Book Title: Vijyanandsuri Swargarohan Shatabdi Granth
Author(s): Navinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
Publisher: Vijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
View full book text
________________
- આ યોગમાં સાધક પ્રમાદનો ત્યાગ કરીને પોતાની શકિત અનુસાર શ્રધ્ધાયુકત થઈને અનુષ્ઠાન કરે છે. એ દોષરહિત ધર્મઅનુષ્ઠાન કરે છે.
* આચારાંગમાં પ્રશ્ન પૂછયો છે : ઘણા જીવો મોક્ષાર્થી હોવા છતાં આ સંસારમાં અનેક પ્રકારે દંડાય છે, દુ:ખી થાય છે, ચિંતાથી બળે છે અને રોગોથી પીડાય છે, તેનું શું કારણ હશે? ગુરુદેવે કહ્યું મોક્ષાર્થી હોવા છતાં જે પ્રમત્ત દશામાં આવી જાય છે, તે ખરેખર આવી શિક્ષાનો અધિકારી જ છે. (કારણ કે જ્યાં સુધી પ્રમાદરૂપ કાતીલ ઝેરનું કુંડું પડ્યું છે, ત્યાં સુધી શાંતિરૂપ અમૃતનાં બિંદુઓ સ્પર્શતા નથી. અને કદાચ ભાવનારૂપે સ્પર્શે છે, તો પણ તેની અંત:કરણ પર સ્થાયી અસર રહેતી નથી.) માટે મેધાવી સાધક, જે કાર્ય મેં પૂર્વકાળે પ્રમાદથી કરી નાખ્યું તે હવે નહિ કરું એવી હૃદયપૂર્વક ભાવના ભાવી સતત જાગરૂક રહે.
મદ, વિષય, કષાય, નિંદા અને વિકથા એ પાંચ પ્રમાદો કહેવાય છે તે ભયંકર ઝેરો કહેવાય છે. એ તરફ જે બેદરકાર રહે છે, તે દંડાય છે, પીડાય છે અને વારંવાર આધ્યાત્મિક મૃત્યુ પામે છે. અમૃતનું આસ્વાદન પ્રાપ્ત થાય કે ન થાય, પરંતુ સૌ પ્રથમ તો ઝેરનાં સંસર્ગથી દૂર રહેવાનું કોને મન ન થાય?
અહિંસકવૃત્તિ એ પ્રમાદરૂપી ઝેરને રોકવાના સાધનરૂપ છે. સંસારનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારનાર સ્ત્રી-પુરુષ જે પાંચ મહાવ્રતોનું પાલન જીવનપર્યત કરવાનું છે. તેમાં પ્રથમ છે :
(૧) પ્રાણાતિપાત વિરમણ વ્રત પ્રાણ = જીવ, અતિપાત હિંસા, વિરમણ-અટકવું. જીવહિંસાથી અટકવું, તે પહેલું મહાવ્રત છે. प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा।
(તત્વાર્થસૂત્ર - અ.૭૦ પ્રમાદથી થતા પ્રાણીવધને હિંસા કહેવાય છે. પ્રમાદ આઠ પ્રકારનાં બતાવવામાં આવ્યા છે.
(૧) અજ્ઞાન (૨) સંશય (૩) વિપર્યાય (૪) રાગ (૫) વેષ (૬) સ્મૃતિભ્રંશ (૭) યોગદુપ્રણિધાન (૮) ધર્મનો અનાદર
આ આઠ પ્રમાદમાંથી ગમે તે પ્રમાદથી ત્રસ કે સ્થાવર, કોઈ પણ જીવની હિંસાથી અટકવું જોઈએ.
प्राणीवधात् सम्यग्ज्ञान - श्रध्धानपूर्विका निवृत्तिः प्रथम व्रतम्।
(પ્રવચનસારોદ્ધારે) આ હિંસાની નિવૃતિ સમન્ જ્ઞાન-દર્શન પૂર્વક હોવી જોઈએ. સાધુ મન-વચન-કાયાથી હિંસા
૧૩૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org