________________
કારણે દેવો કદી આવતા નથી. જવીરીતે આત્મા અદ્ભુત શૃંગારવાળા અને દીવ્ય વિલેપન કરેલા શરીરવાળા લોકો દુર્ગધવાળા અશુદ્ધિ સ્થાને જતાં નથી તેમ તેઓ સ્વર્ગમાંથી આવતા નથી નરકથી પણ આવતા નથી II૧૪ll તારા પિતા આવ્યા નથી કારણ કે નરકની વેદનાને સહન કરતાં અને પરમાધાર્મિકો વડે જકડાયેલા અહીંયા આવવા માટે સમર્થ બનતા નથી ૧પ
જેવીરીતે તારા વડે પકડાયેલો ગુનેગાર કંઈ પણ કરવાને સમર્થ બનતો નથી. આરક્ષકથી છૂટીને સ્વજનોને મલવા માટે જઈ શકતો નથી II૧૬ો એ પ્રમાણે સ્વર્ગ અને નરકની સ્થિતિ જાણી મુંઝાવું નહીં તે સાંભળીને ઉલ્લસિત રોમાંચવાળા થયેલા રાજાએ બે હાથ જોડી અંજલી દ્વારા ગુરુને વિનંતિ કરી. હે સ્વામિન્ ! માન્નિકના મંત્રવડે હણાયેલો પિશાચ ભાગી જાય છે તેમ તમારી વાણીથી મારામાં રહેલો મોહરૂપી પિશાચ ભાગી ગયો છે I/૧l
જિન વાણીરૂપ અમૃતરૂપી (સુરમા) ની સળી વડે અજ્ઞાનરૂપી અંધકારથી ઘેરાયેલા મારા અંતર લોચન આજે ઉઘડવાથી રાહે સ્વામિન્! જૈનધર્મથી બીજો કોઈ ધર્મ નથી. તે મેં જાણ્યું છે જેવી રીતે સૂર્યને છોડીને બીજો કોઈ પ્રત્યક્ષ તેજનો ભંડાર છે નહિ ||૩ી પછી પ્રતિબોધિત થયેલા તે રાજાએ સમ્યકત્વમૂલ ધર્મનો સ્વીકાર કર્યો ઈતિ શ્રી પ્રદેશ રાજા (નૃપ) કથા. '
જેવી રીતે કેશીગણધર પ્રેદશીરાજાને સુખે ગ્રાહ્ય અને શુભ ધર્મ ફલને આપનારા થયા તેવીરીતે બીજા પણ ગુરુઓ હોય છે. તેમ જાણવું ઈતિ ત્રીજો ભાંગો થયો.
આગ્રાદિતરુ - પર્વતના શિખર પર રહેલા આમ્ર વિ. ના ઝાડોના ફળો સારા (શુભ) હોવા છતાં પણ પર્વતની ટોચ પર હોવાથી દુઃખે કરીને પ્રાપ્ત થનારા તે પ્રકારની મહેનત વડે કેટલાકને ક્યારેક પ્રાપ્ત થાય છે તેવી રીતે કેટલાક ગુરુઓ સુંદર ગુણથી અલંકૃત હોવાથી ઉત્તમ હોય છે એ પ્રમાણે આમ્રાદિ શ્રેષ્ઠ ઝાડની જેવા હોવા છતાં તેવા પ્રકારની ક્રોધાદિ પ્રકૃતિને કારણે દુઃખે કરીને સેવનીય હોય છે. તેથી તેઓની પાસેથી શુભ ધર્મ રૂપ ' ફલ મેળવવું દુઃશક્ય (કઠીન) છે. માત્ર કેટલાક જ તેવા પ્રકારના વિનયાદિ ગુણથી યુક્ત ક્યારેક તે ધર્મફલને મેળવવા માટે શક્ય બને છે. એ પ્રમાણે દુઃખે કરીને ગ્રાહ્ય શુભ ધર્મ ફલને આપનારા હોય છે. ચંડરુદ્રાચાર્યની જેમ ઈતિ ચોથો ભાંગો.
કરશaaaaaaas
રાક888888888888888999eeeeeeeeeeee
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (187
અંશ-૨, તરંગ-૮
HBh:
ક્ષતારકા,