SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૨ તર્કરહસ્યદીપિકા થઈ નિત્ય પરમાનન્દનો અનુભવ કરે છે.” આ શ્રુતિ મોક્ષમાં નિત્ય પરમાનન્દનું સ્પષ્ટ પ્રતિપાદન કરે છે. સ્મૃતિમાં પણ કહ્યું છે કે “જ્યાં ઇન્દ્રિયો વડે અગ્રાહ્ય એવું અતીન્દ્રિય અનન્ત સુખ હોય છે તેને જ મોક્ષ જાણવો. આ અતીન્દ્રિય સુખ કેવલ બુદ્ધિગ્રાહ્ય છે. આવો આ મોક્ષ આત્મજ્ઞાનરહિત મૂઢ સંસારી જીવોને પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે.” આ સ્મૃતિવચનથી પણ મોક્ષ સુખમય છે એમ સમજવું જોઈએ. આમ મોક્ષની આનન્દમયતા સિદ્ધ થઈને સ્થિર થઈ. 258. ૩ત્ર સારા વૃવતે શુદ્ધચૈતન્યસ્વરૂપોષ્ય પુરુષ:, તૃપાચ कुब्जीकरणेऽप्यशक्तत्वादकर्ता, साक्षादभोक्ता, जडां प्रकृति सक्रियामाश्रितः । अज्ञानतमश्छन्नतया प्रकृतिस्थमपि सुखादिफलमात्मनि प्रतिबिम्बितं चेतयमानो मोदते मोदमानश्च प्रकृति सुखस्वभावां मोहान्मन्यमानः संसारमधिवसति । यदा तु ज्ञानमस्याविर्भवति 'दुःखहेतुरियं न ममानया सह संसर्गों युक्तः' इति, तदा विवेकख्यातेर्न तत्संपादितं कर्मफलं भुङ्क्ते । सापि च 'विज्ञातविरूपाहं न मदीयं कर्मफलमनेन भोक्तव्यम्' इति मत्वा कुष्ठिनीस्त्रीवद्रादवसर्पति । तत उपरतायां प्रकृतौ पुस्खस्य स्वरूपेणावस्थानं मोक्षः । स्वरूपं च चेतनाशक्तिरपरिणामिन्यप्रतिसंक्रमा प्रतिदर्शितविषयानन्ता च अतस्तद्युक्त एव मुक्तात्मा न पुनरानन्दादिस्वभावः, तस्य प्रकृतिकार्यत्वात्, तस्याश्च जीवनाशं नष्टवात् । 258. સાંખ્યો કહે છે–પુરુષ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. તે તણખલાનેય વાળવાની શક્તિ ધરાવતો ન હોઈ અકર્તા છે. તે ભોક્તા પણ સાક્ષાત નથી પરંતુ કર્ની જડ પ્રકૃતિ દ્વારા જ તે ભોક્તા છે. તે અજ્ઞાનાન્ધકારથી વ્યાપ્ત હોવાથી પ્રકૃતિમાં જ થનારાં સુખાદિફળોને પોતાનામાં પ્રતિબિંબિત થવાના કારણે પોતાના જ માનીને પોતાને સુખી માને છે, અને ખુશ થતો તે સુિખ-દુઃખ-મોહસ્વભાવા] પ્રકૃતિને મોહથી – અજ્ઞાનથી કેવળ સુખસ્વભાવા માનતો સંસારચક્રમાં પડ્યો છે. જ્યારે તેને આ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે કે “અરે, આ પ્રકૃતિ તો દુઃખનું કારણ છે, મૂળ છે, મારો તેની સાથે સંબંધ ઉચિત નથી ત્યારે આ ભેદજ્ઞાન યા વિવેકજ્ઞાન થવાના કારણે તે પ્રકૃતિ દ્વારા લાવવામાં આવેલાં કર્મફળોને ભોગવતો નથી. પ્રકૃતિ પણ જયારે એક વાર જાણી જાય છે કે “આ પુરુષ મારાથી વિરક્ત થઈ ગયો છે, તેણે મને કુરૂપ જાણી લીધી છે અને હવે તે મારા વડે લવાયેલાં કર્મફળો ભોગવવાનો જ નહિ” ત્યારે તે કોઢવાળી સ્ત્રીની જેમ પોતે જ પુરુષની પાસે નથી જતી, તે પોતે જ પુરુષથી દૂર, અલગ થઈ જાય છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy