Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 7
________________ oHooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooook પ્રશ્ન=પૂર્વપક્ષ આવે. અને પછી ઉત્તર આવે. એટલે વિવેચનમાં અને સંસ્કૃત ટીકામાં પહેલા “પ્રશ્ન' તરીકેનો પછી આવનારી પંકિતનો પદાર્થ આપ્યો છે. અને પછી “ઉત્તર' તરીકેનો પહેલા આવેલી પંક્તિનો પદાર્થ આપ્યો છે. હવે વાંચનારની સામે તો પહેલા “ઉત્તરની જ પંક્તિ આવે. એટલે વિદ્યાર્થી વિવેચન જોવા જાય. તો એને એમ લાગે કે “આ પંક્તિનો અર્થ તો અહીં દેખાતો નથી. આ તો તદન બીજો જ પદાર્થ લાગે છે.' એટલે વિદ્યાર્થીઓએ વ્યાપ્તિપંચક(માથુરી)ની આગળ-પાછળ આવતી પંક્તિઓ જોવી અને આવી બાબતોનો ખ્યાલ રાખવો. (૪) ક્યાંક પદાર્થને સરળ બનાવવા માટે “વ્યાપ્તિપંચક'ની પંક્તિને અક્ષરશઃ ખોલવાને બદલે એનો ભાવાર્થ લખ્યો છે. એટલે આવા કેટલાંક સ્થાનોમાં વ્યાપ્તિપંચકની પંક્તિઓનો અક્ષરાર્થ સ્વયં કરી લેવો. (૬) “જે ભણો એ લખીને ભણો અને સાંજે પાઠ કરો' એવી અમારી નમ્ર-ખાસ સુચના છે. એનાથી પદાર્થો વધુ દઢ વધુ સ્પષ્ટ થશે. (૭) વ્યાપ્તિપંચક મૂળગ્રન્થ તો માત્ર પાંચ-છ લીટીનો જ છે. જે તત્ત્વચિંતામણિગ્રન્થની પંક્તિઓ રૂપ છે. એના ઉપર મથુરાનાથ અને જગદીશજી એમ બે વિદ્વાનોએ વિવેચન કર્યું છે. એ જ ખરેખર વ્યાપ્તિપંચક કહેવાય છે. એમાં અહીં મથુરાનાથની “માધુરી' ટીકા જ લીધેલી છે. એના ઉપર સંસ્કૃત-ગુજરાતી વિવેચન છે. સાવધાન ! : અમે પહેલા જ કહ્યું છે કે આ ન્યાયગ્રન્થો બુઠ્ઠી છરીરૂપ સ્કુલ બુદ્ધિને તીક્ષ્ય બનાવવા માટેના શરાણ જેવા છે. શરાણની કિંમત શરાણ જેટલી જ છે. છરીને તીક્ષ્ણ બનાવનારના મનમાં તો શાક સમારી ભોજન કરવાની જ ભાવના રમે છે. જો શાક સમારવાદિ કામ ન હોત તો એ છરી કે છરીને તીર્ણ કરનાર શરાણની કોઈ જ કિંમત રહેતી નથી. જે માણસ કલાકો સુધી છરીને શરાણ ઉપર ઘસ્યા જ કરવાનું કામ કરે એ લોકમાં હાંસીપાત્ર બને છે. છરી તીક્ષ્ણ બને એટલે શરાણ છોડી દેવાનું છે અને શાક સમારવા બેસી જવાનું છે. એમ જો સંયમીઓ બે-પાંચ-સાત વર્ષ આ વાયગ્રન્થો જ ભણ્યા કરે. અને અતિ-અણમોલ આગમગ્રન્થાદિનું અધ્યયન ન કરે. અને છેવટે વ્યાખ્યાનાદિમાં ચડી જાય તો એ યોગ્ય નથી. અત્યારના કાળમાં એવું દેખાય છે કે લગભગ સંયમીઓના ઉપર ૧૦/૧૨/૧૫ વર્ષે સંઘાદિની અનેક જવાબદારીઓ આવી જતી હોય છે. સ્વાધ્યાય ઘટે કે બંધ પડે છે. ન્યાયગ્રન્થો ભણવાની મહેનત જેને માટે કરી છે. એ જ જો ન કરવામાં આવે તો આ ગ્રંથો ભણવાનો અર્થ ઝાઝો નથી રહેતો. પણ હવે આજના કાળની દૃષ્ટિએ જો ૧૨-૧૫ વર્ષમાં જ અભ્યાસાદિ ઓછા પડવાના હોય કે બંધ પડી જવાના હોય. તો હવે સંયમીએ એ રીતે જ અભ્યાસ કરવો જોઈએ કે જેમાં મુખ્ય ધ્યેય=આગમોવિશિષ્ટગ્રન્થોનું વાંચન, મનન જળવાઈ રહે. ત્રણ પ્રકારના સંયમીઓ છે (૧) મંદ ક્ષયોપશમવાળા (૨) મધ્યમક્ષયોપશમવાળા (૩) તીવ્ર ક્ષયોપશમવાળા. એમાં મંદક્ષયોપશમવાળા સંયમીઓ માત્ર મુક્તાવલિ ભણે તો પણ એકવાર ચાલી રહે. તેમને વ્યાપ્તિપંચકાદિ ગ્રન્થો ન કરાવાય એ જ સારું. આમ પણ મુક્તાવલિ પણ તેઓ માટે ખૂબ કઠિન જ પડવાની. મુક્તાવલિમાં પણ માત્ર પ્રત્યક્ષ અને અનુમાન ખંડ જ કરાવીએ તો ચાલી રહે. અલબત્ત આ સંયમીઓ ઉપાધ્યાયજીના ગ્રન્થો લગભગ નહિ વાંચી શકે. પણ શું થાય ? ક્ષયોપશમ મંદ હોય તો એમાં શું કરી શકાય ? પણ મધ્યમ ક્ષયોપશમવાળાઓએ તો ઓછામાં ઓછું વ્યાપ્તિ-પંચક અને સિદ્ધાન્તલક્ષણ સુધી કરવું જોઈએ. અને વધુમાં વધુ પણ આટલું જ કરે એ ઉચિત છે. આનાથી વધારે સમય આ ન્યાયગ્રન્થોમાં કાઢવો એ આ કાળની દષ્ટિએ અમને ઉચિત લાગતું નથી. આટલો ન્યાય ભણવાનું પણ અમે નાછુટકે જ કહીએ છીએ, કેમકે એના વિના મહાપુરુષોના અમુક ગ્રન્થો વાંચવા શક્ય જ નથી. એના રહસ્યો પકડવા અતિ-કઠિન છે. તીવ્ર ક્ષયોપશમવાળાઓ પણ આટલો ન્યાય તો કરે જ. એ પછી વધુ ન્યાય ન કરે એ આ કાળની દૃષ્ટિએ ઉચિત લાગે છે. જૈન ગ્રન્થો (orgonoming governoroscopeoporomocionariooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 116