________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષ્ય-ભાષ્યકાર
व्यवहारसूत्रम्
આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મ.સા. ભાષ્ય અને ભાષ્યકારો વિષે જણાવે છે કે“ભાષ્યકાર આચાર્ય એક નહિ પણ અનેક થઈ ગયા છે, એક ભગવાન શ્રી જિનભદ્રમણિ ક્ષમાશ્રમણ, બીજા શ્રી સંઘદાસગણિક્ષમાશ્રમણ, ત્રીજા વ્યવહારભાષ્ય આદિના પ્રણેતા અને ચોથા કલ્પબૃહભાષ્ય આદિના કર્તા - આ પ્રમાણે સામાન્ય રીતે ચાર ભાષ્યકાર આચાર્ય થયાની? મારી માન્યતા છે. - વ્યવહાર ભાષ્યના પ્રણેતા કયા આચાર્ય છે ? તે ક્યાંય મળતું નથી; તેમ છતાં એ આચાર્ય એટલે કે વ્યવહારભાષ્યકાર, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી પૂર્વભાવી હોવાની મારી દૃઢ માન્યતા છે. તેનું કારણ એ છે કે, ભગવાન શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણે પોતાના વિશેષણવતી ગ્રંથમાં -
सीहो सुदाढनागो, आसग्गीवो य होइ अण्णेसिं। सिंहो मिगद्धओ त्ति य, होइ वसदेवचरियम्मि॥ ३३॥ सीहो चेव सदाढो, जं रायगिहम्मि कविलबड़ओ त्ति। सीसइ ववहारे गोयमोवसमिओ स णिक्खंतो ॥ ३४ ॥
संपादकीय
16
For Private And Personal Use Only