SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નિશાળનું જીવન • ૧૫ કાગળમાં ગોળ અને વાટકામાં થીના ઘીનાં દડબાં ઘરમાંથી છાનામાના લઈ જાઉં. નાગરદાસ બારણાં બંધ કરી લાડુ બનાવે અને અમે બે જમીએ. મને માતા નીકળ્યા તે જ વર્ષે નાગરદાસના જીવને અચાનક પલટો ખાધો. સિનિયર માસ્તરની પરીક્ષા આપ્યા પછી નિશાળે નોકરીએ ચડે તે પહેલાં રાજકોટ ટ્રેનિંગ કૉલેજમાં રાતે ચોરોની પાછળ પડી પકડી પાડવાના પરાક્રમને લીધે તેઓ મૂળી સ્ટેટમાં જ ફોજદાર થઈ આવ્યા અને ઘોડેસવારો સાથે ઊંટ ઉપર બેસી, હું માતામાંથી આંખ ગુમાવી ઊઠ્યો હતો ત્યાં જ, મળવા આવ્યા. ધીરેધીરે તેઓ પોલીસ ઈન્સ્પેક્ટરના હોદ્દા સુધી ચડ્યા છે અને ઘણું કરી હજી જીવિત છે તેમ જ ઝાલાવાડ-કાઠિયાવાડમાં ગમે તેવા ગુનાહિતને પકડી પાડવા માટે જાણીતા છે. અમે મળીએ ત્યારે કૌમાર જીવનનાં એ સ્મરણોથી પુલકિત થઈએ છીએ. નાગરદાસ મારાથી ઉંમરે કાંઈક મોટા અને શરીરે પણ બહુ પુષ્ટ તથા બળવાન. કેટલીક વાર પાણી ભરવા જતી-આવતી અને ઉત્સવોમાં રમતી અમુક છોકરીની મશ્કરી કરવામાં કે હલકી છેડતી કરવામાં તેમનાં યૌવનનાં પ્રાથમિક લક્ષણો, મારી હાજરીમાં પણ, નિઃસંકોચ વ્યક્ત થતાં. એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ધૂળી નિશાળના યુગમાંથી નીકળી અત્યારના યુગમાં આવી પહોંચેલ શિક્ષણતંત્રની એક વચલી કડી જેવી અમારી સરકારી નિશાળ હતી. એમાં પરીક્ષક તરીકે દર વર્ષે આવતા “એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર'નું સ્થાન ઈશ્વરથી જરાય ઊતરતું ન હતું. એ દરસાલ ઉનાળામાં ગરમ હવા ફૂંકાતી હોય ત્યારે આવતા. અમુક તારીખે આવશે એવી ખબર માસ્તર વિદ્યાર્થીઓને આપે, પણ આવવાની તારીખ કોર્ટમાં કેસ ચાલવાની તારીખની પેઠે લંબાતી જાય. પરીક્ષક આવી ન જાય ત્યાં લગી વિદ્યાર્થીઓ અને માસ્તર બધાને ભારે ફફડાટ. રાતે ઉપલા વર્ગના વિદ્યાર્થીઓને સૂવા બોલાવે. રાતે મોડે સુધી ગ્યાસલેટની ડબ્બીઓના ઝાંખા પ્રકાશ અને ગંધ મારતા ધુમાડા વચ્ચે ઝોલાં ખાતાં ખાતાં વાંચવાનું યાદ છે. સવારે વહેલાં માસ્તરના ભાઈ નાગરદાસ પાણી છાંટીને કે આંકણી મારીને વિદ્યાર્થીઓને જગાડે અને ઊંઘ તેમ જ વાંચન બંનેના ગગ્રાહમાં ઊંઘદેવતા જ જીતે. પરીક્ષક તરીકે કૃષ્ણલાલ ગોવિંદલાલ આવતા. એમનાં ઉતારા અને ખાનપાનની તજવીજનો આજે વિચાર કરું છું ત્યારે એમ લાગે છે કે એ દેવતાઈ જીવન જીવતા. કૃષ્ણલાલસાહેબ વર્ષે નામ પ્રમાણે જ કૃષ્ણ હતા, પણ પરણેલા એક મેમને, જે વર્ષે શ્વેત હતી. પછી તે યુરોપીય હોય કે યુરેશિયન હોય, પણ પોશાક અને ઢબછબ બધું મેમસાહેબનું. કૃષ્ણલાલ તો માથે હેટ પહેરતા. એ બંનેની ચાલ, પોશાક અને ઘોડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy