________________
પ૩૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૭-૨૨૮
અહીં સ્વરૂપથી કરાયેલી અલ્પ પણ અવજ્ઞા અનર્થ માટે થાય છે, એમ કહ્યું. તેનાથી એ ફલિત થાય છે કે અવજ્ઞા બે પ્રકારની છે :
એક અવજ્ઞા, જે યોગ્ય જીવો પણ યોગશાસ્ત્ર સાંભળવા માટે સન્મુખ થયા છે, તેમના દ્વારા થાય છે. તેવા જીવો સાંભળતી વખતે અત્યંત ઉપયોગપૂર્વક યોગના ગ્રંથને સાંભળવા માટે યત્ન કરતા નથી, પરંતુ યોગગ્રંથ પ્રત્યે રુચિવાળા હોવા છતાં તેવી ઉત્કટ રુચિ નહિ હોવાથી વચ્ચે વચ્ચે અન્ય અન્ય પ્રવૃત્તિઓ પણ કરે છે, અને સાંભળવાની ઉચિત વિધિના દરેક અંગમાં સમ્યગુ યત્ન કરતા નથી; તેઓની ગ્રંથ સાંભળવાની ક્રિયામાં કંઈક અનાદરવૃત્તિ છે. તેવા જીવો તે ગ્રંથની અવજ્ઞા કરીને પાપ પણ બાંધે છે, તોપણ યોગ પ્રત્યેની રુચિના કારણે સાંભળતાં સાંભળતાં જે યોગમાર્ગ પ્રત્યે પક્ષપાત થાય છે, તેના દ્વારા તે જીવોનું હિત પણ થાય છે. તેથી તેની અવજ્ઞા કરનારા જીવો યોગગ્રંથ સાંભળવા માટે સર્વથા અયોગ્ય નથી.
વળી જે જીવોને યોગમાર્ગ સાંભળીને યોગમાર્ગ પ્રત્યે અણગમો થાય છે, પરંતુ યોગમાર્ગના પદાર્થોને સાંભળીને લેશ પણ સંવેગ થતો નથી, તે બીજા પ્રકારની સ્વરૂપથી અવજ્ઞા છે અર્થાત્ યોગમાર્ગના સ્વરૂપ પ્રત્યે અવજ્ઞા છે, અને આવી સ્વરૂપથી કરાયેલી થોડી પણ અવજ્ઞા દુરંત સંસારનું કારણ છે. માટે સ્વરૂપથી કરાયેલી અવજ્ઞાથી થતી અનર્થની પરંપરાના પરિહાર માટે અયોગ્યને પ્રસ્તુત ગ્રંથ નહિ આપવાનું પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે. ૨૨૭I અવતરણિકા -
इत्थं चैतदगीकर्तव्यम्, अत एवाह - અવતરણિકાર્ય :
વૈ=અને આ=શ્લોક-૨૨૬માં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું કે અયોગ્યને આ ગ્રંથ આપવો નહિ એ, રૂત્યં આ રીતે શ્લોક-૨૨૭માં કહ્યું કે અયોગ્યતા અહિતના પરિવાર માટે આ ગ્રંથ ન આપવો એ રીતે, સ્વીકારવું જોઈએ. આથી જ કહે છે – ભાવાર્થ :
શ્લોક-૨૨૯માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે અયોગ્યને આ ગ્રંથ આપવો નહિ, અને તેનું કારણ બતાવ્યું કે અયોગ્ય જીવોના અહિતના પરિવાર માટે આ ગ્રંથ અયોગ્યને ન આપવો. આ વસ્તુ એમ જ સ્વીકારવી જોઈએ, અને એને દઢ કરવા માટે પ્રસ્તુત શ્લોકમાં કહે છે –
બ્લોક :
योग्येभ्यस्तु प्रयत्नेन, देयोऽयं विधिनाऽन्वितैः । માત્સર્યવિરોબ્લે:, શ્રેથોવિન્દ્રપ્રશાન્તયે પારદા