Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 183
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ માની સંસારનાં પ્રહાદિકનાં આરંભરૂપ જે તે સાવદ્ય કાર્ય, કૃષિ, વિષય, ભોગાદ, વચન, કાયાનો ઉપયોગ ઉદ્યમ કરે છે. તે તે કાર્યને વિષે સમ્યદ્રષ્ટિ જીવ દારૂણ દુઃખ જાણી ખેદ પામે છે. ચારિત્રનો લાભનહિ મેળવી શકવાથી, વળી ચિંતવના કરે છે કે જેણે પુત્રી, મિત્ર, કલત્રી, માતૃ માતાપિતા વિગેરેના વિરહ સંબંધી દુઃખ તેમજ નાના પ્રકારના સંસારજન્ય કલેશોને દૂર કરેલા છે, તેવા સુકૃતનાં સાધનને કરનારા અને ભવદુઃખના સંગને ત્યાગ કરનાર સુવિહિત મુનિમહારાજાઓને ધન્ય છે, કારણ કે જગતના રાજાદિક સ્વામિ રક્ષણ કરનારા સતા પણ વસ્તુથકી કલેશ પામનારા સંસારી જીવોને મુનિજન વિના કોઈપણ રક્ષણ કરી શકનાર નથી. સર્વવિરતિના અભાવવત્ સમ્યગુદષ્ટિ જીવ આવી રીતે ચિંતવન કરે છે. તે ચારિત્રપ્રાપ્તિની ઇચ્છાવાળો હોય તેજ કરે છે. એવી રીતે નિત્ય આનંદમય પરમપદ સ્થાયમાનિ સંયમ વિના ધન પરિજય સ્વજન ધન ધાન્યાદિક કયાંછે રતિને પામતો નથી. જેમ ચારે બાજુથી અગ્નિ લાગેલી હોય અને અંદર અનેક વસ્તુઓ બળી જતી હોય તેને દેખીને ઘરધણી શાન્તિ પામતો નથી. તેમજ ગૃહવાસરૂપી કારાગૃહ વિષે સમ્યગ્દષ્ટિ જીવ શાંતિ પામતો નથી. હાલમાં તે નિર્વેદ લિંગના ઉપસંહાર કરતાં કહે છે કે એવી રીતે આગળ કહેલ સંસાર દુઃખમય અશરણમય, અનિત્યમય, મનનાં પરિણામ સહિત સમ્યગૃષ્ટિ જીવ જિનેશ્વર મહારાજાયે કથન કરેલ છે, માટે અનુમાન કરેલ નિર્વેદ લક્ષણ ચિત્તનાં અધ્યવસાય યુક્ત મહાસત વ્યસનને વિષે પણ આકુલતા રહિત સનત્કુમાર ચક્રવર્તિના પેઠે સમ્યગદષ્ટિ જીવ મનાયેલ છે. એ પ્રમાણે ત્રીજુ નિર્વેદ લિંગ કહાં. ૧૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196