Book Title: Vairagya Varsha
Author(s): Jitendra Nagardas Modi
Publisher: Jitendra Nagardas Modi

View full book text
Previous | Next

Page 29
________________ ૪૮ [ વૈરાગ્યવર્ધા * દેહ જડ છે, જાણે એક મડદાનું સ્થાન જ છે; તે રજ અને વીર્યથી ભરેલું છે, મળ-મૂત્રરૂપી ખેતરનો કયારો છે, રોગોનું પોટલું છે, આત્માનું સ્વરૂપ ઢાંકનાર છે, કષ્ટોનો સમૂહ છે અને આત્મધ્યાનથી ભિન્ન છે. હે જીવ! આ દેહ સુખનો ઘાત કરે છે તોપણ તને પ્રિય લાગે છે; છેવટે એ તને છોડશે જ તો પછી તું જ એનો સ્નેહ કેમ છોડી દેતો નથી? ૧૯૨. (શ્રી નાટક સમયસાર) * જુઓ! આ અનંતજ્ઞાનનો ધણી ભૂલી દુઃખી થાય છે. હાંસી થતાં માણસ શરમિંદો થાય છે, ફરીથી હાંસીનું કામ કરતો નથી. (પણ) આ જીવની અનાદિકાળથી જગતમાં હાંસી થઈ રહી છે, છતાં લાજ ધરતો નથી. ફરી ફરી એની એ જ જૂઠી રીતને પકડે છે. જેની વાત કરતાં અનુપમ આનંદ થાય એવું પોતાનું પદ છે તેને તો ગ્રહણ કરતો નથી અને પરવસ્તુની તરફ દેખતાં જ ચોરાશીનું બંદીખાનું છે તેને ઘણી રુચિ પૂર્વક સેવે છે. ૧૯૩. (શ્રી અનુભવપ્રકાશ) * હે પ્રાણી! એ અશુચિ શરીરથી મમત્વ કરી તું અત્યંત દુઃખી થઈ રહ્યો છે, હાય! ઠગાઈ રહ્યો છે, નષ્ટ થઈ રહ્યો છે. પરાધીનતાજન્ય અપાર ભયંકર દુઃખને અનુભવી રહ્યો છે. પણ હવે તો તેને અનંત દુઃખની ખાણ અને મહા અપવિત્ર સમજ તો જ તારું જ્ઞાન સત્ય જ્ઞાન કહેવાશે. તથા તે પ્રત્યેનું અનાદિ-મમત્વ છોડવું એ જ વાસ્તવિક મહાન સાહસ છે. ૧૯૪. (શ્રી આત્માનુશાસન) * ભાગ્યવશે રાજા પણ ક્ષણવારમાં નિશ્ચયે રંક સમાન થઈ જાય છે તથા સમસ્ત રોગ રહિત યુવાન પુરુષ પણ તરત જ મરણ પામે છે. આ રીતે અન્ય પદાર્થોના વિષયોમાં તો શું કહેવું? પણ જે લક્ષમી અને જીવન બંનેય સંસારમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમની પણ જો આવી સ્થિતિ છે તો વિદ્વાન મનુષ્ય બીજા કોના વૈરાગ્યવષ ] વિષયમાં અભિમાન કરવું જોઈએ? અર્થાત અભિમાન કરવાયોગ્ય કોઈ પણ પદાર્થ અહીં સ્થાયી નથી. ૧૫. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * આ સંસારમાં વિષયાંધ જીવોએ કૌતુહલપૂર્વક ભોગવી ભોગવીને છોડેલાં પદાર્થોને મોહમૂઢ જીવ ફરી ફરી ઇચ્છે છે. તું એ પરવસ્તુરૂપ ભોગાદિમાં એટલો તીવ્ર રાગી થયો છે કે તેને તું વારંવાર આશ્ચર્યયુક્ત અને મહત્ત્વપૂર્ણ દૃષ્ટિએ જોઈ રહ્યો છે કે જાણે આ ક્ષણ પહેલાં એ ભોગાદિ પદાર્થો પૂર્વે મેં ક્યારેય દીઠાં નથી કે અનુભવ્યાં નથી. પણ ભાઈ! એ ભોગાદિ પદાર્થો તે પૂર્વે અનંતવાર ભોગવ્યાં છે. અરે! તે એકલાએ જ નહિ પણ અનંત જીવોએ અનંતવાર તારા જ વર્તમાન અભિલાષીત ભોગાદિક પદાર્થો ભોગવ્યાં છે અને છોડ્યા છે. પણ ભાઈ! તેની તને કાંઈ પણ સુધ રહી નથી, તેથી જ એ તારી તથા બીજાં અનંત જીવોની અનંતવાર છોડેલી ઉચ્છીષ્ટ (એંઠ)ને તું વારંવાર ફરી ફરી આદરયુક્ત ભાવે અને આશ્ચર્યયુક્તપણે ગ્રહણ કર્યા કરે છે. ૧૯૬. (શ્રી આત્માનુશાસન) કે ભો આત્મનું! કૃમિનિકે સૈકડાં જલનિકરિ ભર્યા અર નિત્ય જર્જરિત હોતા યો દેહરૂપી પીંજરા ઇસકું નષ્ટ હોતે તુમ ભય મત કરો. જાનૈ તુમ તો જ્ઞાનશરીર હો. ૧૯૭. (મૃત્યુમહોત્સવ) * સંસારમાં ભોગ-ઉપભોગની પ્રાપ્તિથી જેટલું સુખ થાય છે તેને અને તે ભોગ-ઉપભોગના નાશથી જેટલું દુઃખ થાય છે તેને સરખાવીએ તો ભોગ-ઉપભોગની પ્રાપ્તિથી થતાં સુખ કરતાં ભોગ-ઉપભોગના નાશથી થતું દુઃખ અત્યંત અધિક છે. ૧૯૮. (શ્રી ભગવતી આરાધના) * જો વિષયજન્ય દોષ દેવોંકો દુઃખ દેતે હૈં ઉનકે રહને પર

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104