________________
૩રર શ્રીયદુવંશપ્રકાશ.
(પ્રથમખંડ) जगभल विभो जाम, वंश जाडेज वडाइ ।
जगभल विभो जाम, सरे तप तेज सवाइ । जगजेठ जामविभो जबर, अरियां मुळ उथापणो॥
रणमालसुत दाता सधर, कवियां दाळद्र कापणो ॥ १॥ વિ. સં. ૧૯૧૬ માં ઓખાના વાઘેરલેકના બંડમાં તે લોકોને પકડવાના પ્રસંગમાં જામશ્રી વિભાજી મેટા ખર્ચમાં ઉતરી, પોતાની રૈયતનું રક્ષણ કરવા માટે બ્રિટીશ સરકારને જોઇતી મદદ આપી, બળવાખાને શાંત પાડી દબાવી દેવામાં તથા પકડવામાં, પિતાની પોલીસના ઉપરી મી. પોપટ વેલજીને મોકલેલ હતા. ત્યાં તેમણે સારી નોકરી બજાવ્યાથી અંગ્રેજ સરકારે તેમને રાવબહાદુરને ખિતાબ આપ્યો હતો.
વિ. સં. ૧૯૧૯ માં જામશ્રી વિભાજીએ બેડીબંદર સુધી પાકો કુરો બંધાબે. અને ત્યાં લોકોની સગવડતા માટે મીઠા પાણીને નળ પણ ગોઠવ્યા હતા.
વિ. સં. ૧૯૨૦ માં જામશ્રી વિભાજીએ દિવાની અને જિદારી કે સ્થાપી રાજ્યના સ્થાનિક ધારાઓ અને બ્રિટીશ કાયદાઓ પ્રસિદ્ધ કરી, રૈયતને : ન્યાય માગ સુગમ કરી આપે હતો. તેથી પ્રજા વર્ગમાં તેઓ નામદારશ્રીની ભારે પ્રશંસા થતાં, આનંદ પ્રવર્યો હતો.
વિ. સં. ૧૯૨૧, ૨૨, અને ૨૩ માં જામશ્રી વિભાછએ. ઘણા મોટા ખર્ચે દેશાવરમાંથી વિદ્વાન બ્રાહ્મણને તેડાવી, મહારૂદ્ર અને તેની સાથે સવા કટી પાર્થિવ કરાવી મહાદેવનું પુજન કરાવ્યું. તે પછી મહાવિષ્ણુયાગ કરાવી, પોતે અસશસ્ત્ર સહિત તુલામાં બેસી સેનાની તુલા કરી હતી. અને તે સેનાનું દાન વાચકોને આપ્યું હતું.
ત્યારપછી ગાયત્રિ પુરશ્ચરણ કર્યું વેદોક્ત બીજમંત્ર સહિત સવાલક્ષ ચંડી પાઠ કરાવ્યા. અને અષ્ટોત્તરશત શ્રીમદ્ભાગવતની પારાયણે વંચાવી, બ્રાહ્મણને સાકરની ચોરાશીઓ કરી, મોટી રકમની દક્ષિણાઓ સાથે શ્રીમદ્ભાગવત અને શ્રીમદ્ભગવતગીતા આદિ ધર્મપુસ્તકનાં દાન આપી સંતુષ્ઠ કર્યા હતા. આ શુભકાર્યના અગ્રેસર ગોસ્વામિ શ્રી વૃજનાથજી મહારાજ તથા શાસ્ટિશ્રી કેશવજી તથા મુખ્ય દિવાન ભગવાનજી વગેરે હતા. યજ્ઞાદિ કર્યા તે વિષે છપાયछप्पय-प्रथम कीन महारुद्र, विश्नुजाग फीर कीनो ॥
गायत्रि पुरश्चरन, तुलाकर हेम सुदीनो ॥ सवाकोटि महादेव, सेव पार्थेश्वर करी आ॥ भागवत शत आठ, पाठ बंमन कर धरी आ॥