Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 356
________________ (ર૯૦) યોગદષ્ટિસમુચય તે જ્યારે તીક્ષણ ભાવ વજથી ભેદાઈ જાય છે, ત્યારે આ સમ્યગદષ્ટિ મહાત્માને અત્યંત તાત્વિક આનંદ ઉપજે છે,–જેમ રેગીને ઔષધવડે કરીને રેગ દૂર થતાં ઉપજે છે તેમ.” (ગબિન્દુ ) દેશવિરતિ,-સમ્યગદર્શન જેનું મૂલ છે એવી ભાવ દેશવિરતિ, ભાવ સર્વવિરતિ આદિ પણ આ વેદસંવેદ્ય પદનું લક્ષણ છે, કારણ કે વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન થયા પછી જીવ સ્વયમેવ સ્વાભાવિક રીતે જ પરપરિણતિથી-પરભાવથી ભાવ દેશવિરતિ એસર જાય છે, અને સ્વભાવપરિણતિ ભણી ઢળતી જાય છે-સંચર આદિ જાય છે. સમાધિરસ ભર્યા શુદ્ધ નિજ સહજ આત્મસ્વરૂપનું અથવા - જિનસ્વરૂપનું દર્શન થયા પછી, અનાદિકાળથી વિસરાઈ ગયેલા આત્મ- સ્વરૂપનું ભાન આવ્યા પછી, જીવ અવશ્યમેવ સકલ વિભાવ ઉપાધિથી ભાવથી પાછા હઠ છે, ઓસરે છે, પ્રતિક્રમે છે અને શુદ્ધ આત્મસત્તાની સાધના પ્રત્યે પ્રવર્તે છે. અને આમ અનાદિની મહાદિની વૃમિ (ઘૂમાવે-જમણે) ઉતરી જતાં ને અમલ અખંડ અલિપ્ત એ આત્મસ્વભાવ સાંભરી આવતાં, તત્ત્વરમણરૂપ શુચિ-પવિત્ર-શુલ–શુદ્ધ ધ્યાનને જીવ આદરે જ છે, અને સમતારસના ધામરૂપ જિનમુદ્રાનેસમ્યગ્દષ્ટિની શુદ્ધ આત્મસ્વરૂપને વરે છે, પ્રાપ્ત કરે છે. જિનદર્શન આદિ શુદ્ધ ઉત્તમ ચરણુધારા નિમિત્તની પ્રાપ્તિ થકી, વસ્તુના સાધમ્યથી આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતાં, તે પ્રત્યે બહુમાનયુક્ત રુચિ ઉપજે છે, એટલે પછી તે રુચિને અનુયાયી–અનુસરતું વીર્ય–આત્મસામર્થ્ય પ્રવર્તે છે અને તે “ચરણુધારા” આત્મચારિત્રની અખંડ પરંપરા સાધે છે. આમાં દેશવિરતિ–સર્વવિરતિ આદિને ભાવથી સમાવેશ થઈ જાય છે. મહાન તત્ત્વદષ્ટા શ્રીમાન્ દેવચંદ્રજીએ સાક્ષાત્ જિનદર્શનને અનુભવ થતાં પરમ ભાવાવેશથી લલકાર્યું છે કે – “દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો... હે લાલ ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો. , સકલ વિભાવ ઉપાધિ થકી મન એસ. ) સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો..,, ,, દીઠો. મહાદિની ધૂમિ અનાદિની ઉતરે..... , અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે..,, , તત્ત્વરમણ શુચિ ધ્યાન ભણી જે આદરે., , તે સમતારસ ધામ સ્વામી મુદ્રા વરે, , દીઠે x जह मूलाओ खंधो साहापरिवारबहुगुणो होइ। ત૬ Hિસામૂ ગિઠ્ઠિો મોવ4Hf/રસ -શ્રી કુંદકુંદાચાર્યજી કૃત શ્રી અષ્ટપ્રાભૃત,

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388