Book Title: Yogadrushti Sangraha
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 102
________________ ચોથી દીપ્રા દૃષ્ટિની સઝાય ૧૯૧ અર્થ :- બહિરાત્મપ્રવૃત્તિ જે બાહ્યભાવ તેને કાઢવારૂપ રેચકપણું આ દૃષ્ટિમાં છે, અંતરાત્મવૃત્તિવાળા ગુણો દાખલ કરવામાં તે પૂરકપણું છે અને પ્રાપ્ત થયેલા ગુણોને સ્થિર કરવા તે કુંભકપણું છે. એવી રીતે (ભાવ) પ્રાણાયામરૂપ આ દૃષ્ટિનો સ્વભાવ છે, અને શ્વાસરુંધન (દ્રવ્ય) પ્રાણાયામનો પણ એવો જ સ્વભાવ છે. (૨) ધર્મ અર્થે ઇહાં પ્રાણને જી, છાંડે પણ નહીં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે જી, જુઓ એ દૃષ્ટિનો મર્મ. મન. //all. અર્થ :- આ દૃષ્ટિમાં વર્તતો પ્રાણી ધર્મ અર્થે પ્રાણને તૃણની પેઠે ત્યાગે, પરંતુ પ્રાણ ત્યાગરૂપ સંકટ પડે તો પણ ધર્મને તજે નહીં, એવો આ દૃષ્ટિનો મર્મ રહસ્ય છે. (૩) તત્ત્વશ્રવણ મધુરોદ, જી, ઇહાં હોયે બીજપ્રરોહ, ખારઉદક સમ ભવ ત્યજે જી, ગુરુભગતિ અદ્રોહ. મન. ll૪માં અર્થ :- આ દૃષ્ટિમાં સિદ્ધાંત પ્રમુખમાંથી તત્ત્વશ્રવણરૂપ મધુર ઉદકનું સિંચન થવાથી બીજમાંથી સંસારની અનાશંસા, વિરક્તતા પ્રમુખ પ્રરોહ-અંકુરો પ્રગટ થાય. વળી ક્ષાર ઉદક સમાન ભવાભિનંદીપણાનો ત્યાગ થાય, તેમ જ ગુરુભક્તિનો અદ્રોહી થાય અર્થાત્ ગુરુની ભક્તિ કરનારો થાય. (૪) સૂમબોધ તો પણ ઇહાં જી, સમકિત વિણ નવિ હોય, વેદસંવેદ્ય પદે કહ્યો જી, તે ન અવેદ્ય જોય. મન. //પી. અર્થ :- યદ્યપિ સૂક્ષ્મબોધ આ દષ્ટિમાં નથી, કારણ કે ગ્રંથિભેદ થયા વિના સમ્યક્ત થાય નહિ અને સમ્યક્ત વિના સૂક્ષ્મબોધ હોય નહીં, સૂક્ષ્મબોધ તે વદ્યસંવેદ્યપદરૂપ સમ્યક્તમાં રહેલ છે તે આ દૃષ્ટિમાં નથી. અહીં તો અવેદ્યપદ મિથ્યાત્વ છે તેથી સૂક્ષ્મબોધ નથી. તે સંબંધી વિસ્તાર યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં છે. અહીં સંક્ષેપથી બતાવીએ છીએ. મિત્રાદિ ચાર દૃષ્ટિ યદ્યપિ ક્રિયા પ્રમુખ વડે સત્સંગતિ આદિ ગુણો તથા ધર્મનાં બીજનો સંગ્રહ કરે, પરંતુ એ ચારે દૃષ્ટિ એ અવદ્યપદ છે તેથી ત્યાં સૂક્ષ્મ તત્ત્વબોધ નથી. જેમ પક્ષીની છાયા પાણીમાં પડતાં પાણી પણ તેવી જ પ્રવૃત્તિ ૧૯૨ યોગદષ્ટિસંગ્રહ કરે, તેવી રીતે આ ચાર દૃષ્ટિમાં પણ તેવી જ પ્રવૃત્તિ હોય પણ સૂક્ષ્મ તત્ત્વબોધ ન હોય, કેમકે હજુ અઘપદ-અપદ છે. અવદ્યપદ એટલે જયાં અંતર્મુહૂર્ત માત્રમાં દર્શનમોહનીયના ક્ષયોપશમરૂપ ગ્રંથિભેદ કરે એવું આત્માનું પંડિતવીર્ય ફૂરે નહીં તે પદ સમજવું. સ્થિરાદિ ચાર દૃષ્ટિમાં વેદ્યસંવેદ્ય પદે છે. વેદ્ય જે સૂક્ષ્મબોધ તેનું સંવેદ્ય તે સમ્યગુ વેદના છે. અહીં મિથ્યાત્વનો ક્ષય થયા છતાં યદ્યપિ છેલ્લી પાપપ્રવૃત્તિ નરકાદિ ગમનરૂપ શ્રેણિકાદિકની પેઠે તખલોહપદસ્પર્શપ્રવૃત્તિ સરખી હોય, પરંતુ તે વેધસંવેદ્ય પદ સૂક્ષ્મબોધ સહિત આત્મપંડિતવીર્યનું સુરણ તો મિથ્યાત્વાદિકના ક્ષયથી જ હોય. (૫). વેદ્ય બંધ શિવ હેતુ છે જી, સંવેદન તસ નાણ, નય નિક્ષેપે અતિ ભલું જી, વેધસંવેદ્ય પ્રમાણ. મન. /૬|| અર્થ :- તેથી વેદ્યપદનો બંધ-સૂક્ષ્મબોધ તે શિવમોક્ષનો હેતુ છે, સંવેદન પદ તે તેનું જ્ઞાન છે, નૈગમાદિ સપ્તનય, નામાદિ ચાર નિક્ષેપા, સ્વાદસ્તિઆદિ સાત ભંગ તથા ગમા એટલે સરખા પાઠ, ઇત્યાદિથી અતિ નિર્મળ એવું વેદ્યસંવેદ્યપદ પ્રમાણભૂત છે. (૬) તે પદ ગ્રંથિવિભેદથી જી, છેહલી પાપપ્રવૃત્તિ, તખલોહપદધૃતિસમી જી, તિહાં હોય અંત નિવૃત્તિ. મન. //// અર્થ :- વેદસંવેદ્ય પદ દર્શનમોહના નાશથી ગ્રંથિભેદ ઉપજે, તેથી અનાદિની અતત્ત્વવાસના મટે. સંસારમાં છેલ્લી પાપપ્રવૃત્તિ, તે અગ્નિથી તપ્ત એવા લોહ ઉપર પગ માંડવાના પૈર્ય સમાન અનર્થની કરનારી એવી દેખાય, પાપપ્રવૃત્તિ એવી લાગે, પણ તેનો અંત એટલે એ પાપપ્રવૃત્તિની પણ જયાં નિવૃત્તિ થાય, એ વેદસંવેદ્ય પદનું લક્ષણ જાણવું. (૭) એહ થકી વિપરીત છે જી, પદ તે અવેદ્ય સંવેદ્ય, ભવાભિનંદી જીવને જી, તે હોય વજ અભેદ્ય. મન. /ટા અર્થ :- વેદસંવેદ્ય પદથી વિપરીત લક્ષણવાળું પદ તે અવેદ્યસંવેદ્ય, તે હોવાથી મિથ્યાત્વ હોય અને સૂક્ષ્મબોધ ન હોય. આ ચાર દૃષ્ટિમાં દર્શન

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131