Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 50
________________ વિશ્વકલ્યાણની વાટે બનતાં હોય છે. ભોગમાં ચારેય ચંચળ અને ઉત્તેજિત બને છે, જ્યારે યોગમાં ચારેય શાંત અને સ્થિર બને છે. યમ-નિયમ એ યોગની ઈમારતનો પાયો છે, જ્યારે ધ્યાન, સમાધિ એ ઈમારતની અગાશી છે. માત્ર પાયામાં જ અટવાઈ જઈશું તો ટેરેસ-અગાશીમાં નહીં પહોંચાય. અનંત આકાશનું દર્શન અગાશીમાંથી જ થાય છે. ભોગાસનો ઇન્દ્રિય અને મનને ચંચળ બનાવે છે. યોગાસનો ઇન્દ્રિય અને મનને શાંત બનવામાં સહાયક બને છે. * તમોગુણની જડતામાંથી અને રજોગુણની ચંચળતામાંથી મુક્ત થઈ સત્ત્વગુણમાં સ્થિર થવા માટે પ્રાણાયામનો અભ્યાસ જરૂરી છે. રેચકથી પ્રાણ શુદ્ધ થાય છે. પૂરકથી પ્રાણ પ્રબળ થાય છે. કુંભકથી પ્રાણ સ્થિર થાય છે. શૂન્યકથી પ્રાણ સૂક્ષ્મ થાય છે. શરીર, શ્વાસ, ઇન્દ્રિય અને મન એ ચારેયની શુદ્ધિ તેમ જ સંયમ ર્યા વિના સીધેસીધી ધ્યાન અને સમાધિની વાતો કરવી એ પાયા વિનાનો મહેલ ચણવા જેવી વાત છે. • સુખ બે રીતે અનુભવાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થઈને અને ઈન્દ્રિયોના વિષયોથી અલિપ્ત થઈને આત્મભાવમાં સ્થિર થઈને પહેલો ભોગનો માર્ગ છે. બીજો યોગનો માર્ગ છે. યોગ એ માત્ર શરીરશાસ્ત્રનું વિજ્ઞાન નથી, પરંતુ ચિત્તવૃત્તિના શુદ્ધિકરણ અને ઊર્ધીકરણનું વિજ્ઞાન છે. યોગ શ્રદ્ધાનો કે અંધશ્રદ્ધાનો વિષય નથી કે માત્ર ચર્ચાનો કે ચિંતનનો પણ વિષય નથી. યોગ તો પ્રયોગનો વિષય છે. શાસ્ત્રોમાં કહ્યું છે : ‘‘યોગેન યોગો જ્ઞાતવ્યો’. યોગ સાધના દ્વારા યોગને જાણવો જોઈએ. યોગાત યોગ પ્રવર્તતે. યોગ સાધના દ્વારા યોગ પ્રવર્તન થાય છે. અષ્ટાંગ યોગની સાધના અને સિદ્ધિ ૧) યમના પાલનથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે ૨) નિયમના પાલનથી જીવન ધર્મમય બને છે ૩) આસનોના અભ્યાસથી શરીર સ્વસ્થ બને છે ૪) પ્રાણાયામના અભ્યાસથી જીવનશક્તિ વિકસે છે ૯૧ વિશ્વકલ્યાણની વાટે ક ૫) પ્રત્યાહારની સાધનાથી ઇન્દ્રિયો અંતર્મુખ બને છે ૬) ધારણાના અભ્યાસથી મન એકાગ્ર બને છે ૭) ધ્યાન દ્વારા અંતઃકરણ શુદ્ધ અને શાંત બને છે ૮) સમાધિ દ્વારા ચેતનાનો સંપૂર્ણ વિકાસ પ્રાપ્ત થાય છે જૈનાચાર્યોએ વૈદિક પરંપરાના કોઈ આચાર્યના ગ્રંથને મહત્ત્વ આપી એની વાતો સ્વીકારી હોય તો તે માત્ર મહર્ષિ પતંજલિનું યોગસૂત્ર છે. મહાનજ્ઞાની જૈનાચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ‘યોગદષ્ટિ'' ગ્રંથમાં ઉલ્લેખ ‘‘ભગવાન પતંજલિ” તરીકે કર્યો છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘પાતંજલ યોગસૂત્ર' પર ટીકા લખી છે. હેમચંદ્રાચાર્યજી અને ચિદાનંદજી મહારાજે અષ્ટાંગ યોગને આવકાર્યો છે. યોગના સંદર્ભે પ્રાણાયમથી આધિ-વ્યાધિ-ઉપાધિનું નિરાકરણ કઈ રીતે થઈ શકે છે તે જોઈએ. પ્રાણાયામ યોગક્રમાંક - ૧ આ પ્રાણાયામ આવેશયુક્ત મન:સ્થિતિવાળી તથા ક્રોધના આવેશવાળી વ્યક્તિઓએ કરવો જોઈએ. ડાબા નસકોરાથી શ્વાસ ખેંચો. સાથે એવી ભાવના કરો કે પ્રકાશનાં કિરણો ચંદ્રનાડીથી અંદર પ્રવેશ કરીને ઈડા-પિંગલા તથા સુષુમ્બ્રાની ધરી પર પ્રાણપ્રવાહને ઉત્તેજિત કરી રહ્યાં છે. તેમાંથી નીકળેલો પ્રકાશપુંજ એના થેલેમસમાં રહેલા કેન્દ્ર સાથે અથડાઇને એને પ્રકાશવાન બનાવી રહ્યો છે. જેટલો સમય શ્વાસ રોકો ત્યાં સુધી એવી ભાવના કરો કે પોતાનો આવેશ હવે શાંત થઈ રહ્યો. છે. મન:સ્થિતિ સમતોલ અને વ્યવસ્થિત બની રહી છે તથા એ કેન્દ્ર કે જ્યાં પહેલાં અંધારું હતું તે હવે પ્રકાશથી ભરપૂર જ્યોતિપુંજ બની ગયો છે. જમણા નસકોરાથી રેચક કરતી વખતે એવી ભાવના કરવી કે પહેલાં જે વિકાર પોતાની અંદર હતા તે ઉચ્છ્વાસની સાથે બહાર નીકળી રહ્યા છે. પીળો મેલો પ્રકાશ બહાર નીકળી રહ્યો છે અને હવે ધીરેધીરે આવેશ શાંત થઈ રહ્યો છે. દરેક પ્રાણાયામ વખતે આ સમગ્ર ભાવના દોહરાવવી જોઈએ. પ્રાણાયામ યોગક્રમાંક ૨ આ પ્રાણાયામ ધૂન, ભ્રમ તથા અકારણ ભયથી ગ્રસ્ત મનઃસ્થિતિવાળા લોકોએ કરવો. આમાં ડાબા નસકોરાથી શ્વાસ લઈ જમણા નસકોરાથી બહાર ૯૨

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75