Book Title: Visheshavashyaka Bhasya Part 2
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 571
________________ ૫૭૦] પરિશિષ્ટ - ૩ [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ અવગાહના છે, છતો, પડખે સૂતેલો અથવા બેઠેલા જે જીવ જેવી રીતે કાળ કરે = મૃત્યુ પામે તે તેવી રીતે સિદ્ધ થાય છે. ૯૬૫ થી ૯૬૭. - કર્મને લીધે આ ભવથી ભવાન્તરમાં જાદો આકાર થાય છે, સિદ્ધોને તે કર્મ નથી તેથી સિદ્ધોમાં પહેલા ભવનો જ આકાર રહે છે. ૯૬૮. दीहं वा हस्सं वा जं चरमभवे हविज्ज संठाणं । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिआ ॥९७०॥ तिन्नि सया तित्तीसा धणुत्तिभागो अ होइ बोद्धव्यो । एसा खलु सिद्धाणं उक्कोसोगाहणा भणिआ ॥९७१।। चत्तारि अ रयणीओ रयणितिभागूणिआ य बोद्धव्वा । एसा खलु सिद्धाणं मज्झिमओगाहणा भणिआ ॥९७२॥ एगा य होइ रयणी अटेव य अंगुलाई साहीआ । एसा खलु सिद्धाणं जहन्नओगाहणा भणिआ ॥९७३॥ ओगाहणाइ सिद्धा-भवत्तिभागेण हुंति परीहीणा। संठाणमणित्यंत्थं जरामरणविप्पमुक्काणं ॥९७४॥ આ ભવને છોડતી વખતે અહિયાં જે સંસ્થાન હોય છે તે જ સંસ્થાન મોક્ષમાં હોય છે, પણ તે પ્રદેશથી ઘન હોય છે (કારણ કે ત્રીજે ભાગે પોલાણ પુરાય છે.) લાંબું અથવા ટુંકે જે કોઈ સંસ્થાન ચરમ-છેલ્લા ભવમાં હોય તેમાંથી ત્રીજા ભાગ જેટલી ઓછી સિદ્ધની અવગાહના હોય છે. સિદ્ધ પરમાત્માની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ અને ધનુષનો ત્રીજો ભાગ જાણવો. ચાર હાથમાંથી હાથનો ત્રીજો ભાગ ઓછો કરીએ તેટલી સિદ્ધોની મધ્યમ અવગાહના કહેલી છે અને આઠ આંગુલ અધિક એવી એક હાથ પ્રમાણ (સિદ્ધની) જઘન્ય અવગાહના કહેલી છે. ભવના ત્રીજા ભાગે હીન અવગાહનાએ સિદ્ધો રહે છે અને જરા-મરણથી રહિત એવા સિદ્ધોનું સંસ્થાન દરેકનું જુદું છે. ૯૭૦ થી ૯૭૪. असरीरा जीवघणा उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं लक्खणमेअं तु सिद्धाणं ॥९७७।। શરીર રહિત ઘનપ્રદેશવાળા, જ્ઞાન અને દર્શનના ઉપયોગવાળા અને સામાન્યવિશેષ પદાર્થને જાણવું દેખવું તે સિદ્ધોનું લક્ષણ છે. ૯૭૭. नाणंमि दंसणंमि अ इत्तो एगयरयंमि उवउत्ता। सबस्स केवलिस्सा जुगवं दो नत्थि उवओगा ।।९७९।। नवि अत्थि माणुसाणं तं सुक्खं नेव सबदेवाणं । जं सिद्धाणं सुक्खं अब्बावाहं उवगयाणं ॥९८०॥ કેવળજ્ઞાનના ઉપયોગવાળો જીવ સર્વ પદાર્થના ગુણોને જાણે છે અને અનંત વીર્યયુક્ત કેવલદૃષ્ટિથી સર્વતઃ દેખે છે. જ્ઞાન અને દર્શન એ બેમાંથી એક જ ઉપયોગવાળા સિદ્ધો હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586