SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–મહાવીર–તીર્થ માં કેણિકનું....અને ધર્મશ્રવણ કથાનક: સૂત્ર ૩૨૦ સ્નાન માટેની ચોકી પર સુખપૂર્વક બેસી સુગંધી શુદ્ધ પુપરસ મિશ્રિત જળથી પુન: પુન: સુખદાયક સ્નાન વિધિપૂર્વક કર્યું. સ્નાન કરીને ત્યાર પછી અનેક સેંકડો કલ્યાણકારી કૌતુક મંગળ વિધિ વિધાન કર્યા, ત્યાર પછી રુંછાવાળા સુકોમળ કાષાય સુગંધીદાર વસ્ત્રથી શરીર લૂછયું, પારસ સુગંધી ગોરોચન અને ચંદનનો લેપ કર્યો, અખંડ નિર્મળ મહામૂલ્યવાન વસ્ત્રરત્ન પહેર્યું, પવિત્ર માળા ધારણ કરી, કેશર આદિ વિલેપન લગાડયાં, મણિજડિત સુવર્ણનાં આભૂષણો, હાર, અર્ધહાર, ત્રણ સેરનો હાર, લાંબાં લટકનાં કટિસૂત્ર આદિથી શરીરને અલંકૃત કર્યું, ગળામાં શૈવેયક, આંગળીઓમાં વીંટીઓ પહેરી, ઉત્તમ કંકણો અને બાજુબંધ દ્વારા ભુજાઓ શણગારી. મુદ્રિકાના પ્રકાશથી તેની આંગળીઓ સોનેરી ચમકી રહી હતી, કુંડળીથી મુખ પ્રકાશી રહ્યું હતું, મુકુટથી તેનું મસ્તક ઝગારા મારતું હતું, હારોથી લદાયેલ તેનું વક્ષ:સ્થળ સુંદર રમણીય પ્રતીત થતું હતું. એક લાંબુ લટકતું વસ્ત્ર તેણે ઉત્તરીય રૂપે પહેર્યું હતું, સુયોગ્ય શિલ્પીઓ દ્વારા મણિસુવર્ણરત્નના સુયોગથી નિર્મિત વિમળ અને મહાઈ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, પ્રશસ્ત, ચમકતાં વીરવલય-કંકણવિશેષ તેણે ધારણ કર્યા હતાં. વધુ શું કહેવું ? તે રાજા આવા પ્રકારની વેશભૂષા અને શૃંગારથી જાણે કે મૂર્તિમંત્ર કલ્પવૃક્ષ હોય તેવો જણાતો હતો. કરંટ પુષ્પોથી માળાથી યુક્ત [વાચનાન્તરે આવો પાડ છે-મિંગળવર્ણ અભ્રપટલ સમાન પ્રકાશમાન, અત્યંત શાંતિદાયક ચન્દ્ર મંડળ સમાન પ્રભાવાળું, સેંકડો માંગલિક આકૃતિઓ ચીતરેલ, મણિસુવર્ણમય ઘુઘરીઓની માળાઓથી સજાવેલ, ચારે બાજુ લટકની સુવર્ણ ઘંટાઓ દ્વારા નીકળતા કર્ણપ્રિય મધુર મંદ-મંદ સુરવાળું, પ્રતયુક્ત લટકતી શ્રેષ્ઠ મોતીની માળાથી વિભૂષિત, નરેન્દ્રની ભુજા યુગલના પ્રમાણ જેટલા વિસ્તાર જેટલું ગોળાકાર, ઠંડી, ગરમી, વાયુ અને વર્ષોથી જન્મતા વિષદોષનો નાશ કરનાર, સઘન તમરજ, મલપટલનો નાશ કરવા સમર્થ પ્રભાયુક્ત, ચન્દ્ર જેવું સુખદ અને કલ્યાણકારી, માંગલિક છાયા યુક્ત, વૈડૂર્યમણિના દંડવાળું, વજરત્નની બસ્તિ અને જ્યોતિષરત્ન ખચિત એક હજાર આઠ આરાઓ યુક્ત, અતીવ નિર્મળ રજતમય આચ્છાદન વસ્ત્રવાળું, નિપુણ શિપીઓ દ્વારા રચેલું, શણગારેલું, સંકારાયેલું, દેદીપ્યમાન મણિરત્નો દ્વારા અંધકારનો નાશ કરનાર, સૂર્યકિરણોનો તિરસ્કાર કરનાર અને સૂર્ય કિરણના પ્રત્યાવર્તનથી ધવલ કિરણ રસમૂહ છોડતું, તિબંડયુક્ત સુશોભિત આતપત્ર.] છત્ર ધારણ કરીને, અને ચાર પ્રકારના ડોલતા ચામર સાથે [ પાઠાન્તરે–શ્રેષ્ઠ ગિરિનિકુંજોમાં વિચરણ કરવાથી અત્યંત પ્રસન્ન અને અનુપત ચમરી ગાયોના પૃષ્ઠભાગમાંથી—પૂંછડામાંથી બનાવેલ, નિર્દોષ, અપ્લાન, શ્વેતકમળ સમાન નિર્મળ, ઉદીત ચમકતા, રજતગિરિ-વૈતાઢય પર્વતના શિખર; વિમલ ચન્દ્રકિરણો કે ચાંદી સમાન નિર્મળ, વાયુની પ્રેરણાથી ચપળ બનેલ, મનોહર હલકી હલકી લહરીઓ-તરંગો સમાન નૃત્ય કરતા અને મહાકલ્લોલના કારણે વિસ્તૃત દેખાતા ક્ષીરસાગરના ઉત્તમ પ્રકૃષ્ટ પ્રવાહ જેવા ચંચળ, માનસ સરોવરના પરિસરમાં નિવાસ કરનાર તથા નિર્મળ વેશવાળી, સુમેરુ પર્વતના શિખર પર આશ્રય લેનારી, ઉપતન-નિપતનમાં અતીવ ચપળ, કતગતિએ ઊડનારી હંસિનીઓ જેવા શોભતા, વિવિધ પ્રકારનાં મણિ-રત્નો અને સુવર્ણથી રચિત મહામૂલ્યવાન, તપનીય સુવર્ણ સમાન રાતી આભાવાળા, દેદીપ્યમાન ચિત્રાંકનોથી યુક્ત, દીપ્તમાન દાંડીઓવાળા, નરપતિની શ્રી અને અભ્યદયને પ્રકાશિત કરનાર શ્રેષ્ઠ પાટણ-નગરોના શિલ્પીઓ દ્વારા નિર્મિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy