SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧) નેમિશતવમ્ પ્રાસાદિક અને માધુર્યપૂર્ણ સંસ્કૃત ભાષામાં વિરચિત અજ્ઞાતકર્તક આ શતક ૧૧૭ પદ્યનું છે. શૃંગારરસની પ્રધાનતાની સાથે મંજુલ પદાવલીઓએ કવિની કલાત્મકતાને અદ્ભુત રીતે શોભાવી છે. સહૃદયો માટે આ શતક હૃદયંગમ કલ્પનાઓના પ્રદર્શનમેળા જેવું છે. અહીં કથા વસ્તુ સર્વથા ગૌણ રહી છે. “નેમિનાથપ્રભુના લગ્ન, પાછું વળવું, રાજીમતીનો વિલાપ, દીક્ષા અને બન્નેને મોક્ષે જવું' આ કથાંશોનું અત્યંત સંક્ષિપ્ત આલેખન કરીને કવિશ્રીએ કાવ્યત્વને જ પ્રાધાન્ય આપ્યું છે. કવિશ્રીની કેટલી કાવ્યપ્રસાદીનું આચમન કરીએ પ્રથમ યોગ્ય ભૂમિકા બાંધીને પથી ૧૨ પદ્યમાં નેમિનાથપ્રભુને લગ્ન માટે કૃષ્ણએ કરેલી વિનંતિ અને નિરાગી પરમાત્માની અનુમતિનું વર્ણન છે. ત્યારબાદ રાજીમતી કન્યાના રૂપ વર્ણનમાં કાવ્યત્વ ઝંકૃત થયું છે. રૂપવર્ણનના પ્રથમ પદ્યમાં જ લાવણ્યને આપેલું તરુનું રૂપક મનોરમ છે. 'यदिय लावण्यतरुः प्रवृद्ध:, प्रफुल्लितो लोचनकैरवेण। प्रत्यग्रहस्ताग्रसुपल्लवोऽयं, पीनस्तनाभ्यां फलितो रराज ॥१३॥' પ્રવાહિત વર્ણનમાં પણ કવિશ્રીએ યમક અને અનુપ્રાસનું પ્રયોજન કરવા છતાં રસપક્ષ જરા પણ ખંડિત થયો નથી. ‘સુધારાધાર વરાધાધરા (૨૪)' રાજીમતીના “વદન ને ઉàક્ષાની સાથે વ્યતિરેક કે અતિશયોક્તિઓથી શણગાર્યું છે. બ્રહ્માએ પીયૂષરસ ગાળીને આ રાજમતીના વદનનું સર્જન કર્યું અને શું બાકી રહી ગયેલા મલિન પદાર્થમાંથી આ ચંદ્રનું નિર્માણ કર્યું જેથી એ કલંકિત રહ્યો છે?” (૧૫) “અને રાજીમતીના વદનને ચંદ્રની ઉપમા આપવી એ તો માત્ર વચન વિલાસ છે. ચંદ્રને તો રાહુ ગળી જાય છે.” (૧૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy