SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૭૫ કામ તો મહાસાગરને તરવા જેવું અસંભવ છે. તેથી સારભૂત ઉપયોગી વિષયોનું આ પ્રકરણમાં નિરૂપણ કર્યું છે. જૈનદર્શનના સર્વ વક્તવ્યના મૂલ વક્તા સર્વજ્ઞ છે, તેથી તેમાં દોષની કાલિમા હોઈ શકે જ નહિ. આ અમે જે નિરૂપણ કર્યું છે તે પણ તે સર્વજ્ઞ પુરુષના વચનાનુસાર જ છે, એટલે તેમાં પણ કોઈ પણ રીતે દોષની સંભાવના નથી. આ જૈનદર્શનની જીવ-અજીવાદિવિષયક ગહનતમ સૂક્ષ્મ ચર્ચાઓમાં ક્યાંય પણ પૂર્વાપર વિરોધ જણાતો નથી. પહેલાં કંઈ કહેવામાં આવે અને પછી કંઈ ઊલટું જ કહેવામાં આવે ત્યારે પૂર્વાપર વિરોધ થાય છે. પરંતુ જૈનદર્શનમાં તો પહેલાં અને પછી સર્વત્ર પ્રમાણસિદ્ધ અબાધિત સુસંબદ્ધ વસ્તુનિરૂપણ છે. તાત્પર્ય એ કે જેમ અન્ય મતોનાં મૂલશાસ્ત્રોમાં પહેલાં કંઈ કહ્યું અને પછી કંઈ ઊલટું જ કથન કર્યું હોવાથી પૂર્વાપર વિરોધ છે તેમ જૈનદર્શનમાં કેવલી ભગવાન દ્વારા પ્રણીત દ્વાદશાંગમાં તથા તેમના આધારે રચાયેલા ઉત્તરકાલીન ગ્રન્થોમાં ક્યાંય પણ પૂર્વાપર વિરોધ દેખાતો નથી. સૂક્ષ્મદૃષ્ટિથી સારી રીતે વિચારતાં જૈનદર્શન આગળ પાછળ સર્વત્ર નિર્વિરોધ પ્રતીત થાય છે, તેનું કથન સર્વત્ર સુસંબદ્ધ છે. અન્ય મતોના મૂલ શાસ્ત્રગ્રન્થો જ જયારે પૂર્વાપર વિરોધોથી ઉભરાય છે ત્યારે ઉત્તરકાલીન વિપ્રલંભક પંચક લોકોએ રચેલા ગ્રન્થોની તો વાત જ શી કરવી ? અન્ય મતોમાં કેટલીક વાર સહૃદય વિદ્વાનોનાં મનને હ૨ના૨ જે સુંદર વચનો સાંભળવામાં આવે છે તે બધાં વચનો વસ્તુતઃ જિનવચનામૃતરૂપી સમુદ્રમાંથી કાઢી કાઢીને પોતાના ગ્રન્થોમાં સંગૃહીત કરી તે મતવાદીઓ પોતાની જાતને ખોટી બહુ મોટી માને છે. આમ પરમતવાદીઓ તે ઉઠાવી લઈ આવેલાં પારકાં સુંદર મનોહારી વચનોના બળ પર પોતાનાં શાસ્ત્રોને વ્યર્થ જ બહુ મહત્ત્વવાળાં દર્શાવે છે. શ્રી સિદ્ધસેન દિવાકરે સ્પષ્ટ કહ્યું છે કે “હે ભગવન્, એ વાત સુનિશ્ચિત છે કે પરશાસ્ત્રોમાં જે કંઈ થોડીઘણી સૂક્તિઓની સમૃદ્ધિ ચમકે છે તે સઘળી આપની જ છે. પરશાસ્ત્રોની સૂક્તિઓ તો ચૌદ પૂર્વોરૂપી યા જિનવચનરૂપી સમુદ્રમાંથી ઉછળેલાં બુંદો છે. તેથી જિનપ્રવચન જ સૂક્તિઓ તથા સુયુક્તિઓનો મહાસાગર છે અને તેથી જગત માટે પ્રમાણ છે. જલબિન્દુઓનો સૌથી મોટો ભંડાર મહાસાગર છે એ વાત જગપ્રસિદ્ધ છે અર્થાત્ આખું જગત એમાં પ્રમાણ છે.’ [દ્વાત્રિંશદ્વાત્રિંશિકા]. 442. અત્ર પરે પ્રાદુ:- અદ્દો આર્દ્રતા:, અર્હમહિતતત્ત્વાનુશિમિયુંष्माभिरिदमसंबद्धमेवाविर्भावयांबभूवे यदुत युष्मद्दर्शनेष्वपि पूर्वापरयोर्विरोधोऽस्तीति । न ह्यस्मन्मते सूक्ष्मेक्षणैरीक्षमाणोऽपि विरोधलेशोऽपि क्वचन નિરીક્ષ્યતે, અમૃતાનિ રવિ હ્રાહિમેતિ શ્વેત્ । વ્યતે। મો, स्वमतपक्षपातं परिहृत्य माध्यस्थ्यमवलम्बमानैर्निरभिमानैः प्रतिभावद्भिर्यद्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy