SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નિશાળનું જીવન ૦ ૧૩ એની સાથે જ બીજો એક સંસ્કાર યાદ આવે છે, જે મારી પાછળની અને આજની દૃષ્ટિએ તો સાવ કુસંસ્કાર જ છે. આ સંસ્કાર તે આંખ, નાક, નખ અને કપડાંની જોઈતી સ્વચ્છતાની બેદરકારી. મને લાગે છે કે આ સંસ્કારનું મૂળ તો કૌટુંબિક, સામાજિક અને ગ્રામ્ય જીવનની અસ્વચ્છતાના વાતાવરણમાં રહેલું છે. ગામડું એટલે જ્યાં દેખો ત્યાં ગંદકી. ઉનાળામાં ધૂળ, ચોમાસામાં ગારો અને બારે મહિના છાણ તેમજ લાદ અને ઉકરડાઓના ઢગલા. આવા વાતાવરણમાં બ્રાહ્મણવાડામાં પણ ચોકા બહાર ચોખ્ખાઈ જોવામાં આવતી નહિ. જાણે આ બધું ઓછું હોય તેમ તેની પુરવણી કેટલાક અવિવેકી જૈનસંસ્કારોથી થઈ. નિશાળના માસ્તર ગ્રામનિશાળનાં મુખ્ય બે અંગો. વિદ્યાર્થીઓ અને માસ્તર. જે વિદ્યાર્થીઓ મારી સાથે ભણતા અગર વધારે પરિચિત હતા તેમાંથી અત્યારે ભાગ્યે જ કોઈ જીવિત હશે. છતાં એમાંથી ગુલાબચંદ નામના એક વિદ્યાર્થી મિત્રનો મારા જીવન સાથે ગાઢ સંબંધ બંધાયેલો, અને એણે હું કાશી ગયો ત્યાં સુધી મારા જીવનમાં બહુ સારો ભાગ ભજવેલો. મારા ભણતરમાં માસ્તરોના ચાર યુગ પસાર થયા. પહેલો યુગ ભાઈશંકર માસ્તરનો હતો. તે અને તેમનાં પત્ની બધા જ વિદ્યાર્થીઓને ચાહે. બધા સાથે ઘરોપો રાખે. ગામના લોકો પણ માસ્તરને ખૂબ માને અને વા૨૫૨બે ખૂબ દાન આપે. ઘણું કરી તે વખતે પગાર માસિક રૂા. ૧૨ની આસપાસ રહેતો; પણ બહોળો પરિવાર હોવા છતાં માસ્તર ખૂબ સુખી. જ્યારે એ માસ્તરની બદલી વઢવાણમાં થઈ ત્યારે તેમને વળોટાવવા ગામના બધાં મોટેરાંઓ ભીની આંખે ગયેલાં. બીજા માસ્તરનું નામ ઘણું કરી દિવેકર. તે તો બે-ચાર મહિના રહ્યા હશે. એ બહુ અતડા અને મારકણા હતા. એમનું ઠીંગણું કદ, ચડેલું મોઢું અને ઊપસેલું પેટ જોઈ વિદ્યાર્થીઓ પાછળથી મશ્કરી કરતા અને કેટલીક વાર તેમના હાથનો ટોપરાપાક પણ ખાતા. આ માસ્તર વખતે હું ચોથી ચોપડીમાં હતો એમ યાદ આવે છે. એ ગયા ત્યારે એમના જવાનું દુઃખ કોઈને ન થયું. આ માસ્તર સંબંધે એક અણધારી ઘટના બહુ લાંબા વખત પછી બની તે ભૂલી શકતો નથી. આજથી વીસેક વર્ષ પહેલાં એટલે લગભગ પિસ્તાળીસ વર્ષની ઉંમરે હું રાજકોટથી પસાર થઈ જામનગ૨ જતો હતો. ટ્રેનમાં એક વ્યક્તિ કોઈ બીજા સાથે વાત કરતી હતી. તેની બ્રાહ્મણશાઈ અને માસ્તરશાઈ ઢબ ઉપરથી મને એમ થયું કે આ કોઈ ગુજરાતી નિશાળના માસ્તર હોવા જોઈએ ! આ તે દિવેકર માસ્તર તો નહિ હોય ! પૂછવાનું મન થયું, પણ જીભ ઊપડે નહિ. છેવટે સ્ટેશન બહુ દૂર ન રહ્યું એટલે મેં પૂછવાની હિંમત કરી કે તમારું ઘર ક્યાં અને શું કરો છો ? એમણે ટૂંકમાં, પણ કાંઈક માસ્તરની મોટપથી જવાબ આપ્યો. હું કોણ છું એ તો એમને ક્યાંથી જ ખ્યાલ હોય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy