________________
૩૮૪
ઉપદેશપદ : ભાગ-૧ ततोऽपि किमित्याहएईए उ विसिटुं, सुवन्नघडतुल्लमिह फलं नवरं । अणुबंधजुयं संपुन्नहेउओ सम्ममवसेयं ॥२४०॥
एतस्याः पुनः-सुक्रियायाः सकाशाद् विशिष्टम्-अपरक्रियाजन्यपुण्यविलक्षणम् । अत एवाह-सुवर्णघटतुल्यं-शातकुम्भकुम्भसन्निभमिह-जगति फलं-पुण्यलक्षणं नवरंकेवलं जायते अनुबन्धयुतम्-उत्तरोत्तरानुगमरूपवत् । कुत इत्याह-'सम्पूर्णहेतुतः' सम्पूर्णेभ्यो हेतुभ्यो भावाद्, हेतवश्चास्य प्राणिकरुणादयः । यथोक्तम्-"दया भूतेषु संवेगो, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः ॥१॥" सम्यग्-यथावद् अवसेयमिदम् । न हि पूर्णकारणारब्धा भावाः कदाचिद् निरनुबन्धा भवितुमर्हन्ति, अन्यथा तत्तयाऽनुपपत्तेः ॥२४०॥
સુક્રિયાથી પણ શું થાય છે તે કહે છે
ગાથાર્થ– સુક્રિયાથી સુવર્ણઘટ તુલ્ય વિશિષ્ટ ફળ થાય છે, અને તે ફળ અનુબંધ યુક્ત જ હોય છે. કારણ કે તે ફળ સંપૂર્ણ કારણોથી થાય છે. આ વિષયને સમ્યગૂ જાણવો.
ટીકાર્થ– વિશિષ્ટ ફલ– બીજી ક્રિયાથી થનારા પુણ્યથી વિલક્ષણ એવું પુણ્ય રૂપ ફળ, અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યરૂપ ફળ.
અનુબંધયુક્ત-જેની ઉત્તરોત્તર પરંપરા ચાલે તેવું.
પુણ્યાનુબંધી પુણ્યના સંપૂર્ણ હેતુઓ જીવદયા વગેરે છે. કહ્યું છે કે- “પ્રાણિદયા, વૈરાગ્ય (–સંસારથી કંટાળો), વિધિપૂર્વક ગુરુપૂજન (ભક્ત–પાન પ્રદાન અને વંદન વગેરે) અને વિશુદ્ધશીલવૃત્તિ (-અહિંસાદિ વ્રતોનું નિરતિચાર પાલન) આ ચાર પુણ્યાનુબંધી પુણ્યનાં કારણો છે.” (હા. અ. ૨૪ ગા. ૮)
સંપૂર્ણ કારણોથી શરૂ કરાયેલાં કાર્યો કયારેય અનુબંધ રહિત થવાને યોગ્ય થતા નથી, અર્થાત્ સંપૂર્ણ કારણોથી શરૂ કરાયેલાં કાર્યો કયારેય અનુબંધ રહિત હોતા નથી. જો કાર્યો અનુબંધથી રહિત હોય તો સંપૂર્ણ કારણોથી શરૂ કરાયેલાં છે એવું ઘટી શકે નહિ.
આ વિષયને સમ્યગૂ જાણવો એટલે કે આ વિષય જે રીતે છે તે રીતે જાણવો.
૧. અહીં ગાથામાં “સંવેગ’ શબ્દ છે. પણ હારિભદ્રીય અષ્ટકમાં સંવેગના સ્થાને વૈરાગ્ય શબ્દ હોવાથી અહીં
વૈરાગ્ય શબ્દનો ઉલ્લેખ કર્યો છે.