ટ્રમાં મહુવાની પાવન ધરતી પર સં. ૧૯૭૮માં જન્મ પામેલાં અને દાઠાનિવાસી રતિલાલભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં સુશ્રાવિકા શ્રી ધીરજબહેન (ઉં. વ. ૭૩)ની મોટી સુપુત્રી રમા (હાલ સા. શ્રી રયણયશાશ્રીજી) એ સં. ૨૦૧૬માં દીક્ષા લીધી ત્યારથી ધીરજબહેનનું જીવન ધર્મથી રંગાવા લાગ્યું. તેમણે અત્યાર સુધીમાં નીચે મુજબ અનુમોદનીય આરાધના કરી છેઃ (૧) પૂ. આ. ભ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં છ’રીના નિયમપાલનપૂર્વક સિદ્ધગિરિની ૯૯ યાત્રા દરમ્યાન ગિરિરાજ ઉપર બિરાજમાન નવે ટૂંકના દરેક ભગવાનની નવે અંગે પૂજા કરીને ભવપૂજા કરી હતી. રોજ લગભગ ૧૦૦ ભગવાનની પૂજા કરી, સાંજે ચાર વાગ્યે નીચે આવીને એકાસણું કરતાં (૨) ૨૦ દિવસ સુધી રોજ ખીરનાં Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy