Book Title: Updesh Mala Part 02
Author(s): Dharmdas Gani, Siddharshi Gani, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 222
________________ ૨૦૫ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૭૮ ટીકા : गुरुः प्रतीतः, प्रत्याख्यानस्तत्सम्बन्धादनशनी क्षपको वा, ग्लानो रोगी, शैक्षकोऽभिनवदीक्षितः, बालः शिशुः, गुरुश्च प्रत्याख्यानश्चेत्यादिद्वन्द्वस्तराकुलः सङ्कीर्णस्तस्य गच्छस्य न करोति यत् कृत्यं स्वयमेव नैव पृच्छति विदुषः किं मया कर्त्तव्यमित्यत एव निर्धों निराचारो लिङ्गोपजीवी શ્રેણીની પ્રતિ પારૂ૭૮ાા. ટીકાર્ય : ગુજર જેવો ગીવ જ એ ગુરુ પ્રતીત છે, પ્રત્યાખ્યાન તેના સંબંધથી અનશની અથવા ભપક, ગ્લાન=રોગી, શિક્ષક અભિનવ દીક્ષિત, બાળ=બાળક, ગુરુ અને પ્રત્યાખ્યાન ઈત્યાદિ દ્વન્દ્ર સમાસ છે, તેનાથી આકુળ ભરેલો, તે ગચ્છનું જે કૃત્ય સ્વયં જ કરતો નથી, વિદ્વાનને પૂછતો નથી જ=મારે શું કરવું જોઈએ ? તે પૂછતો નથી જ, આથી જ નિર્ધર્મ=નિરાચાર, લિંગ ઉપજીવી= વેષના આધારે જીવનારો, છે. ૩૭૮ ભાવાર્થ - સાધુ સંયમ ગ્રહણ કરીને ગુણવાન ગુરુનું ઉચિત કૃત્ય કરે છે ત્યારે ગુણવાનના ગુણનું સ્મરણ હોવાથી તેના પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય છે અને તે તે કૃત્યો દ્વારા જેમ જેમ ભક્તિની વૃદ્ધિ થાય છે તેમ તેમ અધિક નિર્જરા થાય છે, આમ છતાં જે સુખશીલિયા સાધુ ગુણવાન ગુરુના ઉચિત કૃત્યો કરતા નથી તેમને ગુણવાન ગુરુના ગુણો પ્રત્યે બહુમાન નહિ હોવાથી પાર્થસ્થા છે, વળી કોઈ મહાત્મા ઉપવાસ વગેરે તપ કરતા હોય અથવા વિશેષ તપ દ્વારા ક્ષપણા કરતા હોય તેમના પ્રત્યાખ્યાનના પરિણામની ઉચિત ભક્તિ કરતા નથી, પરંતુ શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરે છે તેમને જિનવચનાનુસાર તપ પ્રત્યે બહુમાન નથી, માટે પાર્શ્વસ્થા છે. વળી કોઈ સાધુ ગ્લાન હોય અને પોતાનામાં તે પ્રકારની કુશળતા હોય કે જેથી તેમની વેયાવચ્ચ કરીને તેમના સંયમયોગોની વૃદ્ધિમાં પ્રબળ કારણ બને, છતાં તેમની વેયાવચ્ચ ન કરે તો તેમનો શમભાવના પરિણામરૂપ સંયમનો પરિણામ મલિન થાય છે અને ગ્લાન આદિમાં શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ નહિ કરવાથી પાર્શ્વસ્થપણાની પ્રાપ્તિ થાય છે. વળી શૈક્ષ કે બાળ સાધુના ઉચિત કૃત્યો કરી શકે તેવી જેનામાં શક્તિ છે, છતાં પ્રમાદને વશ કરતા નથી તેમને તેમના પ્રત્યે સમભાવના પરિણામરૂપ સમાન પરિણામ નથી, તેથી પોતાના સુખશીલ સ્વભાવને વશ તેમના સંયમની ઉપેક્ષા કરે છે. આવા સાધુ બાહ્યથી સંયમની અન્ય ક્રિયામાં ઉત્થિત હોય તોપણ સમભાવના કારણભૂત એવા સંયમયોગમાં ઉસ્થિત નહિ હોવાથી નિધર્મ અને વેશ ઉપર જીવનારા છે, કદાચ તેઓ બીજા આચારો સમ્યગુ સેવતા હોય તો પણ શૈક્ષાદિની સંયમવૃદ્ધિને અનુકૂળ બળવાન યોગનો નાશ કરતા હોવાથી તેટલા અંશમાં પાર્શ્વસ્થા છે. ll૩૭૮

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230