Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 494
________________ ૪૭૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય : આર્જવના દંડથી તપસ્વી એવા સુસાધુ માયાને દળે છે ફૂટે છે. લોભને મુક્તિના કુઠારથી રોદ્ર એવા સાધુઓ ખંડખંડ છેદી નાંખે છે. અથવા સૂક્ષ્મ પણ લોભ હૈયામાં જીવી ન શકે તે રીતે અસંગભાવમાં યત્ન કરવા રૂપ મુક્તિના કુઠારથી લોભનો નાશ કરે છે. IIછા શ્લોક : तथैते मुनयो भूप! स्नेहाबन्धपरायणम् । कामं निष्पीड्य हस्तेन, मर्दयन्तीव मत्कुणम् ।।८।। શ્લોકાર્ચ - અને આ મુનિઓ હે રાજા ! સ્નેહના બંધનમાં પરાયણ એવા કામને નિપીડન કરી માંકડની જેમ હાથથી મર્દન કરે છે જેમ માંકડ પ્રત્યે દ્વેષવાળા જીવો હાથથી મર્દન કરી નાંખે તેમ સ્નેહબંધનમાં તત્પર એવા કામવાસનાને મુનિઓ અવેદી મારો સ્વભાવ છે, વેદ મારો સ્વભાવ નથી એ પ્રકારે ભાવન કરીને કામની પરિણતિનું મર્દન કરે છે. IIII શ્લોક : दहन्ति शोकसम्बन्धं, तीव्रेण ध्यानवह्निना । भयं भिन्दन्ति निर्भीका, धैर्यबाणेन वत्सलम् ।।९।। શ્લોકાર્ધ :શોકના સંબંધને તીવ્ર ધ્યાનરૂપી અગ્નિથી દહન કરે છે મુનિઓ શુદ્ધ આત્માનું પારમાર્થિક સ્વરૂપ સદા ભાવન કરે છે જેથી હંમેશાં ચિત્ત નિરાકુળ સ્વભાવમાં પ્રવર્તતું હોવાથી શોકનો પરિણામ ઉદ્ભવ જ પામી શકતો નથી. વળી, વત્સલ ભાવવાળા ભયને ઘેર્યબાણથી નિભક મુનિઓ ભેદી નાંખે છે. કોઈક પ્રતિકૂળ સંયોગો આવે ત્યારે જીવને ભય થવો એ પ્રકૃતિગત સ્વભાવ છે તેથી વત્સલ સ્વભાવવાળો ભય જીવમાં સદા વર્તે છે પરંતુ મુનિઓ આત્મભાવમાં સ્થિર થવા માટે વૈર્યપૂર્વક યત્ન કરીને બાહ્ય ભયના નિમિત્તોમાં પણ નિર્ભીક રહે છે તેથી ભયનું નિમિત્ત પણ ભય ઉત્પન્ન કરવા સમર્થ બનતું નથી. III શ્લોક : हास्यं रतिर्जुगुप्सा च, तथाऽरतिः पितृष्वसा । विवेकशक्त्या राजेन्द्र! साधुभिर्दारिताः पुरा ।।१०।। શ્લોકાર્ચ - હાસ્ય, રતિ, જુગુપ્સા તથા પિતાની બહેન એવી અરતિ વિવેકશક્તિથી હે રાજેન્દ્ર ! સાધુઓ

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520