________________
વાત્સલ્યનિધિ સંઘનાયક
[૧૦૧] મારી તે અંગત દઢ માન્યતા છે કે આપ અત્યારે નહિ આવે તો આ સંમેલનને સફળ રીતે પાર પાડવું હશે તો ભેગા થયા પછી પણ તમારી રાહ જોવી પડશે. અગર ગમે તેમ ભીનું સંકેલવું પડશે, કે કાંઈક અજુગતું થયું તેમ ઉકેલવું પડશે. આવું ન બને અને ભવિષ્યમાં સુધારવાનું પણ અશક્ય થાય તે પહેલાં આપે આવવું જરૂરી છે.”
આ. શ્રી વિજયધર્મસૂરિજી લખે છે: “સંમેલનની સફળતાને આધાર મુખ્યત્વે આપની હાજરી ઉપર અવલંબે છે. માટે કોઈ પણ ઉપાયે પધારવા માટે કૃપા કરશે.”
શ્રી વિજયસૂરિ મહારાજે પણ એમને લખી જણાવ્યું કે “ક્ષણે ક્ષણે એવો વિચારી રહ્યા કરે છે કે તમે અમદાવાદ તરફ વિહાર કરે, મને એમ લાગે છે કે તમારી હાજરીની અમદાવાદ ખાસ જરૂર છે.”
એક બાજુ, પૂજ્ય ગુરુમહારાજની ઇચ્છા અને બીજા બધાની આગ્રહભરી વિનતિઓ શ્રી વિજયનંદનસૂરિજીને અમદાવાદ જવા માટે સકંઠ બનાવતી હતી, ને બીજી બાજુ શરીરની નાજુક દશા ન જવા ફરજ પાડતી હતી. શું કરવું ? એ ચેકસ નહેતું થતું,
શેઠ કેશુભાઈને છેલ્લી વાર ના લખી, ત્યારે તેમને પણ લાગ્યું કે આવી તબિયત વધુ આગ્રહ કર વ્યાજબી નથી. એથી એમણે લખ્યું: “આપને પત્ર મલ્યા. શિવલાલનો પણ પત્ર છે. આપની તબિયતના સમાચાર જાણ ચિન્તા થાય છે. આપની તબિયતની અનુકૂળતા મુજબ આપને જણાય કે વિહાર અશક્ય છે તો આપ તે પ્રમાણે ઘણે ખુશીથી અત્રે આવવાનો વિચાર માંડી વાળશો. આપે શાસનહિતની દષ્ટિએ તેમ હિમારી વિનંતિથી આપનાથી બનતા પ્રયાસ કર્યો, છતાં નાઉપાયે જ વિચાર માંડી વાળે તે કઈને કાંઈ કહેવાપણું રહેતું નથી. પૂ. આચાર્યશ્રી લાવણ્યસૂરિશ્રી અત્રે છે તે આપ તેમને સૂચના આપતા રહેશે.”
આ પત્રમાં શેઠની સૂચનાનુસાર શ્રી વિજયનંદનસૂરિજીએ શ્રી વિજયલાવણ્યસૂરિજીને સૂચના કરાવી કે “તમે શ્રી વિજયસૂરિજી મહારાજ જેડે રહીને આપણા સમુદાય વતી પ્રતિનિધિત્વ કરજે.”
પણ આના જવાબમાં એમણે પં. મફતલાલને મેએ કહ્યું કેઃ “હું સંમેલનમાં હાજર રહીશ, વાત કરીશ, પણ નંદનસૂરિ મહારાજ જેવી પકડ અને એમના જેવું નિર્ણયાત્મક વલણ હું ન જાળવી શકું. વધુ ખેંચતાણ થશે તો મારી પકડ ઢીલી પડી જશે. માટે એ આવે તે જ સારું.” આમ કહીને એમણે શ્રી વિજયનંદનસૂરિજી પર પત્ર પણ લખ્યા: “રાજનગરની સકલ જનતા, અને અન્ય સમુદાય પણ આપ અહીં પધારે તેમ ઉત્કંઠાવાળા છે. આપ નહિ આવે, એ જાણીને સૌ ઉદ્વેગ પામે છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org