________________
६०
षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - ८, बोद्धदर्शन
પ્રાપ્ત થાય છે, તેને વાસના કે માનસિક પ્રતીતિ કહે છે. અને તે વાસનાને બૌદ્ધમતમાં માર્ગ નામનું આર્યસત્ય કહેવાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે સર્વપદાર્થોને ક્ષણિક માનવાસ્વરૂપ તથા નૈરાભ્યાદિનો (આત્મા નથી તેનો) સ્વીકાર કરવા સ્વરૂપ આકારવાળા ચિત્તવિશેષને માર્ગ કહેવાય છે. તે માર્ગ આર્યસત્ય નિરોધનું કારણ છે.
હવે ચોથા આર્યસત્યને કહે છે - નિરોધનામના તત્ત્વને મોક્ષ=અપવર્ગ કહેવાય છે. અર્થાત્ ચિત્તની નિલેશ અવસ્થાસ્વરૂપ નિરોધને મુક્તિ કહેવાય છે.
જે આ દુઃખાદિ ચારઆર્યસત્યો ગ્રંથકારશ્રીવડે કહેવાયા, તે (બૌદ્ધના ચાર ભેદ પૈકીના) સૌત્રાન્તિકમતની અપેક્ષાથી કહેવાયેલા જાણવા. શા
वैभाषिकादिभेदनिर्देशं विना सामान्यतो बौद्धमतेन तु द्वादशैव ये पदार्था भवन्ति, तानपि संप्रति विवक्षुः श्लोकमेनमाह
(૩૫)વૈભાષિકાદિ ઉત્તરભેદોના નિર્દેશવિના સામાન્યથી બૌદ્ધદર્શનવડે (મનાયેલા) જે બાર પદાર્થો છે, તે બારપદાર્થો કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી આ શ્લોકને કહે છે.
पञ्चेन्द्रियाणि शब्दाद्या विषयाः पञ्च मानसम् ।
धर्मायतनमेतानि द्वादशायतनानि च ।।८।। શ્લોકાર્ધ શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયો, શબ્દાદિ પાંચ વિષયો, મન અને સુખાદિ ધર્મોનું આયતન (અતીન્દ્રિયવિષય) આ બાર “આયતન' છે.
(૩૫) બોદ્ધોને ચાર ભેદ (૧) વૈભાષિક, (૨) સૌત્રાન્તિક, (૩) યોગાચાર, (૪) માધ્યમિક (૧) વૈભાષિકમતની માન્યતા તેનું બીજું નામ આર્યસમિતીય છે. તેમનો મત આ પ્રમાણે છે. વસ્તુ ચારક્ષણવાળી છે. તેમાં
જાતિક્ષણ ઉત્પન્ન થાય છે, સ્થિતિક્ષણ સ્થાપે છે, જરાક્ષણ જર્જરીત કરે છે. વિનાશક્ષણ વિનાશ કરે છે. તે પ્રકારે આત્મા પણ તેવા પ્રકારનો જ પુદ્ગલ કહેવાય છે. અર્થની સાથે થનાર, એક સામગ્રીને અધીન જે નિરાકાર બોધ છે, તે અહીં અર્થમાં પ્રમાણ છે. બૌદ્ધધર્મના સિદ્ધાંતનું કેન્દ્રબિંદુ અને બુદ્ધ-દર્શનનો સમસ્તસિદ્ધાંત જેના ઉપર પ્રતિષ્ઠત છે તેનું નામ ધર્મ છે. ધર્મ શબ્દનો પ્રયોગ ભારતીય દાર્શનિકજગતમાં ઘણા બધા અર્થોમાં થાય છે. બૌદ્ધદર્શનમાં ધર્મનો અભિપ્રાય ભૂત અને ચિત્તના સુક્ષ્મતત્ત્વોથી છે. જેનું પૃથકકરણ વધારે થઈ શકતું નથી. તેના જ ધર્મોના આઘાત અને પ્રતિઘાતથી તે વસ્તુ સંપન્ન થાય છે. તેને જગત કહેવાય છે. આ જગત બૌદ્ધધર્મની કલ્પનાનુસાર ધર્મોના પરસ્પર મિલનથી એક સંઘાતમાત્ર છે. તે ધર્મો અત્યંત સુક્ષ્મ છે. તે સત્તાત્મક હોય છે. અને તેથી સત્તા બૌદ્ધધર્મના આદિકાલમાં તથા વૈભાષિક (સહિત સૌત્રાન્તિક અને યોગાચાર)ને સર્વથા માન્ય છે. પુદગલ-નૈરાભ્યને માનવાનું તાત્પર્ય ધર્મોની સત્તામાં વિશ્વાસ કરવો તે છે. નિર્વાણની કલ્પનાનો સંબંધ આ ધર્મોના અસ્તિત્વથી નિતાત્તગહન છે. આ ધર્મોના રૂપમાં ગૌતમબુદ્ધના ઉપદેશનો સારાંશ નીચેના શ્લોકમાં છે.