SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ www ધર્મ કથાનુયાગ—મહાવીર–તીમાં ક્રાણિકનુ અને ધર્મ શ્રવણ કથાનક ઃ સૂત્ર ર૧ ચાકરો તથા પગે ચાલનારાઓથી ઘેરાઈને ક્રમશ: આગળ ચાલવા લાગ્યા. ત્યાર બાદ અનેક લાઠીધારીઓ, ધનુર્ધારીઆ, ચામરધારીઓ, પાશધારીએ, પુસ્તકધારીઓ, ફલક ધારીઓ પીઠધારી, વીણાધારા, કૂપીધારકા, હડપ્પ (પાનપાત્રા) ધારકો ક્રમશ: આગળ ચાલ્યા. સમૃદ્ધ રાજવંશીઓ દ્રારા સેવાતા, કૃષ્ણ અગર, શ્રેષ્ઠ કુ દુરુક અને ઉત્તમ સુગંધી ચૂર્ણની ફેલાતી સુગંધથી અતિ મનેાહર, લાલિત્યપૂર્વક બન્ને બાજુએ ચાલતા ચાર ચામરો દ્વારા સુખદ વાયુથી વિજાતા અંગાવાળા ] લેાકા દ્વારા કરાતા મંગળમય જય જય શબ્દો સાથે તે સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા, નીકળીને અનેક ગણનાયકા, દંડનાયકા, રાજા, ઈશ્વરા, તલવરા, માડંબિકા, કૌટુબિકા, ઈલ્યેા, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, સાવાહા, દૂત, સંધિપાલા આદિથી ઘેરાઈને ધવલ મહામેધ વચ્ચેથી નીકળતાં નક્ષત્રા અને દીપતા તારાની મધ્યે રહેલા ચન્દ્ર જેવા, પ્રિયદશી તે રાજા જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં અભિષેક માટેના ઉત્તમ હાથી હતા, ત્યાં આવ્યા અને આવીને અંજનગિરિના શિખર સમાન તે ગજપતિની ઉપર તે નરપતિ સવાર થયા. ક્રાણિકનું સમવસરણ પ્રતિ ગમન— ૩૨૧. ત્યાર પછી તે બિંબિસારપુત્ર કાણિક રાજા અભિષેક હસ્તી પર બિરાજમાન થયા એટલે તેની આગળ આઠ મગળા ક્રમસર ચાલવા લાગ્યા, તે આ ૨. શ્રીવત્સ, ૩. પ્રમાણે હતા – ૧. સ્વસ્તિક, નન્ત્રાવ, ૪. વમાનક, ૫. ભદ્રાસન, ૬. કળશ, ૭. મત્સ્ય અને ૮. દણ. ત્યાર પછી જળ ભરેલા કળશા, ઝારીએ, દિવ્ય છત્રા, પતાકાઓ, ચામરા સાથે જોતાં જ પ્રસન્ન કરે તેવી દનીય, સુંદર, વાયુમાં લહેરાતી, ઊંચે આકાશને આંબતી વિજય વૈજયન્તી ધ્વજા ક્રમે ચાલી. ત્યાર બાદ ધૈર્ય મણિની પ્રભાથી દેદીપ્યમાન, નિર્મળ દંડયુક્ત, કારટ પુષ્પાની માળાઓથી સુશોભિત,ચન્દ્રમડળ સમાન આભામય, ઊ'ચે ફેલાવેલું નિર્મળ આતપત્ર તથા ઉત્તમ સિંહાસન, શ્રેષ્ઠ મણિરત્નથી વિભૂષિત, પાદુકાઓ યુક્ત પાદપીઠ અનેક નાકર Jain Education International For Private ત્યાર પછી ઘણા દંડી, મુ.ડી (મુંડાવેલાં મસ્તકવાળા), શિખ`ડી ( ચાટીવાળા ), જટાધારીઓ, પિચ્છધારીએ, હાસ્ય પેદા કરનારાએ વિદૂષકા, ડમરકરો ( હલ્લા મચાવનારા ), ચાલુકારા ( ખુશામતિયા ) વાદકરો (વાદવિવાદ કરનારા ), કંદર્પ કરો ( શ્રૃ`ગાર ચેષ્ટા કરનારા ), દવકરો (?), કાત્સુચિતા (ભાંડો) અને ખેલ કરનારા વગેરે વાદ્યો વગાડતા, ગાતા, હસાવતા, નાચતા, બેાલતા, સંભળાવતા, અને રક્ષણ કરતા, [કયાંક પાઠ છે–જોર જોરથી અવાજ કરતા, નિરીક્ષણ કરતા તથા જયજયકાર કરતાં ક્રમે આગળ ચાલ્યા ] કાંક પાયાન્તરે આવી સ’ગ્રહણી ગાથાઓ મળે છે [અસિ ( તરવાર ) ધારી, લાઠીધારી, ભાલાધારી, ચામરધારી, પાશધારી, ફલકધારી, પુસ્તકધારી, વીણાધારી, કુપ્યધારી, હડપ્યધારી, દડી, મુંડી, શિખંડી, પિચ્છધારી, જટાધારી, હાસ અને ક્રીડા કરનારા, દવકર, ચાટુકર, કંદપી, કાત્સુચિતા ગાતા, વગાડતા, નાચતા, હસતા, સ'ભળાવતા, હોહલ્લા મચાવતા ચારે બાજુ જોતા જોતા જય જયકાર કરી રહ્યા. ] ત્યાર પછી ઊંચી એલાદના, વેગવાન, શક્તિ અને સ્મૃતિ વાળા, યુવાન એક સા આઠ અશ્વો અનુક્રમે રવાના થયા. હરિમેલા પુષ્પની કળી અને ચમેલીના ફૂલ જેવી તેમની આંખા હતી, પાપટની ચાંચ જેવી વાંકી, લલિત, ચપળ, ચંચળ, ગતિ હતી, એળંગવુ, કૂદવું, દોડવું, ચતુરાઈથી આગળ નીકળવું, ભૂમિ પર ત્રણ પગ મૂકી ચાલવું, તીવ્ર ગતિથી દોડવુ', ચાલવું Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy