Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 173
________________ સં. ૨૦૩૨ના મારા ઘેટી ગામના ચાતુર્માસ દરમ્યાન આ વિષયમાં રસ ધરાવતા કેટલાક સભ્યોની એક મિટિંગ રાખવામાં આવી, ફંડફાળો થયો અને પાલીતાણામાં બિરાજમાન મુનિશ્રી કુંદકુંદવિજયજીના ઉપદેશથી નાયરોબી નિવાસી હાલારી મણીલાલ ધરમશીના ઉપધાનમાં જવાનું થતાં ત્યાં શાપરીયા અમૃતલાલ ભાણજીભાઈના પ્રમુખપદમાં થયેલ એક મિટિંગમાં ‘શ્રી સહસાવન કલ્યાણકભૂમિ તીર્થોદ્ધારસમિતિ” ના નામે સહસાવનનું કાર્ય આગળ વધારવાનું નક્કી થયું. ઘેટીવાળા પરમાનંદદાસ, રતિલાલ વગેરે તથા જામનગરવાળા સુતરીયા રંગીલદાસ વગેરેએ જૂનાગઢ જઈ સહસાવનની જમીન ઉપર ભૂમિપૂજનાદિ વિધિ દ્વારા મહામંગલકારી ઉદ્ધારના કાર્યનો પ્રારંભ કર્યો. અનુકૂળતા મુજબ ધીમે ધીમે કામકાજ આગળ વધવા માંડ્યું તેમાં સં. ૨૦૩૩ માં મુનિશ્રી કુંદકુંદવિજયજીના ઉપદેશથી હાલારી મણીલાલ દ્વારા જામનગરથી જૂનાગઢ થઈ સિદ્ધાચલનો છ'રી પાલિત સંઘ કાઢવામાં આવ્યો જેમાં સંઘપતિના શુભહસ્તે ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં મહા વદ ૧૧ના શુભદિને ધર્મશાળાની ભૂમિ ઉપર શિલા સ્થાપન કરવામાં આવ્યું જેના ઉપર એક રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જૂનાગઢ ગામના દેરાસરનો જિર્ણોદ્ધાર કરવા માટે મૂળનાયકે પ્રભુજીને કાયમ રાખી બાકીના પ્રભુજીની ઉત્થાપન વિધિ કરવાની હતી તેમાંથી સેંકડો વર્ષ પ્રાચીન સંપ્રતિકાલીન ખૂબ જ સુંદર અને આકર્ષક શ્રી બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાનની પ્રતિમાજીને કામચલાઉ સહસાવનમાં પરોણાગત પધરાવવા માટે માંગણી કરવામાં આવી. શરૂઆતમાં થોડી આનાકાની બાદ જો શાસનદેવો સંમતિ આપતાં હોય તો આ પ્રભુજી સહસાવનમાં પરોણાગત લઈ જવા સૌ સંમત થયા પરંતુ કલ્યાણકભૂમિના ઉત્થાનના કોઈ ગૂઢ સંકેતના કારણે શાસનદેવોની સંમતિ મેળવવા જ્યારે સકળસંઘની હાજરીમાં ચિઠ્ઠી નાંખવામાં આવી ત્યારે તે પ્રભુજીને સહસાવનના ચૌમુખજી પ્રભુજીના મૂળનાયક તરીકે પધરાવવા માટેનો આદેશ મળતાં શ્રી જૂનાગઢ સંઘ તથા પેઢીના વહીવટદારોની ઉદાર ભાવનાથી શ્રી નેમિનાથદાદાનો સં. ૨૦૩૫ના વૈશાખ સુદ છઠ્ઠના શુભદિને સહસાવનમાં પ્રવેશ કરાવવામાં આવ્યો અને સકળ સંઘની હાજરીમાં વૈશાખ સુદ તેરસના મંગલ ઘડીએ શિલાસ્થાપન થયેલ ભૂમિએ તૈયાર થયેલા રૂમમાં પ્રતિમાજીને પધરાવવામાં આવ્યા હતા. હમણાં સં. ૨૦૪૭ના ચૈત્ર વદ પાંચમના નૂતન સમવસરણમંદિરમાં મૂળનાયક તરીકે પધરાવવા માટે ચૈત્ર સુદ પૂનમના નૂતન સમવસરણ મંદિરમાં મંગલપ્રવેશ કરાવ્યો ત્યાં સુધી લગભગ પાંચ વર્ષ તે સ્થાનમાં જ પૂજાયેલ છે, અને હવે આ. વિ. કુંદકુંદસૂરિના ગુરુજી પૂ. પં. શ્રી ભદ્રંકર વિ. ગણિવરે શ્રી સહસાવનમાં રહીને અટ્ટમ તપની આરાધના કરેલી અને ત્યાં અપૂર્વ આનંદ પ્રાપ્ત કરેલો તેની ચિરકાલીન સ્મૃતિ નિમિત્તે આ.વિ. કુંદકુંદસૂરિની ભાવનાનુસાર હવે આ સ્થાનને ધ્યાનકેન્દ્ર તરીકે ઉપયોગ કરવાનું નક્કી થતાં તે સ્થાનનો લાભ તેમના ભક્તો દ્વારા સારો ફાળો આપીને લેવામાં આવ્યો છે. આ ધ્યાનકેન્દ્રની ઉપર તૈયાર થયેલ રૂમમાં કાષ્ટની બેનમૂન કારીગરીવાળું એક સમવસરણ જે હાલ મુખ્ય જિનાલયમાં છે, સાણંદ સંઘમાંથી મહેતા બુધાલાલ જિનદાસ દ્વારા પ્રાપ્ત થયેલું અને તેમાં શ્રી ઉના-અજાહરાતીર્થના વહીવટદાર ટ્રસ્ટી બાબુભાઈના ખ્યાલ મુજબ દીવતીર્થમાં જમીનમાંથી પ્રાપ્ત થયેલ અતિપ્રાચીન એવા એક જ પાષાણમાં ઘડાયેલ ચૌમુખજી પ્રતિમા તેમના દ્વારા પ્રાપ્ત થયેલ હતા જે પ્રતિમાજી સં.૨૦૩૮ મહા સુદ ચૌદશના સાણંદવાળા મહેતા બુધાલાલ જિનદાસ દ્વારા પધરાવવામાં આવેલ હતા. તે સ્થાનનો લાભ આ. કુંદકુંદસૂરિના ભક્તો દ્વારા લઈ તે રૂમને ભક્તિકેન્દ્ર તરીકે ઓળખવાનું નક્કી કરવામાં આવેલું છે. | જૂનાગઢ ગામના દેરાસરમાંથી પ્રાપ્ત થયેલ શ્રી નેમિનાથ દાદાને મૂળનાયક તરીકે રૂમમાં ચલપ્રતિષ્ઠા કરવાની ઉછામણી મુંબઈમાં પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિની નિશ્રામાં મલાડના મહોત્સવ પ્રસંગ દરમ્યાન બોલાવવામાં આવી હતી જેનો લાભ રાજસ્થાનના સુશ્રાવક ૧૪પ Jan Education Internation

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202