Book Title: Unda Akashma
Author(s): Atmadarshanvijay
Publisher: Diwakar Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ (૭) આવી હોય..... ધર્મ ખુમારી મથુરા નગરીના રાજાનો પુરોહિત ઈન્દ્રદત એક વખત પોતાના મહેલના ગવાક્ષમાં બેઠો હતો, એટલામાં થોડે દૂરથી આવતા એક જૈન સાધુને તેણે જોયા. જેવા તે સાધુ ત્યાંથી પસાર થયા કે તરત જ શ્રેષબુદ્ધિથી પુરોહિતે તેમના મસ્તક ઉપર આવે તે રીતે બારીમાંથી બહાર પગ લટકતો રાખ્યો. સમતાના સરોવરમાં ઝીલતા મહાત્મા તો આ અપમાનને મન ઉપર લાવ્યા વિના જ સ્વ-સ્થાને પહોંચી ગયા. પરંતુ આ નગરીના નગરશેઠ પક્કા શ્રાવક હતા. પુરોહિત દ્વારા થયેલા મુનિના અપમાનથી તેનાં રોમરોમ કાળ-ઝાળ દાઝથી સળગી ઉઠ્યા. ૨ રે..... સાધુ-દ્વેષી આ પાપાત્માનો પગ ન કપાવું તો મારો ધર્મ અને જન્મ અને લાજે. આ દૂષ્ટનો પગ કપાવીને જ રહીશ. મનોમન આવી પ્રતિજ્ઞા કરીને શેઠ હંમેશા તે પુરોહિતના છિદ્રો જોવા લાગ્યા. પણ કેટલાય દિવસો બાદ પણ તેવી કોઈ નબળી કડી જોવા ન મળતાં નગરશેઠ ઉપાશ્રયે બિરાજમાન કોઈ આચાર્ય ભગવંત પાસે જઈને પોતે કરેલી પ્રતિજ્ઞાની વાત કરી. ત્યારે આચાર્ય ભગવંતે શેઠને કહ્યું -“શ્રાવકજી ! સહન કરવું એ તો અમારો ધર્મ છે. સન્માન અને અપમાનના પ્રસંગોમાં સમભાવે રહેવું એ જ તો અમારી સાધના છે માટે આવી પ્રતિજ્ઞા કરવાની કોઈ જરૂર ન હતી.'' ત્યારે શેઠ બોલ્યા ‘પ્રભો! મુનિની જે ભારે અવજ્ઞા થઈ તે નહિં જોઈ શક્યાથી મેં આ પ્રતિજ્ઞા કરી છે. ગુરૂદેવ ! સાધુના અપમાનનું ફળ જો આ (પુરોહિત) ને બતાવવામાં ન આવે તો બીજા નગરજનો પણ નિધૃણ બનીને સાધુઓની અવહેલના કરશે, જે અમારા /01/(O)//IDJ[D09 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64