SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ પર્વ ૧ લું. પ્ટેએછે સાથે વિગ્રહ અને જાણે મૃત્યુની લહમીનાં છત્રો હોય તેવા કાકપક્ષિઓના મંડળ આકાશમાં સ્થાને સ્થાને ભમવા લાગ્યા. આ તરફ સુવર્ણનાં કવચ, ફરસી અને પ્રાસનાં કિરણાથી આકાશમાં રહેલા સહસ્ત્રકિરણવાળા સૂર્યને કેટી કિરણે વાળા કરનારા, ઉદંડ એવા દંડ, કેદંડ અને મુકગરથી આકાશને ઉનત કરનારા ધ્વજાઓમાં રહેલા વ્યાધ્ર, સિંહ અને સર્પોના ચિત્રોથી આકાશચારી સ્ત્રીઓને ત્રાસ પમાડનારા અને મેટા હાથીઓના ઘટારૂપી મેઘથી દિશાઓના મુખભાગને અંધકારવાળા કરનારા બરતરાજા આગળ વધવા લાગ્યા. તેમના રથના અગ્ર ભાગમાં રહેલા મગરના મુખ યમરાજના મુખથીસ્પર્ધા કરતા હતા, અની ખરીઓના ઘાતથી જાણે પૃથ્વીને ફેડતા હોય અને જયવાજિંત્રના ઘેર અવાજથી જાણે આકાશને ફડતા હોય તેવા તે જણાતા હતા અને આગળ ચાલનારા મંગળના તારાથી સૂર્ય જેમ ભયંકર લાગે તેમ આગળ ચાલનાર ચકથી તે ભયંકર લાગતા હતા. તેમને આવતા જોઈ કિરાત કે અત્યંત કપ પામ્યા અને ક્રૂર ગ્રહની મૈત્રીને અનુસરતા તેઓ એકત્ર થઈ જાણે ચકીને હરણ કરવાની ઈચ્છા કરતા હોય તેમ ક્રોધ સહિત બેલવા લાગ્યા–“સાધારણ માણસની પેઠે લક્ષમી, લજા, ધીરજ અને કીતિથી વજિત એવા આ પુરુષ બાળકની પેઠે અલપબુદ્ધિથી અપ્રાર્થિત(મૃત્યુ)ની પ્રાર્થના કરે છે? પુણ્ય ચતુર્દશી જેની ક્ષીણ થયેલી છે એ અને લક્ષણહીન આ કેઈ, મૃગ જેમ સિંહની ગુફામાં જાય તેમ આપણા દેશમાં આવેલા જણાય છે. મહાપવન જેમ મેઘને વીંખી નાખે તેમ ઉદ્ધત આકારવાળા આ પ્રસરતા પુરુષને આપણે દશે દિશામાં ફેંકી દઈએ.” આવી રીતે ઊંચે સ્વરે બોલતા તેઓ એકઠા થઈને શરભ(અષ્ટાપદ) જેમ મેઘની સામે ગજરાવ કરે અને દેડે તેમ ભારતની સામે યુદ્ધ કરવાને ઉદ્યત થયા. કિરાતપતિઓએ કાચબાની પીઠના અસ્થિર ખંડોથી બનાવ્યાં હોય તેવાં અભેદ્ય કવચ ધારણ કર્યા. મસ્તક ઉપર ઊંચા કેશવાળા નિશાચરેની શિલિમીને બતાવનારા એક જાતના કેશોથી આચ્છન્ન થયેલાં શિરસાણ તેઓએ ધારણ કર્યા. રોભાહવડે તેઓના દેહ એવા ઉચ્છવાસ પામ્યા કે તેથી વારંવાર કવચના જાલ તૂટવા લાગ્યા. તેમનાં ઊંચા કેશવાળાં મસ્તકે ઉપર શિરઋણ રહેતા ન હતાં, તેથી જાણે અમારું રક્ષણ કરવાને બીજું કંઈ સમર્થ નથી એવાં એ મસ્તકે અમર્ષ કરતાં હોય એમ જણાવા લાગ્યું. કેટલાએક કપ પામેલા કિરાતે યમરાજની ભ્રકુટી જેવા વક્ર અને શૃંગનાં રચેલાં ધનુષ્યને લીલાથી અધિજ્ય કરીને ધારણ કરવા લાગ્યા કેટલાએક જાણે લક્ષમીની લીલાની શય્યા હોય તેવી રણમાં દુર્વાર અને ભયંકર તરવારે મ્યાનમાંથી ખેંચવા લાગ્યા; યમરાજના નાના બંધુ જેવા કેટલાએક દંડને ઉગામવા લાગ્યા કેઈ આકાશમાં ધૂમ્રકેતુ જેવા ભાલાઓ નચાવવા લાગ્યા કઈ રત્સવમાં આમંત્રણ કરેલાં પ્રેતરાજની પ્રીતિને માટે જાણે શત્રુઓને શૂલી પર ચડાવવાનું હોય તેમ ત્રિશુલ ધારણ કરવા લાગ્યા કેઈ શત્રુએરૂપ ચકલાઓના પ્રાણને હરણ કરનારા બાજપક્ષી જેવા લેઢાના શલ્યને હાથમાં ધારણ કરવા લાગ્યા અને કઈ જાણે આકાશમાંથી લાશના સમૂહને પાડવાને ઈચ્છતા હોય તેમ પિતાના ઉદ્ધત કરવડે તત્કાળ મૃદુગર ફેરવવા લાગ્યા. એવી રીતે યુદ્ધ કરવાની ઈચછાથી સૌએ વિવિધ પ્રકારનાં આયુધ ગ્રહણ કર્યા. વિષ વિના જેમ સર્પ ન હોય તેમ તેમાં કોઈ શસ્ત્ર વિના નહોતું. યુદ્ધરસની ઈચ્છાવાળા તેઓ જાણે એક આત્માવાળા હોય તેમ સમકાળે ભારતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy