Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
નહીં આપે. માટે તે રસ્તે લેવું જોઈએ જેથી ખીમચંદ ભાઈને રજા આપવી પડે.
ખીમચંદભાઈ આપને દુકાન ઉપર બેસાડી ઉઘરાણી જતા. પાછળથી આપ ગલામાંથી જે કાંઈ હાથમાં આવતું તે ગરીબને આપી દેતા. પછી ભાઈ આવીને પૂછતા ત્યારે આપ કહેતા “ભાઈ ભાગ્યવાને હજાર, લાખે મનુને અન્ન પાણ આદિ પુરું કરે છે તે આપણે પણ આપણું શકત્યાનુસાર અનાથની ઉપર દયા કરવી જોઈએ. વળી ધર્મશાસ્ત્રોનું એવું ફરમાન છે કે આવાં સત્કાર્યોમાં વાવેલું ધન લાખે ઘણું ફળ આપે છે માટે તે બાબત દુઃખ મનાવવું ન જોઈએ.
અનેક ગામને પાવન કરતાં શ્રી આત્મારામજી મહારાજ સાહેબ પાલીતાણુ પધાર્યા. આપ પણ વડીલ બંધુની આજ્ઞા લઈને શ્રી તીર્થાધિરાજની યાત્રા નિમિત્તે પાલીતાણા પહોંચ્યા અને શ્રી ગુરૂદેવના ચરણેમાં હાજર થયા. અહીં પણ ખીમચંદભાઈને આપની દીક્ષાના ભણકારા આવ્યા અને રોકવા માટે યોગ્ય પ્રયત્ન પણ કર્યા
ચોમાસું પૂર્ણ થતાં શ્રી ગુરૂદેવની સાથે આપનું રાધનપુરમાં આગમન થયું. આપે શ્રી ગુરૂદેવના ચરણમાં પડી બહુ જ નમ્રતાથી દીક્ષા માટે અર્જ કરી તેમજ ખીમચંદભાઈને એક રજીસ્ટર્ડ પત્ર લખ્યું કે “ અમુક દિવસે મારી દીક્ષા છે માટે અવશ્ય પધારશે.પત્ર મળતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org