Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 44
________________ આઠમો પ્રકાશ ] ૪૧ [ એકાંતનિવાસ સ્તવ विमतिः सम्मतिर्वापि, चावार्कस्थ न मृग्यते । परलोकात्ममोक्षेषु, यस्य मुह्यति शेमुषी ॥११॥ રિસંવ મુરા = વિદ્વાનેમાં મુખ્ય સાંs = સાંખ્ય અo= અનેકાંતવાદને નgo = વિરોધ કરે નહિ–કરી શકે નહિ. | ભાવાર્થ : સાંખો આત્માને પુરુષ કહે છે. આ પુરુષ કશું જ કરતો નથી. આથી પુરુષ શુભાશુભ કર્મને કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી, કિંતુ કમલપત્રની જેમ સર્વથા નિલેપ છે. તે પછી તે સંસારમાં પરિભ્રમણ કેમ કરે છે એ પ્રશ્નના સમાધાન માટે તેઓ કહે છે કે તેનું કારણ પ્રકૃતિ નામનું તત્ત્વ છે. પ્રકૃતિ જ શુભાશુભ કર્મોને કરે છે અને ભોગવે છે. પુરુષ ચેતન છે. પ્રકૃતિ જડ છે. આથી બંને તદ્દન જુદા છે. પ્રકૃતિ અને પુરુષ તદ્દન ભિન્ન હોવા છતાં ચેતન પુષમાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડવાથી પુરુષને એવો ભ્રમ થાય છે કે “હું પ્રકૃતિ જ' છું. આથી પ્રકૃતિ જ શુભાશુભ કર્મોને કરનાર અને ભોગવનાર હોવા છતાં પુરુષને હું શુભાશુભ કમને કર્તા અને ભોકતા છું એ ભ્રમ થાય છે. પ્રકૃતિ સુખદુ:ખને અનુભવતી હોવા છતાં પુરુષને હું સુખી છું, દુઃખી છું એમ ભાસે છે. અર્થાત પ્રકૃતિના સુખદુઃખાદિ ધર્મો પુરુષને પિતાના માં ભાસે છે. એ જ પ્રમાણે ( પુરુષમાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડવાથી) પ્રકૃતિને હું પુરુષ છું એ જમ થવાથી પુરુષને ચૈતન્ય ધર્મ જડ પ્રકૃતિમાં ભાસે છે. આ પ્રમાણે પુરુષ-પ્રકૃતિના ભેદની અજ્ઞાનતાના યોગે સંસાર છે. જ્યારે પુરુષને ભેદ (-પ્રકૃતિથી હું ભિન્ન છું એવું) જ્ઞાન થઈ જાય છે ત્યારે પુરુષ અને પ્રકૃતિ જુદા પડી જાય છે. આથી પુરુષને–આમાને સંસાર મટી જાય છે. હવે આપણે પ્રસ્તુત વિષયની વાત કરીએ. સાંખ્યો પ્રકૃતિને સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ સ્વરૂપ માને છે. આ ત્રણે ગુણે પરસ્પર વિરોધી છે. એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણોને સ્વીકારવાથી અનેકાંતવાદને સ્વીકાર થઈ જ ગયે. આ રીતે અનેકાંતવાદને સ્વીકાર કરનાર સાંખ્ય અનેકાંતવાદને વિરોધ કેવી રીતે કરી શકે ? (૧૧) ૫૦ = પરલેક, આત્મા અને મોક્ષમાં ચ = જેની શેo =

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82