Book Title: Vishva Vandya Vichar Ratnakar Author(s): Chotalal Jivanlal Publisher: Upendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako View full book textPage 5
________________ વશાત અદ્યાપિ તે કાર્ય થઈ શક્યું નહિ! આજે થાય છે, તેમાં કઈ વિલક્ષણ સંકેત દષ્ટિએ આવે છે! શ્રેયસ્સાધકઅધિકારિવર્ગની સંયમના માર્ગે બહુ ત્વરિત પ્રગતિ થાય અને નિઃશ્રેયસૂની સત્વર સિદ્ધિ સધાય, તેમાટે સંવત ૧૯૫૬ (ઈ.સ. ૧૯૦૦)થી એમની પ્રેરણાથી શ્રેયસાધકવર્ગ શ્રી સાધનસમારંભ નામને ઉત્સવ પ્રતિવર્ષ ફાલ્ગન શુક્લ પૂર્ણિમા (હેલિકા)થી આરંભી સાત દિવસપર્યત પાલન કરે છે. આ ઉત્સવના એ આઘદ્રષ્ટા છે! એ ઉત્સવ તેઓશ્રીના સ્મારકરૂપે પણ શ્રી વિશ્વવંદ્ય-ઉદ્યાનમાં સંવત ૧૯૬૮ના વૈશાખ માસમાં વિશેષઉત્સવરૂપે ઊજવવામાં આવ્યા હતા. આ ઉત્સવને આ વર્ષે ૫૦ વર્ષ થાય છે. સાધનસમારંભને વસ્તુતઃ આ સુવર્ણ મહોત્સવ છે. પૂ. શ્રીમતી જયંતીદેવીના ભગવટવરૂપમાં શમનના કારણથી તેમ જ અન્ય પરિસ્થિતિ પણ અનુકૂળ ન જણાવાથી આ વર્ષે તે ઉત્સવ વિશેષરૂપે ઊજવવા વિચાર છતાં તે કાર્ય બંધ રાખવું પડે છે તેથી થતા અસતિષમાં પણ એક સપનું કારણ મળે છે કે એ ઉત્સવના આઘદ્રષ્ટા શ્રીમાન વિશ્વવંદ્ય-શ્રીમન માસ્તર સાહેબના લેખોના સંગ્રહનું પ્રથમ પુસ્તક આ પ્રસંગે પ્રકટ કરવાનો સુયોગ પ્રાપ્ત થાય છે ! તેમના લેખને સંગ્રહ “વિશ્વવંદ્યવિચારરત્નાકર' એ નામથી પ્રસિદ્ધ કરવાનું ઉચિત લાગ્યું છે. વિશ્વવંદ્ય સંજ્ઞાકાર શ્રેયસાધકઅધિકારિવર્ગને સંસ્થાપક શ્રીમન નૃસિંહાચાર્યજીએ તેમના ભૌતિક તનુના સંકેતને સ્પષ્ટ કરેલે છે અને સાથે સાથે તેમના આધ્યાત્મિક જીવનની ઉચ્ચ કક્ષાની લક્ષણા કરાવી છે. મનુષ્યનું અંતઃકરણ ભક્તિજ્ઞાનના સંસ્કારોથી પલટાઈ નવીન રૂપ ધારણ કરે છે. આ તેને નૂતન જન્મ છે. પાશ્ચાત્ય તત્વચિંતકે પણ આ આધ્યાત્મિક પુનર્જનમ (Spiritual rebirth)ને સ્વીકારે છે. અને એ નવીન દેહની લક્ષણ કરાવવા કેટલાંક ગૂઢવિદ્યાની ઉપાસના અર્થે સ્થપાયેલ મંડળોમાં દીક્ષા સમયે નવીન નામની સંજ્ઞા આપે છે. જર્મન લેખક કેરેલ વેનકટર (Karel weinfarter) “Man's Highest Purpose' (મનુષ્યનું સર્વોત્તમ ધ્યેય) એ નામના પુસ્તકમાં જણાવે છે કે આવાં નામમાં વિશેષ મહત્વ નથી; પરંતુ એ નામ જ્યારે અંતરાત્મારૂપ ગુરુ ધુરાવે છે ત્યારે તે વિશેષ મહત્ત્વપૂર્ણ હોય છે, અને તે મનુષ્યની ઉચ્ચ કક્ષાનું દ્યોતક થઈ રહે છે. કૅથલિક ધર્મ વગેરેમાં દીક્ષા વખતે અપાતાં નામસંબંધમાં સ્પષ્ટતા કરતાં તે જણાવે છે: These names are meaningless, while the name given by God contains that sacred magical power, which atPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 182