Book Title: Vaheli Sawarno Shankhanad
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 27
________________ હજુ ઘણું બાકી છે પૂરપાટ વેગે ગાડી ભાગે છે. એક ઢાબા પાસે ગાડી ઊભી રહે છે. ગાડીના પ્રવાસીઓ જાણે છે. હજી ઘણું બાકી છે. આરામ કરી લો. ફરીથી દૌડ શરૂ કરવાની છે. અને ગાડી આગળ નીકળે પણ છે. ગાડીને ૫૦૦ કિલોમીટરની મુસાફરી કરવાની છે, ૩0 કિલોમીટર પર ઢાબું આવ્યું. ગાડી અટકી નથી, રોકાઈ છે. ૩0 કિલોમીટર પસાર થયા તેનો સંતોષ છે. ૨૦ કિલોમીટર બાકી છે તેની સાવધાની છે. ગાડી ફરી ગિયરમાં મૂકાય છે. તમે જિંદગીની ગાડીમાં બેઠા છો. કોઈ સફળતા મળે છે. તમે રાજી થાઓ છો. તમને ખુશાલી છે. કામ ધાર્યા મુજબ થયું તેનો સંતોષ છે. તમે જિંદગીની બાબતમાં સભાન છે. એકાદ સફળતા મળી તે સારું છે. આ સફળતાને અંતિમ ના મનાય. હજી નવી સફળતા મળવાની છે. મહેનત ચાલુ રાખો. સારા અને વ્યાજબી નિર્ણય લેતા રહો. રૂપરેખા નિશ્ચિત કરીને થાક્યા વગર કામે લાગો. એક સફળતાથી સંતોષ ન મનાય. આગળ આવી રહેલા દિવસોમાં નવી સફળતા મળવી જોઈએ. ધર્મમાં સૂત્રો ઘણા છે. થોડાક મોઢે થયાં. સફળતા મળી. તમે સંતોષ માની લો છો. શહેરનાં એક મંદિરમાં આરામથી દર્શન કર્યા. આનંદ મળ્યો. તમે સંતોષ માની લો છો. નવાં સૂત્રો ભણવાના બાકી છે. શહેરમાં બીજાં ઘણાં મંદિર છે, તેનાં દર્શન કરવાના બાકી છે. તમે જે કર્યું છે તે સારું છે. તમે જે નથી કર્યું તે ઘણું છે. જે કર્યું તેનો આનંદ થવો જોઈએ. જે કરવાનું બાકી છે તેની યાદ જીવતી રાખવી જોઈએ. તમારું મન જોખમી છે. તમે જે કર્યું છે તેનો સંતોષ બાંધીને એ બેસી જશે. નવું કામ કરવાનો કંટાળો આવશે. નવી મહેનત કરવાની આળસ ચડશે. જે મળ્યું છે તે ઘણું છે તેવું મિથ્યાભિમાન આવી જશે. આવી માનસિકતાને તમારે તોડવાની છે. ૩૦૦ કિલોમીટર પર અટકેલી ગાડીને ડ્રાઇવર ૨૦૦ કિલોમીટર આગળ ન લઈ જાય તો એને તકલીફ પડે છે. પ્રવાસીઓ પણ હેરાન થાય છે. જિંદગીમાં એવું નથી બનવાનું. તમારો જેટલો વિકાસ થયો છે ત્યાં તમે અટકી રહેશો તો તમારી માટે કોઈ આફત સર્જાવાની નથી. તમને તો મજા જ આવશે. મળ્યું છે તે માણવામાં તકલીફ થાય શાની ? યાદ તમારે જ રાખવું પડશે. તમે આટલા આગળ આવી પહોંચ્યા છો તો હજી વધારે આગળ કેમ ન નીકળી શકો. તમે જો દસ હજાર રૂપિયા કમાઈ શક્યા છો તો તમે પચાસ હજાર બનાવી શકો છો. તમે દસહજાર પર અટકી જશો તો તકલીફ કોઈ નથી. કેવળ ચાલીસ હજારની નુકશાની ઊભી રહે છે. તમે આજે ગુણોનાં સ્તરે એક જગ્યાએ આવીને અટકી ગયા છો. ઘરમાં નવા પૈસા આવે છે. ઘરમાં નવુ ફર્નિચર આવે છે. પરિવારમાં નવા સભ્યો આવે છે અને જીવનમાં નવા ગુણો આવતા નથી. તમારું વ્યક્તિત્વ અને તમારી વિચારચેતના નવા ગુણો મેળવવા સક્ષમ છે. તમારી સામે નવા ગુણો મેળવવાની આવડત છે. તમે જે ગુણોનો વિચાર કરશો તે ગુણોને જીવનમાં મેળવી શકશો. તમને નવા ગુણ યાદ નથી આવતા. તમને નવો ધર્મ યાદ નથી આવતો. તમે થોડાક ગુણો પર આવીને અટકી ગયા છે. તમે થોડોક ધર્મ કરી રહ્યા છો. તેની પર જ અટકેલા છો. તમે તમારી ક્ષમતાને અન્યાય કરો છો. તમે ભવિષ્યને ફાયદો નથી કરાવતા. તમે તમારા ભૂતકાળ અને વર્તમાનને સમાન રાખો છો. નવું ભવિષ્ય તમે ઘડતા જ નથી. તમે જે સારાં કામો કર્યા છે તે ખરેખર સારા છે. તમે આનાથી વધારે સારાં કામો કરી શકો છો. મોટા ભાઈ, જરા સમજો . હજી ઘણું બાકી છે. ૪૩ ૪૮ -

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51