Book Title: Yog Lakshan Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ પ્રવૃત્તિ નામના બીજા આશયનું નિરૂપણ કરાય છેप्रवृत्तिः प्रकृतस्थाने यत्नातिशयसम्भवा । अन्याभिलाषरहिता चेतः परिणतिः स्थिरा ॥१०-१२ ॥ “અધિકૃત(કરવા માટે નિશ્ચિત કરેલા) ધર્મના વિષયમાં પ્રયત્નાતિશયથી થયેલી એ ધર્મસ્થાનને છોડીને બીજા કોઈની પણ ઈચ્છાથી રહિત એવી સ્થિર ચિત્તની જે પરિણતિ છે; તેને પ્રવૃત્તિ કહેવાય છે.’’-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રણિધાનપૂર્વક જે અનુષ્ઠાન કરવાનું નિશ્ચિત કર્યું હોય તે અનુષ્ઠાનના અવસરે, પહેલાં કરેલા પ્રયત્ન કરતાં અધિક પ્રયત્નથી જે અનુષ્ઠાન કરાય છે, તે પ્રવૃત્તિ નામના આશયપૂર્વકનું અનુષ્ઠાન કહેવાય છે. કેટલીક વાર ધર્મ કરવાનું નક્કી કર્યા પછી કરતી વખતે પરિણામ પડી જતા હોય છે. આવા વખતે અનુષ્ઠાન કરવા માટે ઉત્કટ પ્રયત્ન કરવો પડતો હોય છે. પોતાને પ્રામ થયેલી શક્તિનો પૂરતો ઉપયોગ કરવો પડે છે. આ રીતે યત્નાતિશયથી અધિકૃત ધર્મને કરવાના આશયવિશેષને પ્રવૃત્તિ નામનો આશય કહેવાય છે. આ આશય દરમ્યાન અધિકૃત ધર્મકાર્યને છોડીને બીજું કોઈ પણ કાર્ય કરવાની અભિલાષા હોતી નથી. આરબ્ધ કાર્ય કરવાના પ્રસંગે બીજા કોઈ પણ કાર્યને કરવાની ઈચ્છા થાય તો અધિકૃત કાર્ય સિદ્ધ ન થાય : એ સમજી શકાય છે. પ્રવૃત્તિ નામના આશય દરમ્યાન એવું બનતું LHHHHHHHH 34 FHHHHHHHI 396 ૨૫ 36

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66