________________
( ૧ ) “આપ હવે અમારાથી પણ મોટા અને જગત માનનીય. થયા, આપ સમજુ અને વિવેકી છે, આપ જેવા પૂર્વ અવસ્થામાં હતા, સમૃદ્ધિમાં પણ એવી જ રીતે ધર્મમાં સ્થિર થઈ અનેક દીન હીન ગરીબ જનના બેલી થજે. અનેક નિરાધાના આધાર બનજો, તમે તે દુઃખ જોયેલું છે જેથી એવા દુઃખીયાઓની કદર કરજે. અન્ન માટે ટળવળતા ગરીબોની દાઝ જાણી એમને મદદ કરજે, જેમ તમારી ઉપર મહારાજની મીઠી નજર થઈ છે તેવી જ રીતે તમે પણ તેની ઉપર મીઠી. નજર રાખશે, એ વૈભવ, એ ઐશ્વર્ય, એ ઠકુરાઈ, એ સત્તાના મદમાં તમારા સરખા પુરૂષો નજ અંજાય, અગ્નિમાં જેમ સુવર્ણ કસાય છે તેવી જ રીતે એશ્વર્ય અને સત્તા રૂપી અગ્નિથી તમારી કસોટી કાંઈ જેવી તેવી નથી થવાની ને ધર્મમાં તમારા જેવા ઘણુ શકિતવાળા પુરૂષો હોય એ ધર્મના નૈરવ, મહત્તામાં શી ખામી હોય, ” ધર્મચંદ્ર શેઠે એક પછી એક શિખામણના શબ્દો કહેવા શરૂ કર્યા.
ધર્મચંદ્રશેઠનો ઉપદેશ વ્યાજબી છે ભાવડશાહ ! મધુમતીને ધણું તમારા ધર્મને વિજય કરજો, તમારાં દેવસ્થાને જગત પ્રસિદ્ધ કરી હજારે જન આકર્ષાય એવાં કરજો. ગુરૂઓનું માહાસ્ય વધારેજે. શ્રાવક ધમીઓથીજ દેવ ગુરૂ અને ધર્મની મહત્તા છે તમારા જેવા તે ધર્મના સ્થંભરૂપ ગણાય, તન મન અને ધનથી દેવ ગુરૂ અને