SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થ માં કેણિકનું...... અને ધર્મ શ્રવણ કથાનક : સૂત્ર ૩૨ ૦ રજાવ્યાં, સજાવીને જ્યાં વાહનશાળા (અશ્વો વ. ને રાખવાનું સ્થળ) હતી ત્યાં આવ્યો, આવીને વાહનશાળામાં પ્રવેશ્યો, પ્રવેશીને યોગ્ય વાહનોનું નિરીક્ષણ કર્યું, નિરીક્ષણ કરીને વાહનોને નવડાવ્યાં, નવડાવીને વાહનશાળામાંથી બહાર લાવ્યો, બહાર લાવીને તેમને થપથપાવ્યા, થપથપાવીને તેમને પર ફૂલ નાખી, ફૂલ નાખી તેમને શણગાર્યા, શણગારી આભૂપણોથી અલંકૃત કર્યા, અલંકૃત કરી તેમને થાનોમાં જોડ્યા, જોડીને ચાબુક અને લગામો ધારણ કરનાર હાંકનારાઓને ગોઠવ્યા, ગઠવીને યાનોને જવાના રસ્તા પર લઈ આવ્યા, લાવીને જ્યાં સેનાનાયક હતો ત્યાં આવી તેની આશા પૂર્ણ કર્યાની તેને જાણ કરી. ત્યાર પછી સેનાનાયકે નગરરક્ષકને બોલાવ્યું, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય ! તરત જ ચંપાનગરીને અંદર-બહાર સાફ કરાવે. ચાવત્ આશા પૂરી કર્યાની જાણ કરો.' તૈયાર છે, સુભદ્રા વ. રાણીઓ માટે પ્રસ્થાન માટે અલગ યાન જોડીને તૈયાર કરાયાં છે, ચંપાનગરીની અંદર બહાર સાફસુફી કરી, પાણી છાંટી કાવત્ સુગંધથી મહેકની બનાવી છે. હે દેવાનુપ્રિય ! આપ શ્રમણ ભગવાન મહાવીરના અભિનંદન માટે પધારો.' ત્યારે બિંબિસારપુત્ર રાજા કોણિક સેનાનાકની આ વાત સાંભળીને પ્રસન્ન અને સંતુષ્ટ થયા યાવતુ તેનું હૃદય ખીલી ઊઠયું, તે જ્યાં વ્યાયામશાળા હતી ત્યાં આવ્યો, આવીને વ્યાયામશાળામાં પ્રવેશ્યા, પ્રવેશીને અનેક પ્રકારના વ્યાયામ કર્યા જેમકે શરીર વાળવું, ઊછળવું, કૂદવું, કુસ્તી કરવી વ. અને વ્યાયામ કરી શરીરને શ્રમ, પરિશ્રમ આવે. પછી પ્રીણનીય (પ્રીતિજનક), દર્પણીય, બળવર્ધક, મદવર્ધક, કામોદ્દીપક, વૃંહણીય, શરીરને તથા સર્વ ઇન્દ્રિયોને આલાદક એવા શતપાક, સહસ્ત્રપાક સુગંધી તેલ વડે શરીરને ઉબટન કરાવ્યું-અભંગ કરાવ્યું. પછી તૈલચમ (આસન વિશેષ) પર બેસી જેમના હાથપગનાં તળિયાં અત્યંત સુકોમળ અને સુંવાળા હતા, જે છેક-અવસરણ, કલાવિદ્ કાર્યકુશળ, મેધાવી, પોતાના વ્યવસાયમાં પ્રવીણ, અભંગ, પરિમર્દન, ઉબટન દ્રારા ગુણકારી લાભ આપવા સમર્થ હતા એવા સંવાહકમાલીશ કરનાર પુરુષો પાસે હાડકાં માટે સુખપ્રદ, માંરા માટે સુખપ્રદ, ત્વચા માટે સુખપ્રદ, રોમરાજિ માટે સુખપ્રદ એમ ચાર પ્રકારના સંવાહન-માલીશ દ્વારા શરીરને ચંપી કરાવી. આ રીતે વ્યાયામજનિત શ્રમને દૂર કરી તે વ્યાયામશાળામાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યો, આવીને સ્નાનગૃહમાં પ્રવેશ્યો. તે સ્નાનગૃહ મોતીઓની જાળીઓથી મનોરમ્ય, વિવિધ પ્રકારના મણિએ અને રત્નો જડેલ ભૂમિતળવાળું અને વિવિધ પ્રકારના મણિમય-રત્નમય ચિત્રોથી ચિત્રિત દીવાલોવાળું હતું. એવા સ્નાન મંડપમાં પ્રવેશી ત્યારે નગરપાલે સેનાનાયકની તે આશાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને ચંપાનગરીની અંદર અને બહાર સાફસૂફી કરાવી જ્યાં સેનાનાયક હતો ત્યાં આવી તેની આશા પૂરી કર્યાની જાણ કરી. ત્યાર પછી તે સેનાનાયકે બિંબિસારપુત્ર રાજા કોણિકના અભિષેક-હસ્તીને સજજ થયેલો જોયો, અશ્વ-હાથી–૨થ અને પાયદળની બનેલી ચતુરંગિણી સેનાને તૈયાર જોઈ, સુભદ્રા વ. રાણીઓ માટે અલગ-અલગ યથાયોગ્ય યાનાને જોતરેલાં જોયાં, ચંપાનગરીને બહાર અને અંદર વાળીચોળી લીંપીગૂંપી વાવતુ ધૂપસળી જેવી મહેકતી જોઈ-જોઈને તે હષ્ટતુષ્ટ અને પ્રસન્નહૃદય બન્યા અને જ્યાં બિંબિસારપુત્ર કેણિક રાજા બિરાજમાન હતો ત્યાં આવ્યો, આવીને બે હાથ જોડી યાવતુ આ પ્રમાણે નિવેદન કર્યું આપ દેવાનુપ્રિય માટે આભિષેકક્ય હસ્તીરત્ન સજ્જ છે, અશ્વાદિ ચતુરંગિણી સેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy