SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ • મારું જીવનવૃત્ત એમના હાથ નીચે ભણ્યાને પણ પાંત્રીસેક વર્ષ વ્યતીત થઈ ગયેલાં અને આંખો પણ નહિ રહેલી. મેં પૂછ્યું કે તમે ક્યારેય લીમલી હતા? તેમણે કહ્યું કે હા. મને તેઓ કહે કે તમે લીમલીમાં સંઘવીઓને જાણો છો ? મેં કહ્યું કે હું પોતે જ સંઘવી છું, અને તમારા હાથ નીચે ભયો પણ છું. મારી સ્થિતિ વિષે તેઓ કશું જ જાણતા ન હતા, એટલે કાંઈક લાઘવદૃષ્ટિથી પૂછ્યું કે અત્યારે તમે શું કરો છો અને ક્યાં જાઓ છો? મેં કહ્યું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક છું અને જામનગરમાં ખાસ શાસ્ત્રીય કામ હોવાથી જાઉં છું. આટલું સાંભળતાં જ તેમનું વલણ સાવ બદલાઈ ગયું, અને બહુ જિજ્ઞાસા તેમજ નરમાશપૂર્વક વધારે પૂછવા તૈયાર હોય તેમ દેખાયું. ત્યાં તો તેમને ઊતરવાનું સ્ટેશન આવી ગયું અને અમે રામ રામ કર્યા. આ ઘટનાએ મને એવું ભાન કરાવ્યું કે જેઓ અતડા અને મોટપમાની હોય છે તેઓ પણ પોતાના કરતાં બીજાની ચડિયાતી અને માનમરતબાવાળી સ્થિતિ જુએ છે ત્યારે સ્વભાવ બદલી નાંખે છે. ત્રીજા માસ્તર કરુણાશંકર આવેલા. તે થોડો જ વખત રહેલા; પણ ચોથા માસ્તર ચુનીલાલ મયારામ દવે આવેલા. તે હું ભણી ઊઠ્યો ત્યાર બાદ પણ લીમલીમાં રહેલા અને કાશીથી પાછો ફરતો ત્યારે લાંબા વખત લગી તેમને મળવાનું બનતું. તેઓ બહુ માનથી જોતા અને હું પણ તેમને તેથી વધારે માન આપતો. ચુનીલાલ માસ્તરની છાપ મારા ઉપર બીજા માસ્તરોની છાપ કરતાં વધારે તાજી છે. એક તો તેઓ ઊંચા વર્ગના ભણતર વખતે જ માસ્તર થઈ આવેલા એટલે તેમની પાસે વધારે સમજણપૂર્વક શીખવા મળેલું. બીજું તેઓ કપડાં બહુ ચોખ્ખાં અને ઊજળાં પહેરી બહાર નીકળતા અને ચટકદાર રંગેલો ફેંટો બાંધતા - જેનું અનુકરણ કરવા હું લલચાતો. એમની ન ભૂસાય એવી છાપનું કારણ એમના નાના ભાઈ નાગરદાસ સાથેનો મારો નિકટનો સંબંધ પણ છે. નાગરદાસ પોતાના વતન શીઆણીમાં ઢોર ચારતા અને ખેતરમાં રખડતા. ૧૨-૧૩ વર્ષની મોટી ઉંમરે લીમલી ભાઈ પાસે ભણવા આવ્યા. ત્રણેક વર્ષમાં સાત ચોપડીઓ પસાર કરી. શરીરે એવા બળુકા કે ઘણી વાર બે હાથમાં બે મોટા પાણીના તાંબાપિત્તળના ઘડા ભરી કૂવેથી દૂર નિશાળ સુધી દોડતા ઉપાડી લાવે, જેને પનિહારીઓ અને અમે વાણિયાભાઈ કૌતુકથી જોઈ રહેતા અને મનથી શાબાશી આપતા. સ્વભાવ એમનો એવો ગરમ કે વીર્યા હોય ત્યારે ગમે તે વિદ્યાર્થીને સખત મેથીપાક ચખાડે. (અલબત્ત એમાં હું અપવાદ) ક્યારેક તો પોતાની ભોજાઈ ઉપર પણ આંકણી ચલાવેલી અને ભાઈ વઢવા આવે તે પહેલાં કડિયાળી લાકડી હાથમાં લઈ બોકાનું બાંધી બાર ગાઉ દૂર શીઆણી ચાલ્યા ગયેલા. મનાવ્યા પછી જ આવેલા. મારી સાથેના વધારે સંબંધનું એક કારણ મિષ્ટાન પણ હતું. ઘેર એકલા હોય ત્યારે લાડુ જમવાનું મન થાય. મને કહે કે તું ઘી ગોળ લાવ અને હું બનાવીશ. હું ખિસ્સામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy