________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૧
વળી, ‘ઝપત્ર’=દેવકાર્યાદિમાં, અદ્વેષ છે=અમત્સર છે; કેમ કે તે પ્રકારે તત્ત્વવેદીપણું હોવાને કારણે=“કુદેવમાં કે કુગુરુમાં, કોઈ જીવ દેવ કે ગુરુની બુદ્ધિ કરતો હોય તેને જોઈને તેના પ્રત્યે દ્વેષ ઉચિત નથી,” તે પ્રકારે તત્ત્વનો જાણકાર હોવાને કારણે, માત્સર્યવીર્યના બીજનો સદ્ભાવ હોવા છતાં પણ તેના ભાવના અંકુરાનો અનુદય છે=માત્સર્યના ભાવના અંકુરાનો અનુદય છે.
૧૦૦
અહીં પ્રશ્ન થાય કે અદેવકાર્યાદિ શબ્દથી દેવ, ગુરુના કાર્યથી ભિન્ન એવાં સંસારનાં કાર્ય ગ્રહણ કરવાં છે ? કે અન્ય ગ્રહણ કરવાં છે ? તેનું સમાધાન ક૨વા માટે અદેવકાર્યાદિથી કુદેવકાર્યાદિ ગ્રહણ ક૨વાં છે, પરંતુ સંસારનાં કાર્યો ગ્રહણ કરવાં નથી, તે બતાવવા માટે કહે છે ––
તત્ત્વઅનુષ્ઠાનને આશ્રયીને=ધર્મબુદ્ધિથી કરાતા અનુષ્ઠાનને આશ્રયીને, કર્મમાં=અદેવકાર્યાદિરૂપ ક્રિયામાં=કુત્સિત દેવમાં દેવબુદ્ધિથી કરાતા કાર્યમાં, આનો=મિત્રાદૃષ્ટિવાળાનો આશય છે-અદ્વેષરૂપ આશય છે.
આથી=તે પ્રકારનો તત્ત્વવેદી છે આથી, આને=પહેલી દૃષ્ટિમાં રહેલા યોગીને, ‘અપરત્ર’= અન્યના અદેવકાર્યાદિમાં, ચિંતા હોતી નથી=કેટલાક મિત્રાદૅષ્ટિવાળા જીવો અન્યની પ્રવૃત્તિનો વિચાર કરતા નથી, તો વળી અન્ય કેટલાક મિત્રાદષ્ટિવાળા જીવોને તેના ભાવમાં પણ=ચિંતાના ભાવમાં પણ= કેટલાક મિત્રાદૃષ્ટિવાળા જીવોને અન્ય જીવોની તે પ્રકારની પ્રવૃત્તિ જોઈ એમ વિચાર આવે છે તોપણ કરુણાઅંશ બીજનું જ ઇષત્ સ્ફુરણ થાય છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ।।૨૧।
* ગુરુકાર્યાદિમાં આદિ શબ્દથી ધર્મઅનુષ્ઠાન ગ્રહણ કરવાનું છે.
* શિરો ગુરુવિવોષમાવેપિ માં ‘પિ’ થી એ કહેવું છે કે માથું ભારે થવું આદિ દોષ ન હોય તો તો ભવાભિનંદીને ભોગકાર્યમાં પ્રવૃત્તિ છે જ, પરંતુ માથું ભારે થવું આદિ દોષ હોય તો પણ પ્રવૃત્તિ છે.
* ‘શિરોનુરુત્વવિ’ માં આદિ પદથી શરીરની અન્ય કોઈ પીડાનું ગ્રહણ કરવું છે. * ‘ર્મળ્યાશય:’ એ સ્થાનમાં ‘ર્મન્થસ્યાશય:' એ પ્રમાણે પાઠ હોવો જોઈએ. ભાવાર્થ :
યોગનો પ્રારંભ પહેલી દૃષ્ટિથી થાય છે અને તેનો વિકાસ આઠ દૃષ્ટિ સુધી છે, તેને અહીં ક્રમસર બતાવે છે : આ યોગમાર્ગનો પ્રારંભ માત્ર આચરણારૂપ નથી કે માત્ર બોધરૂપ પણ નથી, પરંતુ સમ્યગ્ બોધથી ઉત્પન્ન થયેલી સમ્યગ્ રુચિપૂર્વકની સમ્યક્ આચરણારૂપ છે. તેથી પહેલી દૃષ્ટિમાં સાચી શ્રદ્ધાથી યુક્ત જે મંદ બોધ થયો છે, તે બોધથી જીવમાં અહિંસાદિ પાંચ યમની આચરણા પ્રગટ થાય છે, તેને સામે રાખીને યોગની પહેલી દૃષ્ટિનું વર્ણન કર્યું છે. વળી, પહેલી દૃષ્ટિમાં બોધ તૃણઅગ્નિકણ જેવો અતિ અલ્પ હોય છે, તોપણ તે બોધ જીવને મોક્ષને અનુકૂળ એવી ઉચિત પ્રવૃત્તિમાં રુચિ કરાવે છે, અને તે રુચિથી જીવની પ્રવૃત્તિ અહિંસાદિ પાંચ યમમાં થાય છે. તે અહિંસાદિ પાંચ યમમાં થયેલી પ્રવૃત્તિ પણ પહેલી દૃષ્ટિમાં રહેલા યોગીમાંથી કોઈકની તે પ્રવૃત્તિ ઇચ્છાયમરૂપ હોય, તો કોઈકની તે પ્રવૃત્તિ પ્રવૃત્તિયમરૂપ હોય, તો કોઈ યોગીની તે પ્રવૃત્તિ સ્વૈર્યયમરૂપ હોય, તો વળી કોઈ યોગીની તે પ્રવૃત્તિ સિદ્ધિયમસ્વરૂપ હોય.