SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ તર્કરહસ્યદીપિકા प्रतिज्ञाहेतुदृष्टान्तोपनया निगमस्तथा । अवयवाः पञ्च तर्कः संदेहोपरमे भवेत् ॥२७॥ यथा काकादिसंपातात्स्थाणुना भाव्यमत्र हि । ऊर्ध्वं संदेहतर्काभ्यां प्रत्ययो निर्णयो मतः ॥२८॥ युग्मम् ॥ 70. હવે આચાર્ય અવયવ, તર્ક તથા નિર્ણય એ ત્રણના સ્વરૂપનું નિરૂપણ કરે છે– પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમન એ પાંચ અવયવો છે. સંદેહનો નાશ થતાં તર્ક થાય છે, જેમ કે કાગડા આદિને તેની ઉપર ઊતરી આવીને બેસતા જોઈને “આ વૃક્ષનું ઠૂંઠું હોવું જોઈએ એવું ભવિતવ્યતાનું અર્થાતુ સંભાવનાનું થતું જ્ઞાન તર્ક છે. સંદેહ અને તર્ક પછી જે નિશ્ચય થાય છે તેને નિર્ણય કહે છે. (૨૭-૨૮) યુગ્મ. 71. વ્યારા- અવયવ પરું, તો પ દ પ્રતિજ્ઞા હેતુષ્ટાન ૩૫નો निगमशब्देन निगमनं चेति । तत्र प्रतिजा पक्षः धर्मधर्मिवचनं, कृशानुमानयं सानुमानित्यादि । हेतुः साधनं लिङ्गवचनं, धूमवत्त्वादित्यादि । दृष्टान्त उदाहरणाभिधानं, तद्विविधं, अन्वयमुखन व्यतिरेकमुखेन च । अन्वयमुखेन यथा, यो यो धूमवान्, स स कृशानुमान्, यथा महानसमित्यादि । व्यतिरेकमुखेन यथा, यो यः कृशानुमान भवति, स स धूमवान्न भवति, यथा जलमित्यादि । उपनयो हेतोरुपसंहारकं वचनम्, धूमवांश्चायमित्यादि । निगमनं हेतूपदेशेन साध्यधर्मोपसंहरणम्, धूमवत्त्वात्कृशानुमानित्यादि। _71. શ્લોકવ્યાખ્યા– અવયવો પાંચ છે. કયા પાંચ? આચાર્ય ઉત્તર આપે છે – પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમ અર્થાત્ નિગમન. તે પાંચમાં જે પ્રતિજ્ઞા છે તે પક્ષ પણ કહેવાય છે. ધર્મ અને ધર્મીના સમુદાયનું કથન પ્રતિજ્ઞા કહેવાય છે, જેમ કે આ પર્વત અગ્નિવાળો છે.” હેતુ એટલે સાધન. લિંગના કથનનું નામ હેતુ છે, જેમ કે ધૂમવાળો હોવાથી' ઇત્યાદિ. ઉદાહરણરૂપ કથનને દૃષ્ટાન્ત કહે છે. ઉદાહરણનું કથન અન્વયરૂપે તથા વ્યતિરેકરૂપે એમ બે રીતે કરાય છે. “જે જે ધૂમવાળો છે તે અગ્નિવાળો છે, જેમ કે રસોડું આ કથન અન્વયમુખથી છે. “જે અગ્નિવાળો નથી તે ધૂમવાળો પણ નથી, જેમ કે જલ' આ કથન વ્યતિરેકમુખથી છે અર્થાત વ્યતિરેકાત્મક છે. હેતુનો ઉપસંહાર કરનારા વચનને ઉપનય કહે છે, જેમ કે “આ પણ ધૂમવાળો છે' એવું કથન. હેતુના કથન સાથે સાધ્ય ધર્મના ઉપસંહારને – પુનરુક્તિને નિગમન કહે છે, જેમ કે કેમ કે આ પણ ધૂમવાળો છે એટલે અગ્નિવાળો છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy