SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1015
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા આગળ વધ્યા, ધંધામાં પ્રગતિ કરી અને યશકીર્તિ પણ પામ્યા છે. પૂજ્ય માતુશ્રીનો પડ્યો બોલ ઝીલવા સમગ્ર પરિવાર અછોવાનાં કરે છે. આત્મશિલ્પના ઘડવૈયા સ્વયંસિદ્ધા એવાં શાંતાબહેન હાલ પ્રાયઃ ૮૦ વર્ષની જૈફ વયે દાન, શીલ, તપધર્મની આરાધના અપ્રમત્તભાવે કરી રહ્યાં છે. હંમેશાં નવકારશીનું પચ્ચક્ખાણ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી જિનપૂજા, ઉભયટંક–આવશ્યક ક્રિયા, દરરોજ પ્રાયઃ જિનવાણી કરીને સામાયિક, ઉપાશ્રયે બિરાજમાન દરેકેદરેક સાધુ-સાધ્વીજી ભગવંતને વંદન કરવાં–શાતા પૂછવી, પૂજ્ય ગુરુ મહારાજ જે કાર્ય કહે તેમાં ઉદારતાપૂર્વક દાન આપવું ઇત્યાદિ ગુણો આ સૌમ્ય અને શાંત સ્વભાવનાં શ્રાવિકાએ આત્મસાત્ કર્યા છે. ૯૯૧ જ નિરાભિમાની સ્વભાવથી તથા ઔદાર્યના ગુણવૈભવના સમૂહથી શોભારૂપ છે. સં. ૨૦૬૦ના ચાતુર્માસાર્થે અત્રે બિરાજિત પ.પૂ.આ. ભ. શ્રીમદ્ વિજય વરબોધિસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પંન્યાસ શ્રી કુલબોધિવિજયજી મ.સા., પ.પૂ. મુનિરાજ શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા., પ.પૂ. મુનિ શ્રી પદ્મબોધિવિજયજી મ.સા. આદિ ઠાણા-૭ની નિશ્રા તથા પ.પૂ. મુનિ શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની ૯૮મી વર્ધમાનતપની ઓળીનાં પારણાંના લાભની અનુમોદનાર્થે ‘તેજ તવારીખ’ ગ્રંથમાં ‘મહેતા પરિવાર’ના સદસ્યો હૃદયના ભાવો વ્યક્ત કરે છે કે : આવા ઉપકારી ગુરુ ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારથી અમારા દૈનંદિની જીવનમાં ધર્મની આરાધના અને ગુરુવર્યોનો સત્સંગ વધ્યો છે. આવા પરિવાર સહિત દીક્ષિત થનાર આવા પૂજનીય ગુરુદેવો-ગુરુણીઓ આ ભવમાં ઉપકારી તરીકે અમને મળ્યાં છે તે અમારું પરમ સૌભાગ્ય છે. ભવાંતરમાં પણ તેમનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય તેવી મનોકામના છે. આ જીવ તિર્યંચલોક, પ્રાણીલોક, દેવલોકના ભ્રમણ કરતાંકરતાં મનુષ્યલોકમાં આવ્યો છે. આ મૃત્યુલોક જ મોક્ષે જવાની બારી છે ને પરમોપકારી ગુરુભગવંતો સ્વ–પરના કલ્યાણાર્થી છે. શ્રી જિનેશ્વર ભગવંતની અપાર કૃપાથી પૂજ્યશ્રીનું શરણ અમોને મળતું જ રહે તેવી આકાંક્ષા-અભિલાષા છે. મહારાષ્ટ્ર દેશે, શાહપુર સાવરોલીનગરે શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ માનસ મંદિરમ્ આજથી વીસેક વર્ષ પૂર્વે વર્ધમાન તપોનિધિ સ્વ. પૂ.આ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના મનમાં એક અદ્ભુત વિચાર ઉદ્ભવ્યો હતો કે, એક એવું સંકુલ ઊભું થાય, જેમાં સમગ્ર જિનશાસનનાં તમામ અંગોનો પરિચય કરાવાય. જૈનો, અજૈનો અને દુનિયાભરનાં લાખો લોકો દર્શને આવે. તેમની સામે મૉડેલો, ચિત્રો, ચાર્ટો અને રચનાઓ દ્વારા જૈનદર્શનની વિવિધતાઓને હાઇલાઇટ્સ કરવી. દેશપરદેશથી પ્રતિવર્ષ લાખો માણસો જૈનીઝમ જાણવા, માણવા આવે અને જૈનધર્મ પ્રત્યે, અહોભાવ પામી જાય અને વિશ્વમાં શાસનનાં અનેક સુકૃતોની સુવાસ પ્રસરતી થાય. આ અનુપમ વિચારને સાકાર કરવા શહાપુર (જિ. થાણા) હાઇવેથી ૨ કિ.મી. દૂર ચારેકોર વિરાટ પહાડોની વચ્ચોવચ વહેતી નદીના કિનારે એક ગિરિશિખર પર આ તીર્થનું નિર્માણ થઈ ચૂક્યું છે. તાજેતરમાં અમે ચાતુર્માસાર્થે બિરાજમાન ૫.પૂ. મુનિવર્ય શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની વર્ધમાનતપની ૯૭મી ઓળીનાં પારણાં નિમિત્તે મોટી બોલીની ઉછામણી લઈને ધામધૂમપૂર્વક ઉજવણી ગૃહ આંગણે પધરાવીને કરાવી તપની અનુમોદનાનો લાભ લીધેલ છે. જ્યેષ્ઠપુત્ર પારસમલજીના સહધર્મચારિણી અ.સૌ. ગુણીબહેન પણ પોતાનાં સાસુજી અને પતિદેવને ધર્મમાં મંત્રીની જેમ સાથ-સહકાર આપે છે. સંઘની બહેનોમાં સાસુજી–વહુજીની જોડી ખૂબ જ આગળ પડતી, દાન, શીલ અને તપધર્મની આરાધનાથી, ઉદારતાથી, સરળતાથી તેમ જ્યાં ૭૪X૭૬નો વિરાટ રંગમંડપવાળો જિનપ્રસાદ શોભી રહ્યો છે. ભગવાન આદિનાથની ૬૩’ (પંચધાતુ ૨૮૦૦ કિલો) આહ્લાદક ચમત્કારિક પ્રતિમા બિરાજમાન છે. આ વર્ષે જય તળેટી જિનાલય, સમોવસરણ જિનાલય તથા શ્રી શાંતિનાથ જિનાલયમાં પણ પરમાત્માનાં બિંબોની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. પાટપરંપરાના આચાર્ય ભગવંતો સહિત સુવર્ણમંડિત ગણધર મંદિર શોભી રહ્યું છે. ૨૪ રૂમ અને ૬ હોલ ધરાવતી વિશાળ ધર્મશાળા, એટલી જ વિશાળ ભોજનશાળામાં હજારો ભાવિકો લાભ લઈ રહ્યાં છે. બબ્બે નદીઓની મધવચાળે સોળે કળાએ ખીલેલ કુદરતના ખોળે રમતાં દેવસંકુલોમાં આરાધના-સાધના અને યાત્રા કરવા એકવાર પધારો. અનેકવિધ વિશેષતા ધરાવતા આ તીર્થમાં પધારવા અમારું આપને ભાવભર્યું આમંત્રણ છે. લિ. શ્રી શત્રુંજય તીર્થધામ ભુવનભાનુ માનસ મંદિરમ્ ટ્રસ્ટ મુંબઈ-સંપર્ક : સમીરભાઈ ઝવેરી, ૧૮, ભાગ્યલક્ષ્મી, કેનેડી બ્રીજ, પેરા હાઉસ, મુંબઈ-૪૦૦ ૦૦૪, ફોન : ૨૩૮૦૮૬૨૧ તીર્થસ્થળ : શહાપુર, સ્ટે. આસનગાંવ, સાવરોલી ફાટક પાસે, માહૂલી રોડ, જિ. થાણા, મહારાષ્ટ્ર. ફોન : (S.T.D. 2527) (L.C. 952527) 272398, 273814, 271099, Fax : 270371 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy