SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ नेमिशतकम् • १०१ વધુમાં રાજીમતીના મુખને ક્રીડા સરોવરનું અપાયેલું રૂપક પણ અત્યંત મનોહર છે. ‘રાજીમતીનું મુખ ક્રીડાસરોવ૨ છે. જેમાં નેત્રરૂપી ઉત્પલ ખીલ્યા છે. બ્રૂયુગરૂપી ભ્રમરો છે. કામદેવરૂપી હંસને વિલાસ કરવા માટે યૌવને તેનું નિર્માણ કર્યું છે.' (૧૭) દશનની ગૌ૨કાંતિ અને અધરની અરુણકાંતિનું સંમિલન જોઈને કવિશ્રીની કલ્પના અનેક વિરોધાભાસના આદર્શમાં પ્રતિબિંબિત થઈ છે. (પદ્ય-૧૮-૧૯) રાજીમતીના અધરનો રસ-આસ્વાદ અતિશયોક્તિ દ્વારા વર્ણવ્યો છે. (પદ્ય-૨૧) ‘જ્યાં લવણ હોય ત્યાં જ લાવણ્ય હોય છે. જ્યાં વ્યક્તિ હોય ત્યાં જ તેની જાતિ (ગુણ) હોય, પોતે લવણ ન હોવા છતાં લાવણ્યનું ગ્રહણ કરીને આ નિયમનું ખંડન રાજીમતીના અધરોએ કર્યું છે.’ (૨૨) અધરની વિવર્ણના કર્યા બાદ કવિની દૃષ્ટિ તે બાલાના નયનો પર સ્થિર થઈ છે. ‘રાજીમતીના નયનની ભવાં મન્મથના રમ્ય ધનુષ્ય છે. કટાક્ષો બાણાવલી છે. તેના દ્વારા મન્મથ માટે કોઈ અવધ્ય નથી.’ (૨૩) ચંદ્રસમાન લલાટની વિવર્ણનામાં અત્તી અને દ્દોષાાર શબ્દો દ્વારા વિરોધાલંકારની આકર્ષક ગૂંથણી થઈ છે. (૨૪) ‘રાજીમતીના કુટિલ કેશપાશ એ મનોભવની ચંદ્રહાસ તલવાર છે. ત્રણ જગતને જીતવા માટે કલ્પેલી આ તલવાર હંમેશા કોશ (મ્યાન) વિનાની હોવાથી શોભે છે.’ (૨૭) ‘મુખેન્દ્વના ઉદયથી અંધકાર નાશી ગયો અને તેના કુંતલોમાં જઈને વસતિ કરી. ખરેખર, જ્યાંથી ભય ઉત્પન્ન થયો ત્યાં જ શરણ મળ્યું !' (૨૮) શ્યામલ કેશપાશ માટે કવિ મંજુલ કલ્પનાઓને હજુ વધુ આગળ લઈ જાય છે. ‘વંશાધઃ સુધી લટકતો તેનો કેશહસ્ત એ નિતમ્બની રક્ષા માટેનો નાગરાજ છે.’ (૨૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy