Book Title: Yatra Bhaktithi Muktini
Author(s): Tirthbodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 21
________________ "परमपंच परमेष्टिमां, परमेश्वर भगवान, चार निक्षेपे ध्याइये, नमो नमो जिनभाण. ' "I અર્થાત્ આ દરેક પાઠો વડે એવું સિદ્ધ થાય છે, કે શ્રી જિનેશ્વ૨ પરમાત્માની ભક્તિ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ આ ચારે'ય નિક્ષેપાથી ક૨વી એ શાસ્ત્ર- સમ્મત છે અને એ જૈન ભક્તિમાર્ગ છે. શંકા : નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ-આ ચાર નિક્ષેપામાં વસ્તુતઃ ભાવનિક્ષેપો જ સાચો છે ને ! તેથી ભક્તિ પણ ભાવજિનની (કેવલજ્ઞાન પ્રાપ્ત થયાં પછી સદેહે વિચરતાં અરિહંતોની) જ કરવાની હોય, પરંતુ બીજા બધા નિક્ષેપાની ભક્તિ કેમ કરવાની ? એનાથી શું લાભ થવાનો ? સમાધાન : “ગુરુતત્ત્વવિનિશ્ચય'' ગ્રંથમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. ૧૫માં શ્લોકમાં જણાવે છે. जह गोयमाइआणं, णामाई तिन्नि हुंति पावहरा । अंगारमद्दगस्सय, णामाई तिन्नि पावयरा ||१५|| અર્થાત્ ‘‘ગૌતમાદિ સદ્ગુરૂઓનાં નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપા પણ પાપનો નાશ કરનારા છે. જ્યારે અંગારમર્દક આદિ અસદ્ગુરૂઓનાં તે ત્રણે'ય નિક્ષેપા પાપનો બંધ કરાવનારાં છે.'' આ ઉક્તિ પરથી જણાય છે કે તે-તે ભાવનાથી સંબંધિત તે-તે નામ વગેરે પણ ભાવ જેટલું જ ફળ આપવામાં સમર્થ છે. શ્રી રાયપસેણિય આગમ સૂત્રમાં કહ્યું છે ‘“માાં હતુ તફાવાળ થેરાનું માવંતાનું ગામનોત્તસ્સ વિ સવાયાÇ'' અર્થાત્ તેવાં પ્રકારનાં (મહાસંયમી) સ્થવિર ભગવંતો (ગુરુ ભગવંતો)નાં નામ-ગોત્ર (કુલ)ના શ્રવણથી પણ મહાન લાભ મળે છે.’' આ આગમ-પાઠ દ્વારા જણાય છે. કે નામ વગેરે નિક્ષેપા પણ વસ્તુરૂપ જ છે ખોટા નથી. આ રીતે જ શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે, ``નાનાવો વિ માવા, ને તં િદુ વત્યુપન્નાયા II’’ અર્થાત્ નામ આદિ નિક્ષેપા પણ ભાવવાસ્તવિક છે, કારણ કે ભાવનિક્ષેપાના જ તે પર્યાયો=ગુણધર્મો છે. આથી જ, જ્યારે જ્યારે ભગવાનના નામ, સ્થાપના (મૂર્તિ) કે દ્રવ્ય ఈ ఎం? જૈન ભક્તિમાર્ગ...

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106