________________
૨૧
જ્યારે હજી પણ અશુભાનુબંધ અતિગાઢ હોય અને આજ્ઞાયોગ મંદ હોય ત્યારે આજ્ઞાયોગ અશુભાનુબંધનો સર્વથા વિચ્છેદ કરવા માટે સમર્થ બનતો નથી. આમ છતાં તે આજ્ઞાયોગ અશુભાનુબંધનો સર્વથા વિચ્છેદ કરે તેવા તીવ્ર આજ્ઞાયોગનું કારણ બને છે. આથી તે આજ્ઞાયોગ પણ સુંદર જ છે.
અહીં તાત્પર્ય આ પ્રમાણે છે– જો અપ્રમાદસહિત આજ્ઞાયોગ જ અશુભાનુબંધનો વિચ્છેદ કરે છે તો પ્રાથમિક પ્રમાદસહિત આજ્ઞાયોગને નિષ્ફળ જ માનવો રહ્યો. આવા પૂર્વપક્ષનું સમાધાન કરવા માટે અહીં ઉત્તર પક્ષમાં કહ્યું કે—પ્રાથમિક પ્રમાદ સહિત આજ્ઞાયોગ નિષ્ફળ જતો નથી. કારણ કે તે આજ્ઞાયોગ અશુભાનુબંધનો સર્વથા વિચ્છેદ કરે તેવા તીવ્ર આજ્ઞાયોગનું કારણ બને છે.
પહેલાં કર્મરૂપ વ્યાધિની ચિકિત્સા કરવા માટે સમ્યગ્દર્શનાદિ ગુણનો સ્વીકાર કરવો જોઇએ એમ માનીને સમ્યગ્દર્શનાદિ ગુણનું પાલન કર્યું. પણ પછી સાધુદ્વેષ આદિ કારણથી સમ્યગ્દર્શનાદિ ગુણનો નાશ થયો. એથી દુર્ગતિપાત રૂપ વિકાર થયો. દુર્ગતિમાં તે તે વિડંબનાને સહન કરવા વડે તે વિકારનો અનુભવ કર્યો. પછી જન્માંતરમાં પૂર્વભવે આરાધેલા સમ્યગ્દર્શનાદિ ગુણની કોઇપણ રીતે પ્રાપ્તિ થઇ. આથી ફરી સમ્યગ્દર્શનાદિ ગુણનો અભ્યાસ થાય છે. આ અભ્યાસ અભિલષિત અશુભાનુબંધના વિચ્છેદનું કારણ બને છે. કોઇપણ રીતે ફરી પ્રાપ્ત થયેલ ગુણનું પાલન કરવું તેને અભ્યાસ કહેવામાં આવે છે.
પ્રશ્ન– નાશ પામેલા સમ્યગ્દર્શનાદિ ગુણોની ફરી પ્રાપ્તિ થાય એ વિષે કોઇ પ્રમાણભૂત વચન છે?
ઉત્તર- સ્વાોમિનમાવે ખત્તયં સુક્ષ્મ અનુઢ્ઢાળ। પરિવડિયપિ દુ નાયક્ પુનોવિ તન્માવવુડ્ડિાં (પચાંશક ૩/૨૪) એ પ્રમાણભૂત વચન છે. તેનો અર્થ આ છે—“ક્ષાયોપશમિક ભાવમાં દૃઢ આદરપૂર્વક કરાયેલું શુભ અનુષ્ઠાન અશુભકર્મના ઉદયથી મૂકાઇ જાયછૂટી જાય તો પણ ભવિષ્યમાં ફરી શુભ અધ્યવસાયની વૃદ્ધિને કરનારું બને છે.”
પ્રસ્તુતમાં દૃષ્ટાંત અને તેનો ઉપનય આ પ્રમાણે છે—કોઇ રોગી સઔષધનું સેવન કરે. જે ઔષધ પ્રસ્તુત વ્યાધિનો નિગ્રહ કરનારું હોવાથી અસ્ખલિત સામર્થ્યવાળું હોય તે ઔષધ સદ્ છે. સદ્ ઔષધનું સેવન શરૂ કર્યા પછી કોઇપણ પ્રમાદથી ઔષધ જેટલા પ્રમાણમાં લેવું જોઇએ તેનાથી અતિશય અલ્પપ્રમાણમાં ઔષધ લેવાય, અપથ્યનું સેવન થાય ઇત્યાદિ રીતે ક્રિયાનો અપચાર (=વિનાશ) થાય. આથી તેના અસહ્યવેદના વગેરે કટુ ફળનો અનુભવ થાય. આથી રોગી પૂર્ણ સાવધાની રાખીને ફરી તે જ ઔષધનું સેવન કરે. ફરી તે જ ઔષધનું સેવન વ્યાધિનો નાશ કરે. તે રીતે પ્રસ્તુતમાં પણ તેવા પ્રકારના