SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર કમલાપીડ અશ્વનું વર્ણન. સગાથે. સઘળી સેના ઉપર ચઢી આવ્યા. કરાને વર્ષાવતા પ્રલયકાળના મેઘની પેઠે શાને વર્ષાવતા પ્લેચ્છ ભારતના અગ્ર સૈન્યની સાથે વેગથી યુદ્ધ કરવા લાગ્યા. જાણે પૃથ્વીમાંથી, દિશાઓના મુખથી અને આકાશમાંથી પડતાં હોય તેમ ચોતરફથી શસ્ત્ર પડવા લાગ્યા. દુર્જનની ઉક્તિ સવ જનેને ભેદ પમાડે તેમ કિરાત લેકેના બાણથી ભરતની સેનામાં એવું એક પણ ન રહ્યું કે જે ભેદાણું નહીં હોય. મ્લેચ્છ લોકેના ધસારાથી ચક્રીના આગલા જોડેસ્વારે સમઢની વેલાવડે નદીના અંતભાગની ઊર્મિની પેઠે પર્યસ્ત થઈને ચલાયમાન થઈ ગયા. સ્વેચ્છસિંહના બાણુરૂપ વેત નથી આઘાત થયેલા ચક્રવતીના હાથીઓ વિરસ સ્વરથી શબ્દ કરવા લાગ્યા. મ્લેચ્છ વીરાએ પ્રચંડ દંડાયુધથી વારંવાર તાડન કરેલા ભારતના પાળાઓ કંદુકની પેઠે પૃથ્વીમાં અથડાઈને પડવા લાગ્યા. વાઘાતથી પર્વતની જેમ યવનસેનાએ ગદા પ્રહારથી ચક્રીની અગ્રસેનાના રથે ભાંગી નાંખ્યા. સંગ્રામરૂપી સાગરમાં તિમિંગલ જાતના મગરેથી જેમ મસ્પેને સમૂહ ગ્રસ્ત થાય તેમ મ્લેચ્છ લેકેથી ચક્રીનું સન્ય ગ્રસ્ત થયું અને ત્રાસ પામી ગયું. અનાથની જેમ પરાજય પામેલી પિતાની સેનાને જોઈ, રાજાની આજ્ઞાની પેઠે કેપે સેનાપતિ સુષેણને ઉશકેર્યો. તેનાં નેત્ર તથા મુખ લાલચોળ થઈ ગયાં અને ક્ષણવારમાં મનુષ્યરૂપે જાણે અગ્નિ હોય તેમ તે દુનિરીક્ય થઈ ગયે. રાક્ષસપતિની પેઠે સર્વ પરસૈનિકેને ગ્રાસ કરવાને માટે પોતે તૈયાર થઈ ગયે. અંગમાં ઉત્સાહ આવવાથી તેનું સુવર્ણમય કવચ ઘા તડાતડ થઈને પહેરાયું અને તેથી તે જાણે બીજી ત્વચા હોય તેવું શોભવા લાગ્યું. કવચ પહેરીને સાક્ષાત્ જય હાય એ તે સુષેણ સેનાપતિ કમલાપીઠ નામના છેડા ઉપર આરૂઢ થયો. તે ઘેડે એંશી અંશુલ ઊંચે હિતે, નવા આગળ વિશાલ હતો. એકને આઠ આગળ લાંબો હતે. બત્રીશ આગળની ઊંચાઈમાં નિરંતર તેના માથાને ભાગ રહેતો હતો, ચાર આંગળના તેના બાહુ હતા, સેળ આગળની તેની અંધા હતી, ચાર આંગળના ગઠણ હતા અને ચાર આંગળ ઊંચી ખરીઓ હતી. ગળાકાર અને વળેલો તેને મધ્યભાગ હતો, વિશાળ, જરા નમેલા અને પ્રસન્નતા પમાડનાર પણ ભાગથી તે શેભતો હતે, હિરાગળ વસ્ત્રના તંતુ હાય તેવા કેમળ રૂંવાટાથી તે યુક્ત હત, શ્રેષ્ઠ એવા દ્વાદશ આવર્ત સહિત હતું, શુદ્ધ લક્ષણેથી લક્ષિત હતો અને સારી રીતે યૌવન પ્રાપ્ત થયેલા પિોપટનાં પીછાં જેવી લીલી તેની કાંતિ હતી. કદી પણ તેના ઉ૫૨ ચાબૂકને પાત થયે નહોતો અને સ્વારના ચિત્ત પ્રમાણે તે ચાલનારે હતે. રત્ન અને સુવર્ણમય લગામના મિષથી જાણે લક્ષમીએ પોતાના હાથથી તેને આલિંગિત કર્યો હોય તે તે જણાત હતા. તેના ઉપર સુવર્ણની ઘુઘરમાળ મધુર સ્વરથી ખણખણતી હતી, તેથી જાણે અંદર મધુકરના મધુર વનિવાળી કમલની માળાઓથી અચિત કરેલ હોય તે તે જણાતું હતું. પંચવણના:મણિઓથી મિશ્ર સુવર્ણાલંકારનાં કિરવડે અદ્વૈતરૂપની પતાકાના ચિહ્નથી અંકિત હોય તેવું તેનું મુખ હતું, મંગળના તારાથી અંકિત આકાશની પેઠે સુવર્ણ કમળનું તેને તિલક હતું અને બે બાજુ ધારણ કરેલા ચામરાથી જાણે બીજ કર્ણને ધારણ કરતો હોય તે તે લાગતું હતું. ચકીના પુણયથી ખેંચાઈ આવેલ છદ્રને ઉચૈ શ્રવા હોય તે તે શેતે હતે. વાંકા પગલાં મૂકવાથી તેના ચરણ લીલાથી મકાતા હોય તેવા જણાતા હતા. બીજી મતિથી જાણે ગરૂડ હોય અથવા મૂર્તિમાન ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy