Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 163
________________ ૧૪૬ ઉદયસ્વામિત્વા في [ماله અસંજ્ઞીમાર્ગણામાં મતાંતરસંગ્રાહક યંત્ર જે સં. પ્રકૃતિઓ | માનનારા મતો | ન માનનારા મતો | | મનુષ્યત્રિક | ષડશીતિ-પન્નવણા વગેરે | બંધશતક ર | છ સંઘયણ-છ સંસ્થાન | સપ્તતિકા | ભગવતી-પન્નવણા વગેરે | ૩ | સુભગાદિ સપ્તતિકા. | ગોમ્મદસાર તેથી અસંજ્ઞીમાર્ગણામાં ૧૨૨માંથી ૧૪ પ્રકૃતિઓને છોડીને ઓધે અને મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો. હવે સાસ્વાદનગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે જણાવે છે – साणम्मि मिच्छणिद्दसुहुमपणनरतिपरघाकुखगइदुगं । सुसरसुखगई विणु, चउपुव्वि विणु ओहव्वाहारे ॥७५ ॥ सास्वादने मिथ्यात्वनिद्रासूक्ष्मपञ्चकनरत्रिकपराघातकुखगतिद्विकानि । सुस्वरसुखगत्यौ विना, चतुःपूर्वीविना ओघस्येवाहारे ॥७५ ॥ ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વ, નિદ્રાપંચક, સૂક્ષ્મપંચક, મનુષ્યત્રિક, પરાઘાતદ્રિક, કુખગતિદ્રિક, સુસ્વર અને સુખગતિ વિના ૮૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. અને આહારીમાર્ગણામાં ચાર આનુપૂર્વી વિના ઓઘની જેમ સમજવું.. (૭૫) વિવેચન : (૨) ૧૦૮માંથી સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વ, નિદ્રાપંચક, સૂક્ષ્મ - અપર્યાપ્ત – સાધારણ – આતપ - ઉદ્યોત, મનુષ્યત્રિક, પરાઘાત - ઉચ્છવાસ, કુખગતિ - દુઃસ્વર, સુસ્વર અને શુભવિહાયોગતિ - આ ૨૦ પ્રકૃતિઓને છોડીને ૮૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો. ભાવના : * મિથ્યાત્વનો ઉદય પહેલા ગુણઠાણા સુધી જ હોય અને સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ નામકર્મના ઉદયવાળા જીવોને પહેલું ગુણઠાણું જ હોય. એટલે એ ૪ પ્રકૃતિઓનો અહીં ઉદયવિચ્છેદ કહ્યો.. અસંજ્ઞીજીવોને સાસ્વાદનગુણઠાણું શરીરપર્યાપ્તિ પૂર્વે જ હોય છે, તે પછી સાસ્વાદનગુણઠાણું રહેતું નથી. જ્યારે નિદ્રાપંચક + આતપ - ઉદ્યોત + પરાઘાત + શુભ – અશુભવિહાયોગતિ - આ ૧૦ પ્રકૃતિનો ઉદય શરીરપર્યાપ્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184