Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 129
________________ ૧૦૨ શ્રી વીશસ્થાનક તપ પર ભમતાં તેણીને પુણ્યાત્મા સુવ્રતા સાધ્વીનો ભેટો થયો. સાધ્વીને પોતાની બધી વીતક કહી. સાધ્વીની સાથે તે ઉપાશ્રયે આવી. ત્યાં સાગરદત્ત શ્રેષ્ઠીની પુત્રી અને વીરભદ્રની પત્ની પ્રિયદર્શના ભણવાને આવી. પોતાની તે સપત્ની જાણીને અનંગસુંદરીને પ્રિયદર્શના પોતાને ઘેર લઈ ગઈ. તે બન્ને જણા ગુણી પાસે શ્રુતાભ્યાસ સાથે વિવિધ તપશ્ચર્યા કરતી નિર્મળ શીલનું પાલન કરવા લાગી. આ તરફ વહાણ ભાંગી જતાં વીરભદ્ર પણ સમુદ્રમાં પડ્યો. એક ફલકના આધારે તરતો સાત દિવસે તે કિનારે પહોંચ્યો, ત્યાં કોઈક રત્નપ્રભ નામનો વિદ્યાધર તેના રૂપ ગુણ ચાતુરી જોઈને પોતાના રત્નપુર નગરમાં લઈ ગયો અને પોતાની ગુણવતી રત્નપ્રભા નામની પુત્રી ઉત્સવથી વિરભદ્રને પરણાવી. તેમજ વીરભદ્રને ગગનગામિની તથા આભોગિની વિદ્યા આપી વિદ્યાધર બનાવ્યો. અરે ! પુણ્યશાળીને જ્યાં જાય ત્યાં સંપત્તિ અને સુખ સહજ પ્રાપ્ત થાય છે. અહીં વીરભદ્ર દોગંદક દેવની માફક સુખ ભોગવવા લાગ્યો. • કેટલાક દિવસો વ્યતીત થયા બાદ આભોગિની વિદ્યાના પ્રભાવથી નિર્મળ શીલયુક્ત પોતાની પૂર્વની બે પ્રિયાઓને સુવ્રતા સાધ્વીની પાસે પદ્મિની ખંડમાં અભ્યાસ કરતી જોઈ. તેથી પોતાની નવપરણીત પ્રિયાને લઈ કૌતુકના મિષે તે નગરમાં આવ્યો. પોતાની સ્ત્રીને સુવ્રતા સાધ્વીના ઉપાશ્રય નજીક મૂકીને દેહચિન્તાના બહાને તે નગરમાં ગયો. ઘણો સમય વ્યતીત થયા છતાં પોતાના પતિને ન આવેલો જાણી ચિંતાગ્રસ્ત રત્નપ્રભા ત્યાંથી ઉપાશ્રયમાં ગઈ. ત્યાં પૂર્વોક્ત બે સ્ત્રીઓને પોતાની હકીકત કહી તેઓએ સમદુઃખી એવી તેણીને સાથે રાખી. ત્રણે જણા અન્ય પુરુષ સાથે વાત પણ ન કરતાં નિરંતર દેવપૂજા, પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ આદિ કરવા લાગ્યાં. આ તરફ વીરભદ્ર વામનરૂપ ધરી લોકોનું રંજન કરવા કૌતુક કરવા લાગ્યો. એક દિવસ નૃપસભામાં ગયો, ત્યાં સભામાં તેની ત્રણ સ્ત્રીઓના શીલવ્રતની પ્રશંસા સાંભળી. તે સતી સ્ત્રીઓ અન્ય પુરુષની સામે જોતી પણ નથી. યૌવનવતી છતાં જિતેન્દ્રિય છે. રાજાએ કહ્યું કે જે પુરુષ તે ત્રણ સ્ત્રીઓને બોલાવશે તે મારા સ્નેહનું પાત્ર થશે. વામને તે સ્વીકાર્યું. સભાસહિત રાજા તથા કુલ્ક ઉપાશ્રય આવ્યાં. વંદન કરી બેઠા. ત્યાં વામને રાજાની આજ્ઞાથી એક કથા કહેવા માંડી. કથામાં તે મુજે વીરભદ્રની જ કથા કહેવા માંડી. તેમાં તે સાગરદત્ત શ્રેષ્ઠીની

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166