SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ તર્કરહસ્યદીપિકા वधानं विदधानैर्निशम्यते, तंदा वयं भवतां सर्वं दर्शयामः । 442. પરવાદીઓ- અરે જૈનો, જિનશાસન પ્રત્યેના અનુરાગના કારણે આપ મિથ્યા અને અસંબદ્ધ બડબડાટ કરો છો કે અમારા મતોમાં પૂર્વાપર અસમ્બદ્ધતા છે, પૂર્વાપર વિરોધ છે. કોઈનાં મત ઉપર આ રીતે મિથ્યા આક્ષેપ કરવો આપના માટે શોભાસ્પદ નથી. અમારા મતો તો પૂર્ણચન્દ્રની ધવલ ચાંદની જેવા દૂધે ધોયેલા શુદ્ધ, સ્વચ્છ તથા નિર્દોષ છે, તેમનામાં વિરોધની કાલિમાં જરા પણ નથી. આપ ગમે તેટલું સૂક્ષ્મનિરૂપણ કરો પરંતુ આપને ક્યાંય પણ વિરોધ કે અસંબદ્ધતા લેશ માત્ર પણ જોવા નહિ મળે. તેથી આ પૂર્વાપર વિરોધનો આક્ષેપ અમારા મતો ઉપર કરવાનું આપ જૈનો છોડી દો. જૈનઅરે પરમતવાદીઓ, જો આપ સૌ પોતપોતાના મત પ્રત્યેનો મિથ્યા પક્ષપાત છોડીને તટસ્થપણે નિરભિમાની બનીને આપની બુદ્ધિ અને પ્રતિભાનાં કમાડ ખોલીને ધ્યાનથી સાંભળવા ઇચ્છતા હો તો અમે એક પછી એક સમસ્ત વિરોધોને દર્શાવીએ છીએ. 443. તથાદિ પ્રથ૬ તાવત્તાથાસંમતે પૂર્વોપરીવરથ દ્ધાવ્યતે | पूर्वं सर्वं क्षणभङ्गुरमभिधाय पश्चादेवमभिदधे “नाननुकृतान्वयव्यतिरेकं વરVi, નાર વિષય:" [ ] રૂતિ મયમર્થ - જ્ઞાનમાર્ગે सत्येवोत्पद्यते न पुनरसतीत्यनुकृतान्वयव्यतिरेकोऽर्थो ज्ञानस्य कारणम् । यतश्चार्थाज्ज्ञानमुत्पद्यते तमेव तद्विषयीकरोतीति । एवं चाभिदधानेनार्थस्य क्षणद्वयं स्थितिरभिहिता । तद्यथा-अर्थात्कारणाज्ज्ञानं कार्यं जायमानं द्वितीये क्षणे जायते न तु समसमये कारणकार्ययोः समसमयत्वायोगात् । તબ્ધ જ્ઞાનં વનવાર્થ વૃતિ નાપરમ “નાર વિષય:” [ ] इति वचनात् । तथा चार्थस्य क्षणद्वयं स्थितिर्बलादायाता सा च क्षणक्षयेण विरुद्धेति पूर्वापरविरोधः । 443. સૌપ્રથમ અમે બૌદ્ધ મતની કેટલીક અસંબદ્ધ અને પૂર્વાપર વિરુદ્ધ વાતોનું કથન કરીએ છીએ. બૌદ્ધો પહેલાં તો જગતની સર્વ વસ્તુઓને ક્ષણિક કહીને પછી કહે છે, “જે વસ્તુ કાર્ય સાથે અન્વય અને વ્યતિરેક ધરાવતી નથી તે કારણ હોઈ શકે નહિ, જે વસ્તુ જ્ઞાનનું કારણ નથી હોતી તે જ્ઞાનનો વિષય પણ નથી હોતી.'[ ] આનો અર્થ આ છે – અર્થ હોય તો જ્ઞાન ઉત્પન્ન થાય છે, અર્થ ન હોય તો જ્ઞાન ઉત્પન્ન થતું નથી. આમ જ્ઞાનની સાથે અન્વય અને વ્યતિરેક ધરાવતો હોવાના કારણે અર્થ જ્ઞાનનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy