Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 194
________________ વીર ! મધુરી વાણી તારી બાર ભાવના સર્વાંગી દર્શનની જનેતા છે. ધર્મ-શુક્લ ધ્યાનની ભૂમિકાએ જવા માટે તો જગતના એકાંગી દર્શનથી કલ્પાઈ ગયેલા આકર્ષણોના રાગને મંદ પાડવા જ રહ્યા. નહિ તો એ રાગ જોર કરી જાય અને ધ્યાનની ઊંચી ભૂમિકામાં બેઠેલા આત્માનો પગ ખેંચતા જ રહે. ૧૯૪ એ રાગને મંદ પાડે છે બાર ભાવનાઓનું સર્વાંગી જગદર્શન. ધર્મધ્યાનાદિને પામવા માટે ય ભાવનાઓ, અને તૂટતાં ધર્મધ્યાનાદિને સાંધવા માટે ય ભાવનાઓ. જ્યાં રાગ-શત્રુ માથું ઊંચકે ત્યાં જ ભાવનાનો ગોલીબારથી તેને ઠાર ક૨વો જ રહ્યો. મૈત્ર્યાદિભાવનાઓનું જલ-બળ : જગતનું સ્વરૂપ દર્શન કરાવીને જગતથી મુક્ત કરાવનાર જેમ બાર ભાવનાઓ છે તેમ જીવાત્માઓ સાથે સંબંધ જોડી આપનારી મૈત્ર્યાદિ ચાર ભાવનાઓ છે. બે ય એકબીજાની પૂરક છે. જીવાત્મા સાથે મૈત્ર્યાદિન જામતા હોય તો જગદર્શન ઠગારું માની લેવું. અને જીવાત્મા સાથેના મૈત્યાદિને ઠગારા માની લેવા જો તે પછી સર્વાંગી જગદર્શન ન થતું હોય તો. આવા વંચક સંબંધોએ જ જીવનમાં ઘણી વિષમતાઓ ઊભી કરી છે. આત્માના અનંત સુખના બંધ બારણે જ જીવને ઊભો રાખી દીધો છે. મૈત્ર્યાદિભાવના તે જ સાચી કે જે જગતનું સર્વાંગી દર્શન કરાવીને જગતથી વિરાગ જન્માવી જાય. જગતનું સર્વાંગી દર્શન પણ તે જ સાચું કે જે જીવમાત્ર પ્રત્યે મૈત્યાદિનો રાગભાવ જન્માવી જ જાય. જીવરાગ જડવિરાગમાં પરિણમ્યા વિના ન રહે. જડવિરાગ જીવરાગમાં પરિણમ્યા વિના ન રહે. ફરી કહું છું બે ય ભાવનાઓબાર અને ચાર ઃ એક બીજાની પૂરક છે. એકબીજા વિના જીવી ન શકે તેવા એમનાં જીવન છે. જીવાત્માના અનંત સુખનું ધનોતપનોત કાઢી નાંખનાર, એને કુત્તો બનાવીને ચાર પગે ચલાવનાર, એને ગઢો બનાવીને હોંચી-હોંચીના બૂમો પડાવનાર, એને

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216